‘બબીતા જી’એ ‘ટપ્પુ’ સાથે સગાઈના સમાચાર પર ફરી આપી પ્રતિક્રિયા, કહ્યું મારાથી નાના છોકરા સાથે લગ્ન..
હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સ્ટારર બબીતા જી અને ટપ્પુની સગાઈ થઈ ગઈ છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી બબીતા જી અને ટપ્પુ સોશિયલ મીડિયા પર સતત પોતાનો ખુલાસો આપી રહ્યા છે. હવે ફરી એકવાર બબીતાજીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
તાજેતરમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બબીતા જી અને ‘ટપ્પુ’ની સગાઈના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. બંન્નેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા હતા.
જો કે, આ સમાચાર મુનમુન દત્તા અને રાજ અનાડકટના કાને પહોંચતા જ બંનેએ તરત જ તેના પર પ્રતિક્રિયા આપી અને તેને સદંતર નકારી કાઢ્યું અને તેને લોકો દ્વારા ફેલાવામાં આવેલી તદ્દન ખોટી અફવાહ ગણાવી હતી. જોકે તેને લઈને પહેલા મુનમુન અને રાજ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે પણ હવે ફરી એકવાર બબીતાજીએ મોટી વાત કહી છે.
સગાઈના સમાચાર પર મુનમુન એ ફરી આપી પ્રતિક્રિયા
ફરી એકવાર મુનમુન દત્તાએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને તેના ઇન્સ્ટા પર એક સ્ટોરી પોસ્ટ કરીને આવી અફવા ફેલાવનારાઓ પર નિશાન સાધ્યું છે. મુનમુન દત્તાએ લખ્યું છે કે – તે ખૂબ જ રમુજી છે કે કેવી રીતે ફેક ન્યૂઝ આગની જેમ ફેલાય છે અને બૂમરેંગની જેમ પાછા આવતા રહે છે. ફરી એકવાર હું વસ્તુઓની સ્પષ્ટતા કરી રહી છું – ‘મારી સગાઈ નથી થઈ, ના હું પરણિત છું, કે ના ગર્ભવતી .’ આગળ, મુનમુન દત્તાએ લખ્યું- ‘જો મારે મારાથી નાના કે મોટા છોકરા સાથે લગ્ન કરવા હશે તો હું ગર્વથી કરીશ. આ મારા બંગાળી જીન્સ છે.
હું હંમેશા ગર્વ અને બહાદુર અનુભવું છું. હવે મારે આવા ફેક ન્યૂઝ પર મારી શક્તિ વેડફવાની જરૂર નથી. જીવનમાં વધુ સારું કરવા માટે મૂવ ઓન કરવાની જરૂર છે. બબીતા જી સિવાય ટપ્પુએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ફેલાયેલા સમાચારને તદ્દન ખોટા ગણાવ્યા છે.
મુનમુન અને રાજના અફેરની ચર્ચા આ કારણે ફેલાઈ
તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા અને રાજ અનાડકટના અફેરની ચર્ચા વર્ષ 2020 થી ચાલી રહી છે, જ્યારે બંને એક વખત ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો કે, આ પછી મુનમુને એક વીડિયો જાહેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે તે કોઈની સાથે સંબંધમાં નથી. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનો રોલ કર્યો હતો. જ્યારે રાજ અનડકટે જેઠાલાલના પુત્ર ટપ્પુનો રોલ કર્યો હતો. હાલમાં રાજે શો છોડી દીધો છે, જ્યારે બબીતા જી હજુ પણ શોનો ભાગ છે.