Poonam Pandey Death News: વિવાદોના પર્યાય સમી એકટ્રેસ મોડેલ પૂનમ પાંડેનું 32માં વર્ષે સર્વાઈકલ કેન્સરથી નિધન
અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના નિધનના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. અચાનક આવેલા આ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. મોતનું કારણ પણ સામે આવ્યું છે.
અભિનેત્રી પૂનમ પાંડેનું નામ હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહે છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પૂનમ પાંડેના નિધનના સમાચાર આવી રહ્યા છે. પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં તેમનું અવસાન થયું હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂનમ પાંડેનું મૃત્યુ 1 ફેબ્રુઆરીની રાત્રે થયું હતું. સર્વાઇકલ કેન્સર સામેની લડાઈ લડતી વખતે અભિનેત્રીનું અવસાન થયું. એક રિપોર્ટ અનુસાર પૂનમ પાંડેએ પોતાના કાનપુરના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેત્રી છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શો લોક અપમાં જોવા મળી હતી. આ શોમાં પૂનમને ઘણી પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2013માં તેણે ફિલ્મ નશા દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
મેનેજમેન્ટ ટીમે પુષ્ટિ આપી હતી
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ઘણા યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ મજાક છે. શું પૂનમની ટીમ કોઈ પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે આ ટ્રિક અજમાવી રહી છે? શું તે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે અથવા તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે?
તેણે કહ્યું, ‘પૂનમ થોડા સમય પહેલા કેન્સરથી પીડિત મળી આવી હતી. આ છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. તે યુપીમાં તેના વતન હતી અને ત્યાંથી સારવાર લઈ રહી હતી. તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ થશે. અમને આ અંગે વધુ વિગતો મળવાની બાકી છે.
- પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી હતી, તેમા તેને સર્વાઇકલ કેન્સર હોવાનું અને તેના કારણે તેનું મૃત્યું થયાની પોસ્ટ કરી હતી, આ સમાચાર 2 ફેબ્રુઆરીના સામે આવ્યા હતા, બાદમાં 3 ફેબ્રુઆરીએ તેમણે એકે વીડિયો જાહેર કરી પોતે જીવીત છે તેવા સમાચાર આપ્યા હતા. આ સમાચારની લિંન્ક નીચે છે.
Poonam Pandey: મૃત્યુના સમાચાર વચ્ચે સામે આવી પૂનમ પાંડે, કહ્યું- હું જીવિત છું !