AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળની પહેલી જ કેબિનેટ બેઠકમાં આયુષ્યમાન યોજનાને મંજૂરી અપાશે, બંગાળમાં ભયમુક્ત વાતાવરણની મોદી ગેંરટીઃ PM મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2026 | 8:55 PM
Share

5 State Assembly Election Results 2026 LIVE Counting and Updates in Gujarati: આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ જશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે પશ્ચિમ બંગાળ સાથે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંગાળમાં મતદાનનો બીજો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. 

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળની પહેલી જ કેબિનેટ બેઠકમાં આયુષ્યમાન યોજનાને મંજૂરી અપાશે, બંગાળમાં ભયમુક્ત વાતાવરણની મોદી ગેંરટીઃ PM મોદી

આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ જશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે પશ્ચિમ બંગાળ સાથે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંગાળમાં મતદાનનો બીજો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. અસમ રાજ્યમાં 126 વિધાનસભા બેઠક, કેરળ રાજ્યમાં 140 વિધાનસભા બેઠક, તમિલનાડુ રાજ્યમાં 234 વિધાનસભા બેઠક, 
પશ્ચિમ બંગાળ રાજ્યમાં 294 વિધાનસભા બેઠક, પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 વિધાનસભા બેઠકના પરિણામાં આજે જાહેર થશે. આ ઉપરાંત પેટા ચૂંટણી માટે 8 બેઠકોના પણ પરિણામાં આજે જ જાહેર થવાના છે. આમ તમામ મળીને કુલ 832 વિધાનસભા બેઠકો થાય છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2026 07:45 PM (IST)

    પહેલી જ કેબિનેટની બેઠકમાં આયુષ્યમાન ભારતની યોજનાને લાગુ કરાશે, બંગાળમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાની મોદી ગેરંટી : PM મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી જ કેબિનેટની બેઠકમાં આયુષ્યમાન ભારતની યોજનાને લાગુ કરાશે. તેને રોકનારા સામે કડક કાર્યવાહી કરાશે. ભયમુક્ત વાતાવરણ બનાવીને બતાવશે આ મોદીની ગેરંટી છે.

  • 04 May 2026 07:43 PM (IST)

    બંગાળમાં નવો સૂર્યોદય થયો, લોકોએ અહંકારી, હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી : PM મોદી

    વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભલે આજે 4 મેની સાંજ ભલે ઢળતી હોય પરંતુ બંગાળ માટે એક નવો સૂર્યોદય થયો છે. એક એવી સવાર, જેની પ્રતિક્ષા પેઢીઓએ કર્યો છે. ભાજપે જેટલી બેઠકો જીતી છે એ અહંકાર છે. હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી છે. બંગાળની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે. જ્યા વિકાસ અતૂટ વિશ્વાસ કદમથી કદમ મિલાવીને ચાલશે. બંગાળના ઉત્તમ ભવિષ્ય માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. રોજગારી મળશે. પલાયન રોકાશે.

  • 04 May 2026 07:38 PM (IST)

    આજથી બંગાળ ભયમુક્ત થયું છે, બાંગ્લામાં પરિવર્તન થયું છે : PM મોદી

    બંગાળના ભાગ્યમાં આજથી એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. આજથી બંગાળ ભયમુક્ત થયું છે. બાંગ્લામાં પરિવર્તન થયું છે. આ જીતની સાથોસાથ વંદેમાતરમના 150 વર્ષની સાથે બંગાળના લોકોને સાદર નમન કર્યાં છે.

  • 04 May 2026 07:35 PM (IST)

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીનો હાઈએસ્ટ વોટશેર મળ્યો : PM મોદી

    દેશના 20થી વધુ રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર છે. અમારો મંત્ર છે નાગરિક દેવો ભવઃ જનતાની સેવામાં જોડાયેલા છીએ. એથી જ જનતા ભાજપ પર ભરોષો કરી રહી છે. જનતા સ્પષ્ટ જોઈ રહી છે જ્યા ભાજપ ત્યાં ગુડ ગર્વનન્સ. જયા ભાજપ ત્યાં વિકાસ. પાછલા વર્ષનો ટ્રેન્ડ જુઓ હરિયાણામાં ફરી સરકાર, મહારાષ્ટ્રમાં સરકાર, દિલ્હીમાં સફળતા મળી, બિહારમાં પણ સરકાર જોવા મળી. આ વિધાનસભા જ નહીં. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ટ્રેન્ડ જોવા મળે છે. ગુજરાતની અત્યાર સુધીનો હાઈએસ્ટ વોટશેર મળ્યો છે.

  • 04 May 2026 07:31 PM (IST)

    ગંગાજીની જેમ મા કામખ્યાની પણ ભાજપ ઉપર કૃપા વરસી : PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ગંગાજીની જેમ મા કામખ્યાની પણ ભાજપ પર કૃપા વરસી છે. આસામમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર જીતી છે.આસામના ચા વાળા ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. પુડુચેરીની જનતા સામે વિઝન  રાખ્યું હતુ. તેના પર જનતાએ વિશ્વાસ જગાવ્યો. જ્યા એનડીએ સરકારને ફરીથી સત્તા પર બેસાડી છે.

  • 04 May 2026 07:27 PM (IST)

    આપણા લોકતંત્ર જ નહીં, ભારતનું સંવિધાન પણ જીત્યું : PM મોદી

    પાંચ પ્રદેશની જનતાએ જણાવ્યું કે, મધર ઓફ ડેમોક્રસી કેમ છે. આ આપણી રગોમાં દોડતા સંસ્કાર છે. આજે ભારતનું લોકતંત્ર જ નથી જીત્યુ, ભારતનું સંવિધાન પણ જીત્યું છે. 93 ટકા મતદાન થયું એ ઐતિહાસિક રહ્યું છે. અસમ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં પણ મતદાનના નવો રેકોર્ડ બન્યો છે. જેમાં મહિલાઓની ભાગીદારી વિશેષ રહી છે. ચૂંટણી પંચના તમામનો પણ આભાર માનુ છું. ભારતના લોકતંત્રની ગરીમાં બનાવી રાખવામાં તમારા કાર્યને યાદ કરાશે. 14 નવેમ્બરે બિહારના પરિણામ આવ્યા ત્યારે આ જ સ્થળેથી મે કહ્યું હતું. ગંગાજી બિહારથી આગળ વધીને ગંગાસાગર સુધી જાય છે. બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલેલ છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ,બિહાર અને હવે પશ્ચિમ બંગાળ.

  • 04 May 2026 07:23 PM (IST)

    ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, ત્રિપુરાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજયઃ PM મોદી

    નીતિન નબિને હોદ્દો સંભાળ્યા બાદ આ પહેલી ચૂંટણી છે. તેમનુ માર્ગદર્શન કાર્યકર્તાઓને મળ્યું છે તે બહુમુલ્ય છે. આજે પેટાચૂંટણીઓના પરિણામ પણ ઉત્સાહ જનક રહ્યાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરામાં પણ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે.

  • 04 May 2026 07:20 PM (IST)

    આજનો દિવસ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા માટેનો દિવસ છે: PM મોદી

    પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત થયેલા કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક, અભૂતપૂર્વ છે. વર્ષોની સાધના, સિધ્દિમાં બદલાય તો ચહેરા પર ખુશી પ્રસરે તે દેશભરના ભાજપના કાર્યકરોના ચહેરા પર જોવા મળે છે. એક કાર્યકર્તા હોવાના સંબંધે, હુ દરેક કાર્યકર્તાની ખુશીમાં સામેલ થયો છું. આજનો દિવસ ખાસ છે. વિશેષ છે. દેશના ઉજ્જવળ ભવિષ્યની ઘોષણાનો દિવસ છે. ભારતના મહાન લોકતંત્ર પર, પરફોર્મેન્સના પોલિટીકલ પર, એક ભારત શ્રેષ્ઠ ભારતના નામ પરનો ભરોષો છે.

  • 04 May 2026 07:16 PM (IST)

    INDI ગઠબંધન હવે પત્તાની માફક તુટી પડશેઃ નીતિન નબિન

    આ ચૂંટણીના પરિણામો બાદ INDI ગઠબંધન હવે પત્તાની માફક તુટી પડશે. INDI ગઠબંધનના નેતાઓને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.

  • 04 May 2026 07:13 PM (IST)

    પીએમ મોદીને કારણે એન્ટી ઈન્કમબન્સી જોવા મળતી નથીઃ નીતિન નબિન

    એન્ટિ ઈન્કમબન્સી જેવી કોઈ ઘટના આસામમાં જોવા નથી મળતી. વડાપ્રધાન મોદીના નેતૃત્માં ગુજરાત, બિહાર, મઘ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની સરકાર પુનઃ જીતતી આવે છે. આ જ કારણોસર દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપનો વિજય થતો આવ્યો છે.

  • 04 May 2026 07:10 PM (IST)

    2014 બાદ યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયોઃ નીતિન નબિન

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકર્તાઓેને સંબોધતા કહ્યું કે, 2014 બાદ તમામ ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. તેમણે કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવતા કહ્યું કે, વર્ષોના સંઘર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા, તાનાશાહ, ભયના વાતાવરણ વચ્ચે પ્રાણનુ બલિદાન આપનારા કાર્યકર્તાને નમન કરુ છું.

  • 04 May 2026 06:59 PM (IST)

    દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે વિજય ઉજવણી, PM મોદી પહોચ્યાં

    બંગાળ અને આસામમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાથી પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. પાર્ટી કાર્યકરો હાલમાં દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબિન, રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોચ્યા છે. વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને ટૂંક સમય સંબોધશે.

  • 04 May 2026 06:13 PM (IST)

    West Bengal Election Results 2026 : કાર્યકર્તાઓની પેઢીઓના સંઘર્ષને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકોર્ડ વિજયઃ નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળમાં મળેલ ભવ્ય અને વિક્રમી જીતને લઈને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં જીત મેળવવા માટે પાર્ટીના અનેક કાર્યકરોની પેઢીઓના પ્રયાસ અને સંધર્ષને કારણે શક્ય બની છે. ભાજપના અનેક કાર્યકરોએ વાસ્તવિકતામાં સખત મહેનત કરી છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરી છે, તેને વેઢી છે.

  • 04 May 2026 05:01 PM (IST)

    West Bengal Election Results 2026 : અગ્નિમિત્ર પોલ આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40,839 મતે જીત્યા

    ચૂંટણી પંચે કરેલ સત્તાવાર જાહેરાત અનુસાર, ભાજપના નેતા અગ્નિમિત્ર પોલ, આસનસોલ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી 40,839 મતે જીત મેળવી છે. તેમણે ટીએમસીના તાપસ બેનર્જીને હરાવ્યા છે.

  • 04 May 2026 04:37 PM (IST)

    West Bengal Election Results 2026 : શ્યામા પ્રસાદ મુખર્જીના નિવાસસ્થાનની મુલાકાત લેશે ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય

    પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય, પત્રકાર પરિષદ બાદ શ્યામા પ્રસાદ મુખર્જીના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે.

  • 04 May 2026 04:31 PM (IST)

    West Bengal Election Results 2026 : બંગાળના ભવાનીપુરમાં મતગણતરી અટકાવી, મમતા-સુવેન્દુ બંને મતગણતરી કેન્દ્ર પર હાજર

    બંગાળના ભવાનીપુરમાં મતગણતરી અટકાવી દેવામાં આવી છે. 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીનું પ્રતિનિધિત્વ કરતા એક એજન્ટે શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ, મમતા પોતે મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. મમતા અને સુવેન્દુ બંને હાલમાં સ્થળ પર હાજર છે. CISFના DIG પણ ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે.

  • 04 May 2026 04:02 PM (IST)

    West Bengal Election Results 2026 : રાજ્યપાલ સાથે મુલાકાત માટે મમતાએ માંગ્યો સમય

    ભાજપે વિધાનસભાની ચૂટણી પરિણામોમાં બહુમતીના આંકડાને પાર કરતાની સાથે જ, મમતા બેનર્જીએ રાજ્યપાલ સાથે સાંજે 4:30 વાગ્યાનો સમય માંગ્યો છે.

  • 04 May 2026 03:28 PM (IST)

    West Bengal Election Results 2026 પશ્ચિમ બંગાળની ભગવાનગોળા બેઠક પરથી ટીએમસીના ઉમેદવારની 54,407 મતે જીત

    પશ્ચિમ બંગાળની ભગવાનગોળા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર 54 હજાર કરતા પણ વધુ મતે જીત મેળવી છે. તેમની નજીકના ઉમેદવાર ડાબેરીપક્ષના સીપીઆઈ (એમ)ના હતા. જેમને 49,590 મત મળ્યાં હતા.

  • 04 May 2026 02:57 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં ભાજપની વ્યૂહરચના જીતી-CM ભૂપેન્દ્ર પટેલ

    પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપની સ્પષ્ટ બહુમતીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ભાજપ પરિવારને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની વ્યૂહરચના જીતી છે.

  • 04 May 2026 02:46 PM (IST)

    મોદી-શાહની જોડીનો જાદૂ ચાલ્યો

    • મોદી-શાહની વ્યૂહરચનાએ મમતાને આપી માત
    • વડાપ્રધાન મોદી અને અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર
    • PM મોદીએ 21 રેલી અને 3 રોડ શો કર્યા
    • ગૃહપ્રધાન અમિત શાહે 20 રેલી અને 11 રોડ શો કર્યા
    • અમિત શાહે 5 ઝોનલ અને 10થી વધુ સંગઠનાત્મક બેઠક યોજી
  • 04 May 2026 02:25 PM (IST)

    Jorhat Vidhan Sabha Chunav Result 2026 Live: આસામમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇની હાર, જોરહાટ બેઠકથી હાર્યા ગોગોઇ

    આસામની જોરહાટ બેઠકથી કોંગ્રેસના ગૌરવ ગોગોઇની હાર થઇ છે. 13 રાઉન્ડની ગણતરી પછી, ભાજપના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીને 63,508 મત મળ્યા છે, જ્યારે ગૌરવ ગોગોઈને 43,882 મત મળ્યા છે.

  • 04 May 2026 01:39 PM (IST)

    Keralam Election Result 2026 Live: કેરળના પરિણામો બાદ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉજવણી

    કેરળ વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરોએ પાર્ટીની લીડની ઉજવણી કરી.

  • 04 May 2026 01:32 PM (IST)

    West Bengal Election Result 2026 Live: બંગાળમાં મમતા બેનર્જીના ઘરની બહાર સૂત્રોચ્ચાર

    બંગાળમાં મમતા બેનર્જીના ઘરની બહાર ભાજપ સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા.

  • 04 May 2026 01:12 PM (IST)

    West Bengal Election Result 2026 Live: આસનસોલમાં મતગણતરી શરૂ થતાં હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

    બંગાળના આસનસોલમાં મતગણતરી શરૂ થતાં હંગામો થયો. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.

  • 04 May 2026 12:58 PM (IST)

    West Bengal Election Result 2026 Live: નિરાશામાં તમારા બૂથ છોડશો નહીં… પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન

    બંગાળમાં પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન આવ્યું છે. તેમણે ટીએમસી કાર્યકરોને મતગણતરી કેન્દ્રો પર રહેવા અને નિરાશામાં બૂથ છોડવા નહીં વિનંતી કરી છે. મમતાએ તેમના કાર્યકરોને કહ્યું, “ડરશો નહીં, અમારી જીત નિશ્ચિત છે. કેન્દ્રીય દળો કાયદા વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. અમને મતગણતરી કેન્દ્રો વિશે જાણ કરવામાં આવી રહી નથી. ઘણી જગ્યાએ મતગણતરી બંધ થઈ ગઈ છે.”

  • 04 May 2026 12:56 PM (IST)

    વિજયે તેમના ડ્રાઇવરના પુત્રને ટિકિટ આપી, એ બેઠક પર તે આગળ

    તમિલનાડુ વેટ્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા થલાપતિ વિજયે 2026 ની વિધાનસભા ચૂંટણી માટે વિરુગમબક્કમ મતવિસ્તારમાંથી તેમના ભૂતપૂર્વ ડ્રાઇવરના પુત્ર સબરીનાથનને ટિકિટ આપી છે. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે સબરીનાથન આગળ છે.

  • 04 May 2026 12:43 PM (IST)

    Election Results 2026 Live: ઉમરેઠની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારની જીત

    ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ ભવ્ય જીત નોંધાવી છે. હર્ષદ પરમારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 30 હજાર 500 મતોથી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભાજપે બેઠક પર પોતાની પકડ મજબૂત બનાવી છે અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.

  • 04 May 2026 12:25 PM (IST)

    Vidhan Sabha Chunav Results 2026 Live: મમતા બેનર્જી, સ્ટાલિન અને પિનરાયી વલણોમાં ચાલી રહ્યા છે પાછળ

    જેમ જેમ મતગણતરી ચાલુ છે, તેમ તેમ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સ્થિતિ ઉભરી રહી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી પાછળ છે. તમિલનાડુની કોલાથુર બેઠક પર એમકે સ્ટાલિન પાછળ છે. કેરળમાં, ધર્મદામ બેઠક પર પિનરાયી વિજયન પાછળ છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જલુકબારીમાં આગળ છે. પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પણ તેમની થટ્ટનચાવાડી બેઠક પર આગળ છે.

  • 04 May 2026 12:14 PM (IST)

    પીએમ મોદી આજે સાંજે 6:30 વાગ્યે પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે

    આજના ચૂંટણી પરિણામોને લઈને ભાજપ મુખ્યાલયમાં ઉત્સવનો માહોલ છે. પીએમ મોદી આજે સાંજે 6:30 વાગ્યે પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે.

  • 04 May 2026 12:07 PM (IST)

    બંગાળમાં ટીએમસીની દિવાલ તૂટતી દેખાઈ, ભાજપની મજબૂત લીડ

    અત્યાર સુધી, ભાજપ બંગાળમાં કમાન્ડિંગ લીડ જાળવી રાખી રહ્યું છે. તે જ સમયે, મમતા બેનર્જીની ટીએમસી સરકારની 15 વર્ષ જૂની દિવાલ તૂટી રહી છે. અંતિમ પરિણામો હજુ બાકી છે.

  • 04 May 2026 11:56 AM (IST)

    વડોદરા: બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદ

    વડોદરામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.55 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11 ટકા રહ્યું છે. શહેરભરમાં કુલ 6754 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરિણામોમાં A1 ગ્રેડ સાથે 137 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 779 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ઉજવણીનો માહોલ સર્જાયો છે.

  • 04 May 2026 11:40 AM (IST)

    સુરત: ધોરણ 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી

    સુરતમાં ધોરણ 12ના પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિણામ મળતાં જ વિદ્યાર્થીઓ ઢોલ-નગારા સાથે ઝૂમી ઉઠ્યા અને ઉજવણી કરી. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ ઉત્તમ પરિણામને લઈ આનંદ છવાયો, જ્યાં શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી. સારા પરિણામને પગલે કેટલાક વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા, જ્યારે હવે તેઓ પોતાના કરિયર માટે નવી દિશામાં આગળ વધવા ઉત્સાહિત નજરે પડી રહ્યા છે.

  • 04 May 2026 11:12 AM (IST)

    Tamil Nadu Election Result 2026 Live: અભિનેતા વિજયના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી

    તમિલનાડુમાં ટીવીના અગ્રણી અભિનેતા વિજયના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતા વિજયે રાજ્યમાં એક મહત્વપૂર્ણ આશ્ચર્ય સર્જ્યું છે. વિજયની પાર્ટી નંબર વન પાર્ટી બની છે. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે પાર્ટી 100 ને વટાવી ગઈ છે.

  • 04 May 2026 10:58 AM (IST)

    West Bengal Election Results Live: બંગાળમાં ટીએમસીનું પુનરાગમન

    પશ્ચિમ બંગાળમાં, ટીએમસીએ ભાજપની બેઠકોની લીડ ઘટાડી દીધી છે. ભાજપ 141 બેઠકો પર આગળ છે. દરમિયાન, ટીએમસીના ઉમેદવારો હવે 135 બેઠકો પર આગળ છે.

  • 04 May 2026 10:47 AM (IST)

    West Bengal Election Result 2026 Live: સિલિગુડીમાં ભાજપ કાર્યકરોની ઉજવણી

    બંગાળના સિલિગુડીમાં પાર્ટી કાર્યાલયમાં ભાજપ કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.

  • 04 May 2026 10:40 AM (IST)

    West Bengal Election Results 2026 Live: ભવાનીપુરમાં મમતા બેનર્જી 1,558 મતોથી પાછળ

    ચૂંટણી પંચના વલણો અનુસાર, મતગણતરીના બે રાઉન્ડ પછી, બંગાળના ભવાનીપુરમાં મમતા બેનર્જી 1,558 મતોથી પાછળ છે. સુવેન્દુ અધિકારી અહીં આગળ છે. નંદીગ્રામમાં પણ અધિકારી આગળ છે.

  • 04 May 2026 10:35 AM (IST)

    GSEB HSC 12th Result 2026: ધોરણ 12 સાયન્સનું 84.33 ટકા પરિણામ

    ધોરણ 12 સાયન્સના પરિણામોમાં રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો અને જિલ્લાઓનું પ્રદર્શન સામે આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારીયા રહ્યું છે, જ્યાં 98.62 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ લીમડી દાહોદ ખાતે 42.98 ટકા નોંધાયું છે. જિલ્લાવાર જોતા મોરબી જિલ્લો 94.85 ટકા સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44 ટકા સાથે સૌથી પાછળ રહ્યો છે. ખાસ નોંધનીય છે કે કુલ 209 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે.

  • 04 May 2026 09:52 AM (IST)

    West Bengal Election Results Live: વલણોમાં ભાજપ બહુમતીની નજીક

    બંગાળમાં ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચવાની નજીક પહોંચી ગયું છે. બહુમતનો આંકડો ૧૪૭ છે, અને ભાજપ 144 બેઠકો પર આગળ છે. ટીએમસી 101 બેઠકો પર આગળ છે.

  • 04 May 2026 09:38 AM (IST)

    Tamil Nadu Election Result 2026 Live: તમિલનાડુમાં એટર વિજયની પાર્ટી નંબર વન

    એટર વિજયની પાર્ટી, ટીવીકે, એ તમિલનાડુમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ટીવીકે 89 બેઠકો પર આગળ રહીને નંબર વન રહ્યું છે. આ દરમિયાન, બંગાળમાં કઠિન લડાઈ થવાની શક્યતા છે. આસામ અને પુડુચેરીમાં ચિત્ર સ્પષ્ટ છે.

  • 04 May 2026 09:21 AM (IST)

    Umreth by Poll Results 2026 :ઉમરેઠની પેટાચૂંટણીની મતગણતરી

    ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રારંભિક રુઝાનો સામે આવ્યા છે. ત્રણ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આગળ ચાલી રહ્યા છે અને તેમણે અંદાજે 6 હજાર મતોથી લીડ મેળવી છે. મતગણતરી આગળ વધતા અંતિમ પરિણામ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે, જેના પર સૌની નજર ટકેલી છે.

  • 04 May 2026 09:15 AM (IST)

    Assembly Election Results 2026 : ભવાનીપુરથી મમતા બેનર્જી ચાલી રહી છે પાછળ

    ભવાનીપુરથી મમતા બેનર્જી ચાલી રહી છે પાછળ

  • 04 May 2026 09:03 AM (IST)

    Assembly Election Results 2026 : તમિલનાડુના વલણોમાં વિજયની TVK બીજા નંબરથી આગળ ચાલતી પાર્ટી

    તમિલનાડુના વલણોમાં વિજયની TVK બીજા નંબરથી આગળ ચાલતી પાર્ટી છે.

  • 04 May 2026 08:55 AM (IST)

    Vidhan Sabha Election Result 2026 Live: વલણોમાં આસામમાં ભાજપને બહુમત

    વલણોમાં આસામમાં ભાજપને બહુમત મળતુ જોવા મળી રહ્યુ છે.

  • 04 May 2026 08:53 AM (IST)

    Vidhan Sabha Election Result 2026 Live: પશ્ચિમ બંગાળમાં ભાજપ 100થી વધુ બેઠક પર આગળ

    પશ્ચિમ બંગાળમાં ભાજપ 100થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 04 May 2026 08:50 AM (IST)

    Vidhan Sabha Election Result 2026 Live: દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં જલેબી તૈયાર કરવામાં આવી રહી છે

    દિલ્હી: આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થતાં દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં જલેબી તૈયાર કરવામાં આવી રહી છે. પાંચ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની મતગણતરી પણ આજે થઈ રહી છે.

  • 04 May 2026 08:41 AM (IST)

    West Bengal Election Result 2026 Live: ભવાનીપુરમાં મમતા બેનર્જી આગળ, અધીર રંજન ચૌધરી બહેરામપુરમાં પાછળ

    • ભવાનીપુરમાં મમતા બેનર્જી આગળ
    • ખડગપુરમાં ભાજપના દિલીપ ઘોષ આગળ
    • અધીર રંજન ચૌધરી બહેરામપુરમાં પાછળ
    • નોઆપારામાં ભાજપના અર્જુન સિંહ આગળ
    • ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારી પાછળ
    • નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી આગળ
    • બંને સીટો પર હુમાયુ કબીર આગળ
  • 04 May 2026 08:40 AM (IST)

    Assembly Election Results 2026 : તમિલનાડુ-કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ

    તમિલનાડુ-કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ ચાલી રહ્યુ છે.

  • 04 May 2026 08:34 AM (IST)

    Assembly Election Results 2026 : બંગાળમાં શરુઆતના વલણોમાં જોવા મળી રહી છે કાંટાની ચક્કર

    બંગાળમાં શરુઆતના વલણોમાં જોવા મળી રહી છે કાંટાની ચક્કર, 31 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે.

  • 04 May 2026 08:15 AM (IST)

    Anand Assembly by Poll Result : વિદ્યાનગરની BJVM કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી

    આજે પાંચ રાજ્યોની ચૂંટણી સાથે ઉમરેઠ વિધાનસભાની ખાલી પડેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ઉમરેઠમાં 59.04 ટકા મતદાન નોંધાયું હતું અને ભાજપના ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. મતગણતરી વિદ્યાનગર સ્થિત BJVM કોલેજ ખાતે શરૂ કરવામાં આવી છે, જ્યાં અંદાજે 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર છે. હવે જોવાનું રહ્યું કે આ બેઠક પર ભાજપ પુનરાવર્તન કરે છે કે પરિવર્તનનો માહોલ સર્જાય છે.

  • 04 May 2026 08:13 AM (IST)

    Vidhan Sabha Election Result 2026 Live: પાંચેય રાજ્યોમાં પોસ્ટલ મત ગણતરી શરૂ

    પાંચેય રાજ્યોમાં પોસ્ટલ મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 30-40 મિનિટ માટે પોસ્ટલ મત ગણતરી કરવામાં આવશે. આ પછી, પ્રથમ વલણો બહાર આવશે. EVM ખોલવાનું શરૂ થશે. આ પછી, પરિણામો જાહેર થવાનું શરૂ થશે.

  • 04 May 2026 07:52 AM (IST)

    મતગણતરી શરુ થતા પહેલા PM મોદીએ કરી X પોસ્ટ

    મતગણતરી શરુ થતા પહેલા PM મોદીએ  X પોસ્ટ કરી.

  • 04 May 2026 07:42 AM (IST)

    આણંદ : પેટલાદના સિલવાઈમાં જૂથ અથડામણ

    આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીની જૂની અદાવતને લઈ એક જ સમુદાયના બે જૂથો આમને સામને આવી ગયા હતા. બંને પક્ષોએ ડંડા અને ધારિયા જેવા હથિયારો વડે એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બબાલમાં આશરે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પેટલાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ આ અથડામણને કારણે ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.

  • 04 May 2026 07:30 AM (IST)

    પૂર્વોત્તરમાં આસામની ચૂંટણી પરિણામો પર સૌની નજર

    પૂર્વોત્તર ભારતના આસામમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી છે. ભાજપ અહીં સત્તાની હેટ્રીક નોંધાવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સતત બીજી વખત સીએમ પદ મળશે કે નહીં તે અંગે ઉત્સુકતા છે. બીજી તરફ, કોંગ્રેસ 2026ના પરિણામોમાં સત્તા હાંસલ કરી શકશે કે નહીં અને ગૌરવ ગોગોઈ પાર્ટીને ફરી સત્તા સુધી લઈ જઈ શકશે કે નહીં તે મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

  • 04 May 2026 07:29 AM (IST)

    તમિલનાડુ અને કેરળના પરિણામો પર પણ નજર

    તમિલનાડુ અને કેરળના ચૂંટણી પરિણામો પર પણ રાજકીય વર્તુળોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. તમિલનાડુની 234 બેઠકો અને કેરળની 140 બેઠકો માટે મતદાન યોજાયું હતું. અહીં એમ.કે. સ્ટાલિનની સત્તા સામે થલપથી વિજયનો પ્રભાવ પડકાર ઊભો કરશે કે નહીં તે ચર્ચાનો વિષય છે, જ્યારે AIADMK ફરી સત્તા પર વાપસી કરશે કે નહીં તે પણ મહત્વપૂર્ણ છે. કેરળમાં ડાબેરી સરકાર ફરી સત્તામાં આવશે કે કોંગ્રેસને તક મળશે તે અંગે અનિશ્ચિતતા છે. સાથે જ પુડુચેરીમાં પણ 30 બેઠકોના પરિણામો થોડીવારમાં જાહેર થવાના છે, જે સમગ્ર રાજકીય દૃશ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

  • 04 May 2026 07:21 AM (IST)

    5 રાજ્યોમાં કોની સત્તા ? થોડી વારમાં પરિણામ આવવાના થશે શરુ

    થોડીવારમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌની નજર ટકેલી છે. અહીં મમતા બેનરજીની સત્તા યથાવત રહેશે કે બદલાશે તે મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતી મેળવવા માટે 147 બેઠકોનો આંકડો પાર કરવો જરૂરી છે. જોકે, ફાલતા બેઠક પર હિંસા અને ગેરરીતિઓની ફરિયાદોને પગલે મતદાન રદ કરાયું છે, અને હવે ત્યાં 21 મેના રોજ ફરી મતદાન થશે તેમજ તેનું પરિણામ 24 મેના રોજ જાહેર થશે. તેથી, હાલ 294માંથી 293 બેઠકોના જ પરિણામો જાહેર થવાના છે.

  • 04 May 2026 07:08 AM (IST)

    ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્રની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા

    ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં સખાવત મેમોરિયલ સરકારી ગર્લ્સ હાઇ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં TMC ઉમેદવાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે.

  • 04 May 2026 07:06 AM (IST)

    આજે ઉમરેઠની પેટાચૂંટણીના પણ આવશે પરિણામ

    ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બેઠક ભાજપના નેતા ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. આ ચૂંટણીમાં કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ તરફથી હર્ષદ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર જોવા મળી.

  • 04 May 2026 07:03 AM (IST)

    પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીના મતવિસ્તાર, ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્ર પર હંગામો

    ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર હંગામો થયો, જ્યાં મમતા બેનર્જી ટીએમસીના ઉમેદવાર છે.

Published On - May 04,2026 7:01 AM

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">