Fact Check : શું અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી? સાચી હકીકત જાણો

|

Mar 21, 2024 | 5:50 PM

સ્ટાર અલ્લુ અર્જુન હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે સાઉથ સ્ટારને લઈને સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે જેનું સત્ય હવે સામે આવ્યું છે. વાસ્તવમાં સમાચાર આવી રહ્યા હતા કે તેલંગાણા પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી લીધી છે. પરંતુ હવે આ સમાચાર પાછળનું સત્ય સામે આવ્યું છે.

Fact Check : શું અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી? સાચી હકીકત જાણો

Follow us on

સ્ટાર અલ્લુ અર્જુનના લાખો ચાહકો છે. દર્શકો અલ્લુ અર્જુનની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. હાલમાં સુપરસ્ટાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા અભિનેતાઓમાંના એક છે. હાલમાં, અલ્લુ તેની આગામી ફિલ્મ પુષ્પા 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ લીડ રોલમાં જોવા મળશે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતા કે કેટલાક કારણોસર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. જો અહેવાલોનું માનીએ તો, સાઉથ સ્ટાર હૈદરાબાદમાં આરટીઓ ઓફિસની મુલાકાત લેતો જોવા મળ્યો હતો. જે બાદ એક તસવીર પણ વાયરલ થવા લાગી હતી. જેણે આ સમાચારોને વધુ બળ આપ્યું. પરંતુ હવે આ સમાચાર પાછળનું સત્ય સામે આવ્યું છે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

વાસ્તવમાં, વાયરલ થઈ રહેલી તસવીર પાછળનું સત્ય એ છે કે અભિનેતા તેના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હૈદરાબાદની આરટીઓ ઓફિસમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પાઃ ધ રૂલ માટે સ્પેશિયલ શૂટિંગ પરમિટના કારણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે આરટીઓ ઓફિસ પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, નિર્દેશક સુકુમારે ફિલ્મમાં કેટલાક હાઇ-ઓક્ટેન સીન્સ શૂટ કરવાની યોજના બનાવી છે. જેના માટે અભિનેતા પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જેથી શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.

આ માહિતી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોશિયલ મીડિયા પર અગાઉ જે તસવીરો સામે આવી હતી, તે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ લેવા ગયેલા અભિનેતાની તેલંગાણાના ખૈરતાબાદ સ્થિત આરટીઓ ઓફિસમાંથી લેવામાં આવી હતી. જો કે, ઘણા લોકો હજુ પણ દાવો કરી રહ્યા છે કે અલ્લુ અર્જુનની તેલંગાણા પોલીસે કોઈ અગમ્ય કારણોસર ધરપકડ કરી છે. પરંતુ aઅ ચર્ચા વચ્ચે સાચું કારણ અલગ જ હતું.