માતા-પિતા બન્યા દીપિકા અને રણવીર, અભિનેત્રીએ આપ્યો બાળકીને જન્મ

દીપિકા પાદુકોણ માતા બની ગઈ છે. તેણે રવિવારે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. આ અવસર પર તેનો પતિ અને અભિનેતા રણવીર સિંહ તેની સાથે હતો. તેમના સિવાય બંનેના પરિવારજનો પણ ડિલિવરી વખતે હોસ્પિટલમાં હાજર હતા.

માતા-પિતા બન્યા દીપિકા અને રણવીર, અભિનેત્રીએ આપ્યો બાળકીને જન્મ
Deepika Padukone gave birth to a daughter
Follow Us:
| Updated on: Sep 08, 2024 | 1:28 PM

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. બંને ઘણા મહિનાઓથી તેમના પ્રથમ સંતાનને લઈને ઉત્સાહિત હતા અને હવે સમય આવી ગયો છે કે તેઓ માતા-પિતા બની ગયા છે. બાળકના આગમન પહેલા, બંનેને તેમની લક્ઝરી કારમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચતા જોવામાં આવ્યા હતા, જેને સતત નજર રાખનારા પાપારાઝી દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. જે બાદ હવે અભિનેત્રી એ બાળકીને જન્મ આપ્યોનું પ્રખ્યાત પાપારાઝીએ ખુલાસો કર્યો હતો.

દીપિકાએ આપ્યો બાળકીને જન્મ

Viral bhayani એ હાલ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસે દીપિકાએ એક બાળકીને જન્મ આપ્યો છે. જો કે હજુ સુધી રણવીર સિંહ કે દીપિકા પાદુકોણે બાળકીના જન્મ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલમાં, આ દંપતીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી ચાહકો તેમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

દીપવીર પેરેન્ટ્સ બની ગયા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. જે ક્ષણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. અભિનેત્રી માતા બની છે. દીપિકાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણે ડિલિવરી કરી છે અને હવે દીપવીર પેરેન્ટ્સ બની ગયો છે. બોલીવુડના કોરીડોરમાં હવે ખુશીનો માહોલ છે. ગઈ કાલે સાંજે આ દંપતી હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે પાપારાઝીઓએ તેને પકડી લીધો હતો.

6 વર્ષ બાદ દીપિકા-રણવીરના ઘરે બંધાયું પારણું

વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે બધાને ખુશખબર શેર કરી હતી કે તે માતા બનવાની છે. લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીર બાળકીના માતા-પિતા બની ગયા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ સી-સેક્શન દ્વારા પુત્રીને જન્મ આપ્યો છે. દીપિકા-રણવીરે પોતાના બાળકના સ્વાગત માટે ગણેશ ચતુર્થીનો દિવસ પહેલેથી જ પસંદ કરી લીધો હતો.

g clip-path="url(#clip0_868_265)">