જો મારે પીવું હોય તો, વાયરલ વીડિયો પર સની દેઓલે કર્યું રિએક્ટ, જણાવ્યું સત્ય, જુઓ વીડિયો
થોડા દિવસો પહેલા સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક્ટર દારૂના નશામાં રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. હાલમાં ક ઈન્ટરવ્યુમાં ગદર 2 એક્ટરે તે વીડિયોને લઈને પોતાનું મૌન તોડ્યું છે. તેને વીડિયો ક્લિપ પાછળનું સત્ય જણાવ્યું છે અને કહ્યું છે કે તે દારૂ પીતો નથી.
સની દેઓલ પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તે તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે દારૂના નશામાં રસ્તા પર લથડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સનીએ પોતે જ તે વીડિયોને લઈને સ્પષ્ટતા કરી હતી. હવે ફરી એકવાર લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં એક્ટરે પોતાના વીડિયોને લઈને રિએક્શન આપ્યું છે.
ઈન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યું છે કે આ વીડિયો તેની એક ફિલ્મના શૂટના રેકોર્ડિંગનો છે, તો લોકોએ આરામથી રહો. તેને ટ્રોલર્સને પૂછ્યું કે જો મારે પીવું હોય, તો શું હું રસ્તા પર પીશ કે ઓટો રિક્ષામાં? સનીએ વાયરલ વીડિયોને ફિલ્મના શૂટિંગની ક્લિપ ગણાવ્યો હતો. આ સિવાય તેને એમ પણ કહ્યું કે તે પીતો નથી.
સની દેઓલનો વાયરલ વીડિયો
Afwaahon ka ‘Safar’ bas yahin tak #Shooting #BTS pic.twitter.com/MS6kSUAKzL
— Sunny Deol (@iamsunnydeol) December 6, 2023
વીડિયો શેર કરીને જણાવ્યું સત્ય
તમને જણાવી દઈએ કે વીડિયો વાયરલ થયા બાદ સની દેઓલે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયોનું સત્ય જણાવ્યું હતું. તેને બિહાઈન્ડ સીનનો વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં તે ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય તેને યુઝર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેને કહ્યું હતું કે અફવાઓની સફર અહીં જ પૂરી થાય છે.
‘હું દારૂ નથી પીતો’
આગળ તેને ઈન્ટરવ્યુમાં દારૂ ન પીવાની વાત કરી હતી. તેને કહ્યું કે જ્યારે હું ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે મેં તેનો ટ્રાઈ કર્યો હતો પરંતુ મને દારૂ સમજાતો ન હતો. તે ખૂબ કડવું છે, ગંધ છે અને તે ઉપરથી તે માથાનો દુખાવો કરે છે, તો શા માટે તે પીવું? તેનો કોઈ અર્થ નથી તેથી મેં ફરીથી ટ્રાઈ કર્યો નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની છેલ્લે ગદર 2માં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: જમાલ કુડુ સોંગ લિરિક્સ: ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો