AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : “એક પણ આરોપી બચવો ન જોઈએ!” બારડોલી હત્યાકાંડમાં પરિવારની ન્યાય માટે પોકાર,જાણો સંપૂર્ણ ઘટના

સુરતના બારડોલી વિસ્તારમાં સામે આવેલા શ્રમિક પરિવારના સામુહિક હત્યાકાંડ કેસ દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં વીમા પોલીસી સાથે જોડાયેલા કથિત કૌભાંડને એંગલ સામે આવ્યો છે. પોલીસને આશંકા છે કે વીમા પોલિસીનું કથિત કૌભાંડ બહાર આવવાના ડરે પરિવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

Breaking News : એક પણ આરોપી બચવો ન જોઈએ! બારડોલી હત્યાકાંડમાં પરિવારની ન્યાય માટે પોકાર,જાણો સંપૂર્ણ ઘટના
Surat
| Updated on: Nov 27, 2026 | 2:31 PM
Share

સુરતના બારડોલી વિસ્તારમાં સામે આવેલા શ્રમિક પરિવારના સામુહિક હત્યાકાંડ કેસ દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં વીમા પોલીસી સાથે જોડાયેલા કથિત કૌભાંડનો એંગલ સામે આવ્યો છે. પોલીસને આશંકા છે કે વીમા પોલિસીનું કથિત કૌભાંડ બહાર આવવાના ડરે પરિવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો શ્રમિક પરિવાર રોજગારની શોધમાં સુરત તરફ આવી રહ્યો હતો. આ સમયે બારડોલીના ઉવા નજીક ચાર શખ્સોએ તેમની કાર આંતરી હોવાનો આરોપ છે. ત્યારબાદ પરિવારના છ સભ્યોને નહેરના ઊંડા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ભયાનક ઘટનામાં 13 વર્ષના એક સગીરનો ચમત્કારિક બચાવ થયો હતો. બાળકની ઓળખ અને તેણે આપેલી માહિતી પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

બાળકની ઓળખના આધારે આરોપીની ધરપકડ

બાળકે આપેલી ઓળખના આધારે પોલીસે મહારાષ્ટ્રના પારોલામાંથી દયાનંદ ઉર્ફે ખાંડ્યા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ કરીને ઘટનામાં અન્ય કોણ સામેલ હતું, હત્યાનું કારણ શું હતું અને વીમા પોલિસી સાથે આ કેસનો સંબંધ કેટલો છે તે દિશામાં તપાસ કરી રહી છે.

કેનાલમાંથી મૃતદેહ મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો

આ પરિવારની સામુહિક હત્યાના કેસમાં સરભણ ગામની નહેરમાંથી પ્રથમેશનો મૃતદેહ પણ મળી આવ્યો છે. નહેરમાંથી એક પછી એક મૃતદેહ મળતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. એક તરફ સ્વજનોની અંતિમવિધિ ચાલી રહી છે, તો બીજી તરફ પરિવારના સભ્યો ન્યાયની માગ સાથે પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં સામેલ કોઈપણ આરોપી બચવો ન જોઈએ અને તમામને કડકમાં કડક સજા મળવી જોઈએ.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસને શંકા છે કે વીમા પોલિસી સંબંધિત કથિત ગેરરીતિ બહાર આવવાના ડરથી પરિવારની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હોઈ શકે છે. જોકે, આ મામલે વીમા પોલિસીનો ચોક્કસ હેતુ અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ હજુ ચાલુ છે. પરિવારના આક્રંદનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે પરિવારને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : Breaking News: અમદાવાદના ઈસનપુરમાં મોબાઈલ ટાવરમાં લાગી આગ, દૂર-દૂર સુધી ફેલાયો ધુમાડો, જુઓ VIDEO

Follow Us
g clip-path="url(#clip0_868_265)">