પ્રભાસના જન્મદિવસ પર ચાહકોને ભેટ, ‘ધ રાજા સાહેબ’નું મોશન પોસ્ટર રિલીઝ થયું

|

Oct 23, 2024 | 5:52 PM

પ્રભાસના બર્થ ડે પર ચાહકોને મોટી ગિફટ મળી છે. એક તરફ પ્રભાસની ધ રાજા સાહેબ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ સાલાર પાર્ટ 2નું શૂટિંગ પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે.

પ્રભાસના જન્મદિવસ પર ચાહકોને ભેટ, ધ રાજા સાહેબનું મોશન પોસ્ટર રિલીઝ થયું

Follow us on

પ્રભાસના 45માં જન્મદિવસ પર ચાહકોને ડબલ સરપ્રાઈઝ મળી છે. એક બાજુ સાલાર 2ને લઈ અપટેડ સામે આવ્યું છે, તો બીજી બાજુ રાજા સાહેબ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.અભિનેતાના લુક સાથે ચાહકોને ફિલ્મના ડરામણા માહૌલના પણ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.

મોશન પોસ્ટરમાં શરુઆત મ્યુઝિકની સાથે

ધ રાજા સાહેબના મોશન પોસ્ટરમાં શરુઆત મ્યુઝિકની સાથે થાય છે, ત્યારે થોડો ડરામણો માહોલ જામે છે. બેકગ્રાઉન્ડમાં હેપ્પી બર્થ ડે ટુ યુનું મ્યુઝિક ચાલી રહ્યું છે. મોશન પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે, આ એક હોરર ફિલ્મ હશે. ધ રાજા સાહેબ 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને મારુતિએ ડાયરેક્ટ કરી છે. તેમજ ફિલ્મના રાઈટર પણ છે. ફિલ્મમાં માલિવકા મોહનન, રિદ્ધિ કુમાર અને નિધિ અગ્રવાલ પણ જોવા મળશે.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

 

 

સાલાર પાર્ટ1ની રિલીઝ સાથે દેશ દુનિયામાં ધમાલ મચાવી હતી. આનાથી માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ તુટ્યા નથી પરંતુ નવા રેકોર્ડ બન્યા પણ છે. હવે સીકવલ એટલે કે, સાલાર પાર્ટ 2 શૌયર્ગા પર્વમ પણ ચાહકોને પસંદ આવશે. પ્રભાસની આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે.

 

આ વર્ષ પ્રભાસ માટે સફળ સાબિત થયું

કલ્કિ 2898 એડી 27 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની લીડ રોલવાળી આ ફિલ્મની સીકવલ શાનદાર હશે. જેનું શૂટિંગ ફ્રેબુઆરી 2025માં શરુ થશે ,700 કરોડના બજેટમાં આ ફિલ્મ બની રહી છે.આ વર્ષ પ્રભાસ માટે સફળ સાબિત થયું છે. તેની ફિલ્મોએ દુનિયાભરમાં 1042.25ની કમાણી કરી છે. ધ રાજા સાબ મારુતિ દ્વારા નિર્દેશિત એક આગામી રોમેન્ટિક કોમેડી હોરર ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે નિધિ અગ્રવાલ અને માલવિકા મોહનન મુખ્ય ભૂમિકામાં છે

Next Article