AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્કી વગર બનશે 26 વર્ષ જૂની ફિલ્મનો ‘બીજો ભાગ’? લીડ હીરોનું પત્તું કાપી મેકર્સે રમ્યો ‘મોટો દાવ’

26 વર્ષ પહેલાં આવેલી સુપરહિટ ફિલ્મની યાદો આજે પણ દર્શકોના દિલમાં તાજી છે. એવામાં હવે તેની સિક્વલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ તો, આ મૂવીનું પ્લાનિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

અક્કી વગર બનશે 26 વર્ષ જૂની ફિલ્મનો 'બીજો ભાગ'? લીડ હીરોનું પત્તું કાપી મેકર્સે રમ્યો 'મોટો દાવ'
| Updated on: Nov 27, 2026 | 5:49 PM
Share

વર્ષ 2000માં બોલિવૂડ ડાયરેક્ટર ધર્મેશ દર્શને ‘Dhadkan’ નામની ફિલ્મ બનાવી હતી, જેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ લવ સ્ટોરીએ મોટા પડદા પર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીની એવી ત્રિપુટી રજૂ કરી હતી કે, દર્શકો આજ સુધી તેમને યાદ કરે છે.

જો બોલિવૂડના ગલિયારાઓમાંથી સામે આવતા તાજા સમાચારોનું માનીએ તો, ફિલ્મ ‘ધડકન’ ની સિક્વલ ટૂંક સમયમાં જ દર્શકોની સામે હશે, જેના માટે મેકર્સે તૈયારી શરૂ કરી દીધી છે.

ઇનસાઇડર્સ જણાવી રહ્યા છે કે, હાલના દિવસોમાં ‘Dhadkan 2’ નું પ્લાનિંગ જોરશોરથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ થઈ જશે.

Akshay Kumar નહીં હોય Dhadkan 2 નો હિસ્સો?

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ ‘Dhadkan 2’ ની વાર્તા આજના સમય મુજબ બનાવવામાં આવી રહી છે અને તેમાં સંપૂર્ણપણે નવી જ સ્ટારકાસ્ટ હશે. મેકર્સ જૂની સ્ટારકાસ્ટને રિપીટ કરવાના મૂડમાં નથી, જેના કારણે તેઓ નવા ચહેરાઓ શોધી રહ્યા છે.

આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે, આમાંથી અક્ષય કુમારનું પત્તું કપાઈ જશે, જે ‘ધડકન’ માં લીડ રોલ ભજવતા જોવા મળ્યા હતા. હવે અક્કી વગર ‘ધડકન’ સિરીઝને દર્શકો કેવી રીતે સ્વીકારશે? તે તો આવનારો સમય જ બતાવશે.

Suniel Shetty કરતા જોવા મળશે કેમિયો

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, મેકર્સ ‘ધડકન 2’ માં સુનીલ શેટ્ટીને રિપીટ કરશે. સુનીલે ‘ધડકન’ માં દેવનો રોલ ભજવ્યો હતો અને સિક્વલમાં એક સ્પેશિયલ કેમિયો કરતા જોવા મળશે.

સુનીલ શેટ્ટીનો રોલ વાર્તાને આગળ વધારવા માટે આવશે કે પછી મૂવીમાં કોઈ મહત્વની જગ્યાએ સુનીલ એન્ટ્રી મારશે? તે હજુ સ્પષ્ટ નથી પરંતુ એટલું પાક્કું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ‘દેવ’ બનીને ‘ધડકન 2’ માં પાછા ફરશે. ‘ધડકન’ માં સુનીલ શેટ્ટીએ કમાલનું પરફોર્મન્સ આપ્યું હતું અને પોતાના પાત્રને યાદગાર બનાવી દીધું હતું.

સિનેમાઘરોમાં આવે તે પહેલાં જ ‘Eetha’ ના નામે ‘ઐતિહાસિક રેકોર્ડ’, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ‘સ્થાન’ અને ‘સન્માન’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">