AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો LIVE મેચ

ક્રિકેટપ્રેમીઓ માટે રવિવારનો દિવસ ખાસ રહેવાનો છે, કારણ કે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. આ મુકાબલામાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે. જાણો મેચનો સમય અને લાઇવ પ્રસારણની વિગતો.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો LIVE મેચ
india vs pakistanImage Credit source: X/Sony LIV
| Updated on: Nov 21, 2026 | 9:32 PM
Share

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે 22 નવેમ્બર, રવિવારે મહામુકાબલો રમાશે. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે. તેથી આ મુકાબલો સેમિફાઇનલની દિશામાં આગળ વધવા માટે ખૂબ મહત્ત્વનો રહેશે.

સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે મેચ

ભારતમાં આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. જ્યારે મોબાઇલ અને અન્ય ડિજિટલ ઉપકરણો પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ દ્વારા કરવામાં આવશે. એટલે કે, ક્રિકેટપ્રેમીઓ ટીવી ઉપરાંત મોબાઇલ પર પણ ભારત-પાકિસ્તાનની ટક્કરનો આનંદ માણી શકશે.

વૈભવ સૂર્યવંશી-અભિષેક શર્મા પર નજર રહેશે

ભારતીય ટીમની બેટિંગમાં વૈભવ સૂર્યવંશી સૌથી વધુ ચર્ચામાં રહેશે. નેપાળ સામેની પ્રથમ મેચમાં 15 વર્ષીય વૈભવ 32 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. હવે પાકિસ્તાન સામે તે મોટી ઇનિંગ રમવા ઉતરશે. તેની સાથે અભિષેક શર્મા પર પણ નજર રહેશે, જે નેપાળ સામે માત્ર 5 રન બનાવી શક્યો હતો. બીજી તરફ, તિલક વર્મા અને કુમાર કુશાગ્રે અગાઉની મેચમાં સદી ફટકારીને પોતાની ક્ષમતા બતાવી હતી.

પ્રિન્સ યાદવ-હર્ષિત રાણાનું જોરદાર ફોર્મ

ઈન્ડિયા Aનો બોલિંગ વિભાગ પણ મજબૂત દેખાઈ રહ્યો છે. લાંબા સમય બાદ મેદાન પર પરત ફરેલા હર્ષિત રાણાએ નેપાળ સામે શાનદાર પ્રદર્શન કરતાં 6 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રિન્સ યાદવે માત્ર 5 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. પાકિસ્તાન સામે પણ આ બંને બોલરો પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રહેશે.

ભારતીય ટીમનો હાથ ઉપર

આંકડાઓની વાત કરીએ તો ભારત A અને પાકિસ્તાન A વચ્ચે અત્યાર સુધી 14 વનડે મેચ રમાઈ છે. તેમાં ભારતીય ટીમે 9 મેચ જીતી છે. પાકિસ્તાન સામેનો આ મુકાબલો જીતનાર ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દિશામાં મજબૂત સ્થિતિમાં પહોંચી શકે છે. એક તરફ વૈભવ સહિતના ભારતીય બેટ્સમેનો પર નજર રહેશે, તો બીજી તરફ પાકિસ્તાનના માઝ સદકત અને સુફિયાન મુકીમ ભારતીય ટીમ માટે પડકાર ઊભો કરી શકે છે.

IND vs NZ: શુભમન ગિલને સદીથી રોકે છે 146નો આંકડો, ત્રીજી વખત બન્યો ગજબ સંયોગ

Follow Us
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
g clip-path="url(#clip0_868_265)">