Gujarat Election 2022 : અમદાવાદની જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક પર ખેલાશે ખરાખરીનો જંગ
આ વખતે વર્ષ 2017માં જમાલપુર -ખાડિયા વિધાનસભા બેઠક પર ફરી એકવાર બે પૂર્વ અને એક વર્તમાન ધારાસભ્ય મેદાનમાં છે. જેમાં આ વખતે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બેઠક જાળવી રાખવા કોંગ્રેસમાંથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. જ્યારે ત્રીજી તરફ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા AIMIM તરફથી ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક એક બેઠક જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોર લગાવી રહી છે.. ક્યાંક પોતાની સ્ટ્રેનથ થી તો ક્યાંક બીજાના મત માં વિભાજન સાથે બેઠક જીતમાં ફેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.. આજે આપણે અમદાવાદની એક એવી વિધાનસભા બેઠકની વાત કરીશું કે જે બેઠક પર મુસ્લિમ મતદારો 65 ટકા હોવા છતાં ભાજપ 2012 માં આ બેઠક જીતવામાં સફળ થયું હતું.. 2022 માં ફરી એકવાર 2012 જેવા સમીકરણો સર્જાયા છે ત્યારે ભાજપ ફરીએકવાર બેઠક જીતવા પ્રયત્નશીલ છે.
બેઠક પરના પરિણામો ચોક્કસ અપસેટ સર્જી શકે તેમ છે.
જ્યારે વર્ષ 2017માં જમાલપુર -ખાડિયા વિધાનસભા બેઠક પર ફરી એકવાર બે પૂર્વ અને એક વર્તમાન ધારાસભ્ય મેદાનમાં છે. જેમાં આ વખતે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બેઠક જાળવી રાખવા કોંગ્રેસમાંથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. જ્યારે ત્રીજી તરફ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલા AIMIM તરફથી ઉમેદવાર બનાવ્યા છે. તેવા સમયે આ બેઠક પરના પરિણામો ચોક્કસ અપસેટ સર્જી શકે તેમ છે.
મુસ્લિમ ઉમેદવારોમાં ભાગલા પડતા ભાજપ બેઠક જીતવામાં સફળ થયું હતું
અમદાવાદના મુસ્લિમ મતદાતાઓના પ્રભુત્વ વાળી જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક 2012 માં બે વિધાનસભાઓના વિસ્તારને એકત્રિત કરીને બનાવવામાં આવી. એ પૂર્વે ખાડિયા અને જમાલપુર એમ બે અલગ-અલગ વિધાનસભા બેઠકો હતી. જેમાં ખાડિયામાં ભાજપ અને જમાલપુરમાં કોંગ્રેસ જીવતું આવ્યું છે. 2012 માં નવા સીમાંકન બાદ ખાડિયા-જમાલપુર વિધાનસભા અસ્તિત્વમાં આવી. નવી વિધાનસભાના 2 લાખ મતદાતાઓ પૈકી 65 ટકા મતદાતાઓ મુસ્લિમ છે.. વધુ મતદાતાઓના કારણે સ્વાભાવિક જ આ બેઠક મુસ્લિમ ઉમેદવારને પક્ષે જાય.. 2012 માં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે અપક્ષ સાબિર કાબલીવાલા અપક્ષ ઉમેદવાર હતા. મુસ્લિમ ઉમેદવારોમાં ભાગલા પડતા ભાજપ બેઠક જીતવામાં સફળ થયું હતું.
વર્ષ 2012માં વિધાનસભા બેઠકના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2012માં ભાજપે આ બેઠક જીતી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટને 48058 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સમિરખાન પઠાણ – 41727 મત મળ્યા હતા. જ્યારે પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર સાબીર કાબલીવાલાને 30515 મત મળ્યા હતા. જેમાં ભાજપની 6331 હજાર મતથી જીત થઇ હતી. 2017માં સીધો મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ હોવાથી કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ની જીત થઈ હતી.
વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની ટીકીટ ન મળતાં ફરી એક વાર સાબીર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નાંધાવી હતી જો કે છેલ્લા દિવસે ઉમેદવારી પરત લેતાં કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો હતો. જમાલપુર-ખાડીયા બેઠકના જ્ઞાતી સમીકરણની વાત કરીએ તો જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર સૌથી વધુ મુસ્લિમ સમાજના મતદારો છે.
કુલ 2.15 લાખ મતદારો જમાલપુર-ખાડીયા વિધાનસભા વિસ્તારમાં છે. જેમાંથી 65 ટકા મુસ્લિમ જ્યારે 35 ટકા હિન્દૂ મતદારો છે. કોંગ્રેસ અહીંયા મુસ્લિમ મતદારોને જાગૃત કરતી જોવા મળી રહી છે કે AIMIM એ ભાજપની બી ટિમ એટલે કે લીલું કમળ છે. તેને મત ના આપવો નહીં તો ભાજપ જીતશે. તો ભાજપ તેની વિકાસની રાજનીતિ અને કોંગ્રેસની રણનીતિ માં વિક્ષેપની રાહ જોઈ રહ્યા છે.
જેમાં ટ્રાફિક, ઉભરાતી ગટરો , પોલ્યુશન યુક્ત પાણી, નવા ડેવલપની અછત, ગાર્ડન સહિત કોમ્યુનિટી હોલનો અભાવ, ગેરકાયદેસર બાંધકામ આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ છે. કોંગ્રેસના ઉમેદવાર તેમણે પોતાની ગ્રાન્ટમાંથી કરેલા કામ તો ભાજપ પ્રધાન મંત્રીના ચહેરા અને વિકાસના નામે મત માંગી રહ્યા છે. કાબલીવાળા પોતાના ભુતકાળના કામો ને આગળ ધરી મત માંગી રહ્યા છે જોવાનું એ છે કે મતદારો કોને જમાલપુર ખાડીયાનો તાજ પહેરાવે છે.