માધુરી દીક્ષિતે એક સીન માટે લીધા હતા 1 કરોડ રૂપિયા, ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો હતો ખળભળાટ

બોલિવૂડની ક્વીન માધુરી દીક્ષિતના ફેન્સને આજે પણ તેની એક સ્મિત ખૂબ જ ગમે છે. માધુરી દીક્ષિતે તેની સુંદરતાથી નહીં પરંતુ તેના અભિનયથી પોતાનું નામ બનાવ્યું છે. આજે તેના લાખો ફોલોઅર્સ છે. પરંતુ 90ના દાયકામાં 1 કરોડ રૂપિયા લેનારી માધુરી લાઈમલાઈટમાં રહી છે.

માધુરી દીક્ષિતે એક સીન માટે લીધા હતા 1 કરોડ રૂપિયા, ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો હતો ખળભળાટ
madhuri dixit
Follow Us:
| Updated on: Dec 17, 2023 | 1:25 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરતાંની સાથે જ માધુરી દીક્ષિતે પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે અન્ય અભિનેત્રીઓ કરતા વધારે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે માધુરીએ તેની એક ફિલ્મમાં કિસિંગ સીન માટે એક કરોડ રૂપિયા લીધા હતા. તે વખતે માત્ર એક સીન માટે એક કરોડ રૂપિયા ચૂકવવા એ મોટી વાત હતી.

ઈન્ડસ્ટ્રીમાં મચ્યો હતો ખળભળાટ

આ ફિલ્મ બીજી કોઈ નહીં પણ ‘દયાવાન’ હતી. તે દિવસોમાં માત્ર એક સીન માટે એક કરોડ રૂપિયા ચૂકવવા એ મોટી વાત હતી. માધુરીએ વિનોદ ખન્ના સાથે દયાવાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. ફિલ્મમાં માધુરી અને વિનોદ ખન્નાના ઈન્ટિમેન્ટ સીન હતા. માધુરીએ એક સીન માટે એક કરોડ રૂપિયા લીધા હતા.

અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો
Airtel એ લોન્ચ કર્યા ડેટા વગરના 2 સસ્તા પ્લાન ! 365 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
Alum Steam Benefits : ફટકડીની વરાળનો નાસ લેવાથી 7 સમસ્યાઓ થશે દૂર
કોમેડિયને કપડાં અને શૂઝ રાખવા 3 BHK ફ્લેટ ખરીદ્યો, જુઓ ફોટો

દોઢ દાયકાથી બોલિવૂડની રાણી

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત દોઢ દાયકા સુધી બોલિવૂડની ક્વીન રહી છે. 80 અને 90ના દાયકામાં માધુરી દીક્ષિતે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ લોકોના દિલો પર પણ રાજ કર્યું છે. માધુરીની સ્મિતનો જાદુ આજે પણ ખતમ થયો નથી. જ્યારે પણ માધુરીએ પડદા પર ડાન્સ કર્યો છે ત્યારે -ત્યારે લોકો પણ ડાન્સ કરવા લાગ્યા છે. આજે પણ જ્યારે માધુરી કોઈપણ એવોર્ડ ફંક્શનમાં જાય છે ત્યારે લોકો તેને ઓછામાં ઓછું એક વાર ડાન્સ કરવાનું કહે છે અને જ્યાં સુધી માધુરી ડાન્સ ન કરે ત્યાં સુધી લોકો બૂમો પાડતા રહે છે.

(Credit Source : Madhuri Dixit)

બોલ્ડ સીનને કારણે લોકોએ કરી હતી ટીકા

ફિલ્મના દિગ્દર્શક અને દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાન ઈચ્છતા ન હતા કે માધુરી ફિલ્મના કોઈપણ દ્રશ્યમાં દખલ કરે. કારણ કે આ ફિલ્મ દ્વારા વિનોદ ખન્ના પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાને ફરીથી સ્થાન બનાવવા માંગતા હતા. જ્યારે આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ ત્યારે વિનોદ ખન્ના અને માધુરીના કિસિંગ સીને સનસનાટી મચાવી દીધી હતી. ‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’ ગીતમાં બંનેએ ઈન્ટિમેન્ટ સીન આપ્યા હતા. ફિલ્મમાં આવા બોલ્ડ સીન્સ જોયા બાદ બધાએ માધુરીની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.

ફિલ્મની એટલી ટીકા થઈ હતી કે ફિલ્મમાંથી સીન હટાવવા માટે ડિરેક્ટર ફિરોઝ ખાનને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ ફિરોઝ ખાને કોઈની વાત ન માની અને ફિલ્મમાંથી એક પણ સીન કાપ્યો ન હતો.

g clip-path="url(#clip0_868_265)">