AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2027 માટે મુંબઈ ઈન્ડિયન્સનો ઐતિહાસિક યુ-ટર્ન! રોહિત શર્માને ફરી સોંપાઈ કેપ્ટનશીપ

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટનશીપ સોંપી છે. હાર્દિક પંડ્યાની નિષ્ફળ કેપ્ટનશીપ અને નબળા પ્રદર્શન બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

Breaking News : IPL 2027 માટે મુંબઈ ઈન્ડિયન્સનો ઐતિહાસિક યુ-ટર્ન! રોહિત શર્માને ફરી સોંપાઈ કેપ્ટનશીપ
| Updated on: Nov 27, 2026 | 6:21 PM
Share

મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય: IPL 2027 પહેલાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. ટીમે ફરી એકવાર પોતાના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. આ નિર્ણયથી મુંબઈના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ફરી વિશ્વાસ

IPL 2024 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે અચાનક મોટો ફેરફાર કરતાં રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. જોકે, આ નિર્ણય ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. ત્રણ સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સતત ઉતાર-ચઢાવભર્યું રહ્યું હતું અને ટીમ બે વખત પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

IPL 2026માં પણ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમે 14 લીગ મેચોમાંથી માત્ર ચાર મેચમાં જીત મેળવી હતી અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. સતત નબળા પ્રદર્શનને કારણે ટીમના મેનેજમેન્ટે આગામી સીઝન પહેલાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

હાર્દિક પંડ્યાની વિદાય બાદ ટીમમાં મોટો ફેરફાર

ટીમમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને નબળા પ્રદર્શન વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સે ટીમની રચનામાં ફેરફાર કર્યો છે. હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સમાં ટ્રેડ કરવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ મોટા ફેરફાર બાદ હવે રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે.

રોહિત શર્મા IPLના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ

રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના સૌથી સફળ અને લોકપ્રિય ખેલાડીઓમાં ગણવામાં આવે છે. વર્ષ 2013માં સીઝનની વચ્ચે ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ તેમણે મુંબઈ ઈન્ડિયન્સને નવી ઊંચાઈએ પહોંચાડી હતી. તેમની આગેવાની હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં એમ કુલ પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી.

આ સિદ્ધિ સાથે રોહિત શર્મા IPL ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન ધરાવે છે. તેઓ મહેન્દ્ર સિંહ ધોની સાથે પાંચ-પાંચ IPL ટાઇટલ જીતનારા કેપ્ટનોમાં સામેલ છે.

રોહિત શર્માએ અત્યાર સુધી IPLમાં કુલ 158 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન તેમની ટીમે 87 મેચમાં જીત મેળવી છે, જ્યારે 67 મેચમાં હારનો સામનો કર્યો છે. કેપ્ટન તરીકે તેમની જીતની ટકાવારી 55.06 ટકા રહી છે.

હવે IPL 2027માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર છઠ્ઠું ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તેવી અપેક્ષા છે. જોકે, ટીમના આ નવા નિર્ણય બાદ આગામી સીઝનમાં મુંબઈનું પ્રદર્શન કેવું રહેશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

IND vs NZ બીજી ટેસ્ટનો પહેલો દિવસ સમાપ્ત,ભારતના આ ખિલાડી એ કર્યું ડેબ્યૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">