સોનાક્ષીના લગ્ન બાદ શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલ થયા એડમિટ, દીકરી અને જમાઈ પણ પહોચ્યાં
શત્રુઘ્ન સિન્હા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભર્તી થયા છે. શત્રુઘ્ન હોસ્પિટલમાં એડમિટ થયાની માહિતી સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેને લઈને ફેન્સ ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બોલિવુડના મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ વચ્ચે હવે સોનાક્ષીના લગ્નના પાંચ દિવસ બાદ જ તેના પિતા શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં ભર્તી થયા છે. શત્રુઘ્ન સિન્હાને જોવા માટે દીકરી અને જમાઈ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોચ્યાં હતા. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શું છે ખરેખર મામલો જાણો અહીં
શત્રુઘ્ન સિન્હા કોકિલાબેન હોસ્પિટલમાં ભર્તી
શત્રુઘ્ન સિન્હા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભર્તી થયા છે. શત્રુઘ્ન હોસ્પિટલમાં એડમિટ થયાની માહિતી સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેને લઈને ફેન્સ ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હાને કઈ થયુ નથી લગ્નની ભાગદોડ, માનસિક અને શારિરીક થાકના કારણે રુટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં પહોચ્યાં હતા જે બાદ સોનાક્ષી અને જમાઈ ઝહિર પણ તેમને મળવા હોસ્પિટલ ગઈ હતી.
View this post on Instagram
લગ્નના પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં એડમીટ
જો રિપોર્ટ્સનું માનીએ તો શત્રુઘ્ન સંપૂર્ણ સ્વસ્થ છે અને તે માત્ર રૂટિન ચેકઅપ માટે ગયા હતા. અગાઉ એવી અફવા હતી કે શત્રુઘ્ન આ લગ્નથી ખુશ નથી અને તે લગ્નમાં પણ હાજરી આપશે નહીં. પરંતુ આ વાતો માત્ર અફવા સાબિત થઈ. શત્રુઘ્ન ન માત્ર લગ્નનો ભાગ હતો પરંતુ તે ખૂબ જ ખુશ પણ દેખાઈ રહ્યો હતો. પરંતુ લગ્ન સમારોહ દરમિયાનની ધમાલને કારણે તેઓ થાકી ગયા હતા અને તેથી તેઓ નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. તેમની પુત્રી સોનાક્ષી સિંહા પણ પિતાના ખબરઅંતર પૂછવા માટે ત્યાં પહોંચી હતી.
સોનાક્ષી અને ઝહિરના ભવ્ય લગ્ન
સોનાક્ષી સિંહાના લગ્નની વાત કરીએ તો બંનેએ 23 જૂન 2024ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પછી સાંજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો હતો. હની સિંહનો વીડિયો પણ વાયરલ થયો હતો. તે તેના મિત્રના લગ્નમાં પણ ખૂબ એન્જોય કરતો જોવા મળ્યો હતો. લગ્ન દરમિયાન સોનાક્ષી સિંહાએ તેની માતાની 40 વર્ષ જૂની સાડી પહેરી હતી જે પૂનમ સિંહાએ તેના લગ્ન દરમિયાન પહેરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ કાકુડા 12મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેની ફિલ્મ કમલ હાસનની ઇન્ડિયન 2 સાથે ટકરાશે.