Gujarat Election Result 2022 : ગુજરાતમાં ભાજપે તોડયો કોંગ્રેસનો 37 વર્ષ જૂનો રેકોર્ડ, 156 બેઠકો પર વિક્રમી જીત, કોંગ્રેસના સુપડા સાફ,
ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે પાર્ટીએ રાજ્યમાં સતત 7મી વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાત જીતી રહી છે. હવે પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેમાં ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત
જેમાં પીએમ મોદીએ સંભાળેલી પ્રચારની કમાનના પગલે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ પોતાની વિશ્વસનીયતા બચાવી શક્યા નહિ. જ્યારે ભાજપના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જંગી મતોથી જીત્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘ભાજપે ત્રણ રેકોર્ડ બનાવ્યા છે. જનતાએ જંગી બહુમતીથી ભાજપ માટે સંકલ્પ કર્યો હતો. હું ગુજરાતની જનતાને નમન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વડા પ્રધાને અથાક પ્રયાસો કર્યા જેમાં તેમણે રોડ-શોના સહિત અનેક જનસભાને પણ સંબોધી હતી. ગુજરાતની જનતા વડાપ્રધાનને દિલથી પ્રેમ કરે છે. પ્રધાનમંત્રીની સાથે હું ગૃહમંત્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત છે.
ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.
ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો
આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાતએ હંમેશા ઈતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પીએમ મોદીના વિકાસ મોડેલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. ગુજરાતે ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે, જેણે પોકળ વચનો, મોજશોખ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને લોકકલ્યાણને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. આ જંગની જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય, દિલથી ભાજપની સાથે છે.
ગુજરાતે બે દાયકામાં મોદીના નેતૃત્વમાં નવા રેકોર્ડ બનાવ્યા છે : જેપી નડ્ડા
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, “ગુજરાત ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત એ વિકાસ, સુશાસન અને જન કલ્યાણ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની જીત છે.” વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ ભવ્ય જીત બદલ અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને ભાજપ ગુજરાતના તમામ કાર્યકરોને અભિનંદન. ગુજરાતે મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં વિકાસના નવા રેકોર્ડ બનાવ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને જીતનો નવો રેકોર્ડ સર્જ્યો છે. દરેક વર્ગે દિલથી ભાજપને આશીર્વાદ આપ્યા. પાર્ટીની નીતિઓમાં જનતાના અતૂટ વિશ્વાસની આ જીત છે.