હવે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે રામાયણ, મહાભારત અને ઉપનિષદ, શરૂ થયું હિન્દુ સ્ટડી સેન્ટર
અભ્યાસક્રમમાં રામાયણ પર એક પેપર, મહાભારત પર એક પેપર અને વેસ્ટર્ન મેથડ પર એક પેપર છે. મેજરમાં એક પેપર ભગવત ગીતા પર અને એક પેપર ઉપનિષદ પર છે. તેમણે કહ્યું કે મેજરમાં હિંદુ ધાર્મિક ગ્રંથો ભણાવવામાં આવશે, કારણ કે તે સ્ટડી સેન્ટરનો મુખ્ય ધ્યેય છે. યુનિવર્સિટીએ એકેડેમિક કેલેન્ડર પણ બહાર પાડ્યું છે.
દિલ્હી યુનિવર્સિટીમાં 20 નવેમ્બરે સેન્ટર ફોર હિન્દુ અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવન અને યજ્ઞ કર્યા બાદ હિંદુ અધ્યયનની પ્રથમ બેચ શરૂ થઈ હતી. હિંદુ સ્ટડી સેન્ટરમાં મેજર અને માઈનોર બંને વિકલ્પો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમની રુચિ અનુસાર જે ઈચ્છે તે લઈ શકે છે. માઈનોરમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર, કોમર્સ, પોલિટિકલ સાયન્સ જેવા જુદા-જુદા વિષયોનો પણ અભ્યાસ કરી શકશે.
સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્યુનિકેશન સ્કિલના પેપરનો સમાવેશ
તેમાં મહાત્મા ગાંધી, એમ.એન. રાય, પંડિત દીન દયાળ ઉપાધ્યાય, કૌટિલ્ય, મનુ સ્મૃતિ સાથે જોડાયેલા વિષયો પણ તેની સાથે ભણાવવામાં આવશે. દિલ્હી યુનિવર્સિટી સાઉથ કેમ્પસ ડાયરેક્ટર ડો. શ્રીપ્રકાશ સિંહે આ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્યુનિકેશન સ્કિલના પેપર પણ છે. તેમાં કેટલાક વિષયો ઉમેરીને યુજીસીનો સમગ્ર અભ્યાસક્રમ લેવામાં આવ્યો છે.
UG કરીને આવનાર વિદ્યાર્થી એડમિશન લઈ શકશે
આર્ટસ ફેકલ્ટીના ડીન ડો. અમિતાભ ચક્રવર્તીએ TV9 ભારતવર્ષને જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અહીં માસ્ટર્સ કરશે અને તેમાં 60 સીટ છે. UG કરીને આવનાર કોઈપણ વિદ્યાર્થી અહીં એડમિશન લઈ શકે છે.
ગીતા અને ઉપનિષદ પણ ભણશે વિદ્યાર્થીઓ
સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના સહ-નિર્દેશક ડો. પ્રેરણા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 60 સીટ માટે 500 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આ વખતે એડમિશન થઈ ચૂક્યા છે. ઓરિએન્ટેશન થયા બાદ એક કે બે દિવસમાં ક્લાસિસ શરૂ થશે. તેમણે આગળ જણાવ્યું કે, હિન્દુ સ્ટડી સેન્ટરનો અભ્યાસક્રમ ઘણો મોટો છે જેથી વિદ્યાર્થીઓને કારકિર્દીની માટે અન્ય તકો પણ મળી શકે છે.
આ પણ વાંચો : UGC NET 2023 પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો કયા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે
માઈનોરના અભ્યાસક્રમમાં રામાયણ પર એક પેપર, મહાભારત પર એક પેપર અને વેસ્ટર્ન મેથડ પર એક પેપર છે. મેજરમાં એક પેપર ભગવત ગીતા પર અને એક પેપર ઉપનિષદ પર છે. તેમણે કહ્યું કે મેજરમાં હિંદુ ધાર્મિક ગ્રંથો ભણાવવામાં આવશે, કારણ કે તે સ્ટડી સેન્ટરનો મુખ્ય ધ્યેય છે. યુનિવર્સિટીએ એકેડેમિક કેલેન્ડર પણ બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર તે જોઈ શકે છે.