Assembly Election Results 2026 LIVE: બંગાળમાં ઊલટફેર, વલણોમાં ભાજપ આગળ, કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ
5 State Assembly Election Results 2026 LIVE Counting and Updates in Gujarati: આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ જશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે પશ્ચિમ બંગાળ સાથે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંગાળમાં મતદાનનો બીજો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો.
LIVE NEWS & UPDATES
-
મતગણતરી શરુ થતા પહેલા PM મોદીએ કરી X પોસ્ટ
મતગણતરી શરુ થતા પહેલા PM મોદીએ X પોસ્ટ કરી.
PM Modi Highlights Power of Skill, Diligence and Compassion in X post ahead of election results #PMModi #TV9Gujarati pic.twitter.com/wC7OPEq2qe
— Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2026
-
આણંદ : પેટલાદના સિલવાઈમાં જૂથ અથડામણ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીની જૂની અદાવતને લઈ એક જ સમુદાયના બે જૂથો આમને સામને આવી ગયા હતા. બંને પક્ષોએ ડંડા અને ધારિયા જેવા હથિયારો વડે એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બબાલમાં આશરે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પેટલાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ આ અથડામણને કારણે ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
-
-
પૂર્વોત્તરમાં આસામની ચૂંટણી પરિણામો પર સૌની નજર
પૂર્વોત્તર ભારતના આસામમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી છે. ભાજપ અહીં સત્તાની હેટ્રીક નોંધાવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સતત બીજી વખત સીએમ પદ મળશે કે નહીં તે અંગે ઉત્સુકતા છે. બીજી તરફ, કોંગ્રેસ 2026ના પરિણામોમાં સત્તા હાંસલ કરી શકશે કે નહીં અને ગૌરવ ગોગોઈ પાર્ટીને ફરી સત્તા સુધી લઈ જઈ શકશે કે નહીં તે મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
-
તમિલનાડુ અને કેરળના પરિણામો પર પણ નજર
તમિલનાડુ અને કેરળના ચૂંટણી પરિણામો પર પણ રાજકીય વર્તુળોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. તમિલનાડુની 234 બેઠકો અને કેરળની 140 બેઠકો માટે મતદાન યોજાયું હતું. અહીં એમ.કે. સ્ટાલિનની સત્તા સામે થલપથી વિજયનો પ્રભાવ પડકાર ઊભો કરશે કે નહીં તે ચર્ચાનો વિષય છે, જ્યારે AIADMK ફરી સત્તા પર વાપસી કરશે કે નહીં તે પણ મહત્વપૂર્ણ છે. કેરળમાં ડાબેરી સરકાર ફરી સત્તામાં આવશે કે કોંગ્રેસને તક મળશે તે અંગે અનિશ્ચિતતા છે. સાથે જ પુડુચેરીમાં પણ 30 બેઠકોના પરિણામો થોડીવારમાં જાહેર થવાના છે, જે સમગ્ર રાજકીય દૃશ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
-
5 રાજ્યોમાં કોની સત્તા ? થોડી વારમાં પરિણામ આવવાના થશે શરુ
થોડીવારમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌની નજર ટકેલી છે. અહીં મમતા બેનરજીની સત્તા યથાવત રહેશે કે બદલાશે તે મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતી મેળવવા માટે 147 બેઠકોનો આંકડો પાર કરવો જરૂરી છે. જોકે, ફાલતા બેઠક પર હિંસા અને ગેરરીતિઓની ફરિયાદોને પગલે મતદાન રદ કરાયું છે, અને હવે ત્યાં 21 મેના રોજ ફરી મતદાન થશે તેમજ તેનું પરિણામ 24 મેના રોજ જાહેર થશે. તેથી, હાલ 294માંથી 293 બેઠકોના જ પરિણામો જાહેર થવાના છે.
-
-
ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્રની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા
ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં સખાવત મેમોરિયલ સરકારી ગર્લ્સ હાઇ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં TMC ઉમેદવાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે.
#WATCH पश्चिम बंगाल चुनाव 2026 | भवानीपुर विधानसभा क्षेत्र के सखावत मेमोरियल गवर्नमेंट गर्ल्स हाई स्कूल में काउंटिंग सेंटर के बाहर भारी सुरक्षा तैनात है।
राज्य की 293 विधानसभा सीटों के लिए वोटों की गिनती आज सुबह 8 बजे शुरू होगी।
TMC उम्मीदवार और CM ममता बनर्जी, भवानीपुर… pic.twitter.com/EbfDCONbxj
— ANI_HindiNews (@AHindinews) May 4, 2026
-
આજે ઉમરેઠની પેટાચૂંટણીના પણ આવશે પરિણામ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બેઠક ભાજપના નેતા ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. આ ચૂંટણીમાં કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ તરફથી હર્ષદ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર જોવા મળી.
-
-
પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીના મતવિસ્તાર, ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્ર પર હંગામો
ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર હંગામો થયો, જ્યાં મમતા બેનર્જી ટીએમસીના ઉમેદવાર છે.
#WATCH | Kolkata, West Bengal: A verbal argument broke out between the counting agents of TMC and BJP outside the counter centre at Sakhawat Memorial School in Bhabanipur assembly constituency.
Counting of votes for 293 Assembly constituencies of the state will begin at 8 AM… pic.twitter.com/cvJOrqHC6i
— ANI (@ANI) May 4, 2026
આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ જશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે પશ્ચિમ બંગાળ સાથે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંગાળમાં મતદાનનો બીજો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. અસમ રાજ્યમાં 126 વિધાનસભા બેઠક, કેરળ રાજ્યમાં 140 વિધાનસભા બેઠક, તમિલનાડુ રાજ્યમાં 234 વિધાનસભા બેઠક,
પશ્ચિમ બંગાળ રાજ્યમાં 294 વિધાનસભા બેઠક, પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 વિધાનસભા બેઠકના પરિણામાં આજે જાહેર થશે. આ ઉપરાંત પેટા ચૂંટણી માટે 8 બેઠકોના પણ પરિણામાં આજે જ જાહેર થવાના છે. આમ તમામ મળીને કુલ 832 વિધાનસભા બેઠકો થાય છે.
Published On - May 04,2026 7:01 AM
