મોહનીશ બહલની પુત્રી પ્રનૂતને ગ્લેમરસ અવતારથી જીત્યા ચાહકોના દિલ, બોલ્ડ લુકની થઈ રહી છે વાહવાહી
પ્રનૂતન પ્રખ્યાત અભિનેતા મોહનીશ બહલની દીકરી છે. પ્રનૂતન પણ હવે બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ તસ્વીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રનૂતન બહલે ફિલ્મ નોટબુકથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રનૂતને પોતાની પહેલી ફિલ્મથી જ ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે તેની બીજી ફિલ્મ હેલ્મેટ રિલીઝ થવાની છે.

પ્રનૂતન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આજે પ્રનૂતને પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે પ્રનૂતને પિંક કલરનો શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેર્યું છે. તેનો લૂક ફેન્સનું દિલ જીતી રહ્યો છે.

પ્રનૂતનના ફોટા પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - બેબી ડોલ. જ્યારે બીજાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.

તમને જણાવી દઈએ કે અપારશક્તિ ખુરાના અને પ્રનૂતન બહલની ફિલ્મ હેલ્મેટનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 3 જી સપ્ટેમ્બરે Zee5 પર પ્રિમિયર થવાની છે.

પ્રનૂતન પ્રખ્યાત અભિનેતા મોહનીશ બહલની દીકરી છે. પ્રનૂતન પણ હવે બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

પ્રનૂતન સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની અલગ અંદાજની તસ્વીરો શેર કરતી રહે છે.