‘ડિમ્પલ ગર્લએ બીચ પર આપ્યા પોઝ, 17 વર્ષ પછી કાન્સ પહોંચી પ્રીતિ ઝિન્ટા જુઓ વીડિયો
બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે વ્હાઈટ શિમરી ડ્રેસમાં જોવા મળી છે. આઈપીએલ 2024 પોતાની ટીમની દરેક મેચમાં સપોર્ટ કરતી જોવા મળી હતી.
આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખુબ જ યાદગાર બનવા જઈ રહ્યો છે. પહેલા એશ્વર્યા રાય બચ્ચન પોતાના તુટેલા હાથ સાથે રેડ કાર્પેટ પર પહોંચી હતી. ત્યારબાદ નેન્સી ત્યાગી ખુદ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરી સૌનું ધ્યાન ખેચ્યું હતુ. હવે પ્રતિ ઝિન્ટા આઈપીએલ 2024 વચ્ચે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે.પ્રીતિ ઝિન્ટા 22 મેના રોજ ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી ત્રીજી વખત સામેલ થઈ છે.
#PreityZinta is all set to grace the #Cannes2024 red carpet! ❤️ pic.twitter.com/EXFnCLQ6aj
— Preity Zinta Fandom (@PZ_Fandom) May 23, 2024
તેમણે 2006માં ડેબ્યુ કર્યું હતુ અને ત્યારબાદ તે 2007માં જોવા મળી હતી. હવે 17 વર્ષ બાદ ફરી એક વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. હજુ રેડ કાર્પેટ પર પ્રીતિ ઝિન્ટ પહોંચી નથી પરંતુ તે પહેલા તેના લુકના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
પ્રીતિ ઝિન્ટા દરિયા કિનારે પોઝ આપ્યા
વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા દરિયા કિનારે પોઝ આપી રહી છે. પોતાની અદાથી સૌ કોઈને દિવાના બનાવી રહી છે. અભિનેત્રી શિમરી પર્લ વ્હાઈટ ગાઉન પહેર્યું છે અને કાનમાં મોતીથી બનેલા ઈયરરિંગ્સમાં ખુબ સુંદર લાગી રહી છે.પ્રીતિ ઝિન્ટા હાલમાં લાહોરમાં 1947નું શૂટિંગ કરી રહી છે. આ કારણે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની છે. પ્રીતિ ઝિન્ટા સિનેમેટોગ્રાફર સંતોષ સિવને એવોર્ડથી સન્માનિત કરશે.જેની સાથે અભિનેત્રી પહેલા કામ કરી ચૂકી છે. મણિરત્નમની રોમાન્ટિક ડ્રામા દિલ સેમાં સંતોષ સાથે સિનેમેટોગ્રાફરની સાથે કામ કર્યું હતુ.
2 બાળકોની માતા છે પ્રીતિ ઝિન્ટા
90ની ફેમસ અભિનેત્રી લાંબા સમય બાદ બોલિવુડમાં પરત ફરી રહી છે. પ્રીતિ ઝિન્ટા લાહૌર 1947 ફિલ્મમાં જોવા મળશે. આઈપીએલ 2024 તેની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીને 2 બાળકો છે. આઈપીએલ દરમિયાન તેનો પતિ પણ સાથે જોવા મળ્યો હતો. હવે ચાહકો બોલિવુડ અભિનેત્રીની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : આ ફિલ્મમાં 12 સેકન્ડ માટે ખર્ચ કરાયા 3 કરોડ! બે-ત્રણ ફિલ્મ બની જાય એટલું તો માત્ર પ્રમોશન માટે બજેટ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો