UGC NET 2023 પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો કયા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે

UGC NET 2023 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિષય અનુસાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો UGC NET ની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈને પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરી શકે છે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

UGC NET 2023 પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો કયા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે
UGC NET Exam
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 8:22 PM

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે, UGC એ NET પરીક્ષા 2023નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. UGC NET 2023 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિષય અનુસાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો UGC NET ની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈને પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરી શકે છે.

રજીસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ થયું

UGC NET ડિસેમ્બર સેશન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 હતી. તમે અહીં આપવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા પરીક્ષાનું શેડ્યૂલ ચકાસી શકો છો.

UGC NET પરીક્ષાનું શેડ્યૂલ આ રીતે ચેક કરો

  • પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર Public Notices લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ Public Notice for Examination Schedule Of UGC-NET December 2023 લિંક પર ક્લિક કરો.
  • આગળના પેજ પર Check Scheduled લિંક પર જાઓ.
  • પરીક્ષાનું શેડ્યૂલ પીડીએફ ફોર્મેટમાં ખુલશે.

કયા દિવસે લેવાશે કઈ પરીક્ષા

વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, પહેલા દિવસે 6 ડિસેમ્બરે શિફ્ટ 1 અને 2 માં અનુક્રમે અંગ્રેજી અને ઈતિહાસના પેપર લેવાશે. બીજા દિવસે 07 ડિસેમ્બરે કોમર્સની પરીક્ષા પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે અને કમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશનની પરીક્ષા બીજી શફ્ટમાં લેવાશે. ફિલોસોફીની પરીક્ષા 8 ડિસેમ્બરે બીજી શિફ્ટમાં લેવામાં આવશે. પોલિટિકલ સાયન્સની પરીક્ષા 11 ડિસેમ્બરે પ્રથમ શિફ્ટમાં લેવાશે. બીજી શિફ્ટમાં હિન્દીની પરીક્ષા લેવાશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો : ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના

પરીક્ષા કેન્દ્ર સંબંધિત જાણકારી 10 દિવસ પહેલા NTA અને UGC NETની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ત્યારબાદ એડમિટ કાર્ડ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેના માટે જરૂરી વિગતો દ્વારા ડાઉનલોડ કરી શકશે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">