Poonam Pandey: મૃત્યુના સમાચાર વચ્ચે સામે આવી પૂનમ પાંડે, કહ્યું- હું જીવિત છું !

અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. 2 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી. જોકે લોકો આ વાત પર વિશ્વાસ કરી શક્યા ન હતા. પરંતુ હવે પૂનમ પાંડે પોતે સામે આવી છે અને તેના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે. આટલું જ નહીં, પૂનમે પોતે જ તેના નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.