રશ્મિકા મંદાન્ના બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને કહ્યું ક્યારે શું થઈ જાય ખબર નહીં !

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે ગયા મહિને તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ડૉક્ટરની સલાહને અનુસરીને ઘરે જ રહી રહી છે. અભિનેત્રીએ તેના ચાહકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું.

રશ્મિકા મંદાન્ના બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને કહ્યું ક્યારે શું થઈ જાય ખબર નહીં !
Rashmika Mandana became a victim of an accident
Follow Us:
| Updated on: Sep 10, 2024 | 12:07 PM

સાઉથની ફિલ્મોની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદાન્ના થોડા જ સમયમાં રાષ્ટ્રીય ક્રશ બની ગઈ. પોતાની ઘણી હિટ ફિલ્મોના કારણે તેણે બોલિવૂડમાં પણ પોતાની આગવી જગ્યા બનાવી. ‘પુષ્પા ગર્લ’ તરીકે પ્રખ્યાત રશ્મિકા મંદાન્ના માત્ર પોતાના અભિનયથી લોકોના દિલ જીતી નથી જતી, તે પોતાની ક્યુટનેસનો જાદુ પણ ચલાવે છે. રશ્મિકાની મજબૂત ફેન ફોલોઈંગ છે. ‘એનિમલ’માં લીડ હીરોઈનની ભૂમિકા ભજવ્યા બાદ તે ઉત્તર ભારતમાં પણ ઘણી લોકપ્રિય બની છે.

રશ્મિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ગાયબ જોવા મળી રહી છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આનું કારણ સમજાવ્યું છે. તેણીએ જણાવ્યું કે તેણીનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ઘરે છે. આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

રશ્મિકા અકસ્માતનો ભોગ બની હતી

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે ગયા મહિને તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે ડૉક્ટરની સલાહને અનુસરીને ઘરે જ રહી રહી છે. અભિનેત્રીએ તેના ચાહકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. તેણે પોસ્ટમાં કહ્યું કે જીવન ખૂબ જ ટૂંકું છે, આવી સ્થિતિમાં કાલે હોઈએ ના હોઈએ સાથે લાંબા કૅપ્શનમાં, તેણે તાજેતરના જીવનના અપડેટ્સ પણ શેર કર્યા અને તેના પ્રિયજનોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું છે.

રશ્મિકા મંદાન્નાએ એક લાંબી પોસ્ટ લખી છે

રશ્મિકા મંદાન્નાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હેય મિત્રો, કેમ છો? હું જાણું છું કે હું લાંબા સમયે સક્રિય થઈ છું અને જાહેરમાં આવી છું તેના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાને થોડો સમય થઈ ગયો છે.. હું છેલ્લા એક મહિનામાં એક્ટિવ નહોતી, તેનું કારણ એ છે કે મારો એક નાનો અકસ્માત થયો હતો અને હવે હું ઠીક છું. ડોક્ટરોની સલાહ પર ઘરે જ રહેતી હતી.

હું હવે વધુ સારી છું આ સાથે રશ્મિકાએ પોતાના સ્વાથ્યને લઈને સાવધાન રહેવા જણાવ્યું છે. હંમેશા તમારી સંભાળ રાખવાને તમારી પ્રાથમિકતા બનાવો!! કારણ કે જીવન ખૂબ નાજુક અને ટૂંકું છે અને આપણે જાણતા નથી કે આપણી કાલ હોઈશું કે નહીં, તેથી દરરોજ ખુશી પસંદ કરો!!.. બીજું અપડેટ હું જલદી આપીશ..’

આ ફિલ્મમાં રશ્મિકા જોવા મળશે

અભિનેત્રી રશ્મિકા મંદાન્ના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત છે અને સતત કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે તેની સાથે શું, ક્યારે અને કેવી રીતે થયું. ઘણા લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી જલ્દી જ ‘પુષ્પા 2’માં જોવા મળશે. આ સિવાય તે સલમાન ખાન સાથે ‘સિકંદર’માં લીડ એક્ટ્રેસ તરીકે પણ કામ કરી રહી છે. જો આપણે રશ્મિકાના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. વિજય દેવેરાકોંડા સાથે તેની કેમેસ્ટ્રી અને અફેરની અફવાઓ છે.

g clip-path="url(#clip0_868_265)">