AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicinal Plant Farming: આ ઔષધીય પાકોની હંમેશા માગ રહે છે, સરકાર પણ ખેડૂતોને કરી રહી છે પ્રોત્સાહિત

ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નશીલ સરકાર ઔષધીય છોડની ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારની તમામ યોજનાઓ ચાલી રહી છે અને ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવી રહી છે.

Medicinal Plant Farming: આ ઔષધીય પાકોની હંમેશા માગ રહે છે, સરકાર પણ ખેડૂતોને કરી રહી છે પ્રોત્સાહિત
Farmer - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:06 PM
Share

આજના સમયમાં ખેડૂતો પરંપરાગત પાકોમાંથી રોકડિયા પાક તરફ વળી રહ્યા છે. ઔષધીય છોડ (Medicinal plants)ની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. દવાઓ બનાવવાથી લઈને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો સુધી તેનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં માગ પ્રમાણે ઉત્પાદનના અભાવે ખેડૂતો (Farmers) સારી કમાણી કરી રહ્યા છે અને કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરીને ઔષધીય છોડની ખેતી(Medicinal Plant Farming)કરાવી રહ્યા છે.

ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નશીલ સરકાર ઔષધીય છોડની ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારની તમામ યોજનાઓ ચાલી રહી છે અને ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં થતા ઔષધીય પાકોમાં પામરોઝા, મેન્થા/ફુદીનો, લેમન ગ્રાસ, સિટ્રોનેલા, તુલસી (ત્રણ જાત રામ / શ્યામ / મીઠી), પચોલી, વેટીવેર ખસ વગેરે ઔષધીય અને સુગંધિત પાકોની ખેતી થાય છે.

અન્ય ઔષધીયમાં શતાવરી-નેપાલી, ચંદ્રસુર (અસાળિયો), સર્પગંધા, ગરમર/કોલીયસ ફોર્સખોલી, કોચા, સ્ટીવીયા, અશ્ચગંધા, એલોવેરા/ કુંવારપાઠું વગેરે પાકોની ઓષધીય ખેતી થાય છે. તેમજ બાયો ડિઝલ જેટ્રોફા-રતનજ્યોતનું પણ વાવેતર થાય છે.

ઔષધીય પાકો ઘણા પ્રકારે છે ઉપયોગી

ઉપરોક્ત ઔષધીયો તેમજ સુંગધિત પાકોનો મેડીકલ સિવાય અન્ય ઘણી વસ્તુઓમાં કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. જેમ કે, સુંગધિત પાકોના તેલનો ઉપયોગ અત્તર-પરફ્યુમ, અગરબત્તી, દવા, કોસ્મેટિક, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થો, બેકરી, ડીટર્જન્ટ સાબુ વગેરે. ઔષધીના મૂળિયાં, પાન અને બીજ પણ ખુબ ઉપયોગી છે જેથી આ પાકની ખુબ વધારે માગ છે.

ઔષધીય પાકોની માગ અને ફાયદા

એક ખેડૂત અનુસાર ગુજરાતમાં ઔષધીય અને સુંગધિત પાકોની ખેતીનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે. જંગલો કપાઈ જતાં હવે ઔષધીય પાકની માગ ખુબ વધી છે એટલા માટે સરકાર પણ ઔષધીય પાકની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે અને ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતોને સબસીડી પણ આપી રહી છે.

ખેડૂત અનુસાર ઔષધીય પાકોનો મુખ્ય ફાયદો એ છે કે તે કિલોના ભાવે વેચાય છે તેમજ જંતુનાશક દવાની નહિવત જરૂરીયાત રહે છે. જો બજાર ભાવની વાત કરવામાં આવે તો પામરોઝા તેલનો ભાવ અંદાજીત 1500 રૂપિયા પ્રતિ કિ.ગ્રા. છે. તેવી જ રીતે મેન્થા-ફુદીના તેલનો ભાવ અંદાજીત 800 રૂપિયાથી વધુ પ્રતિ કિ.ગ્રા છે.

લેમનગ્રાસ તેલના 800 રૂપિયા પ્રતિ કિ.ગ્રા છે તથા સિટ્રોનેલા તેલનો ભાવ અંદાજીત 1 હજાર રૂપિયા પ્રતિ કિ.ગ્રા છે. જો અશ્વગંધાની વાત કરીએ તો સુકામુળનો પાંચ મહિનાના પાકના અંદાજીત ભાવ 1255 પ્રતિ કિ.ગ્રા ભાવ મળે છે. સર્પગંધાના 14 મહિનાના પાકના સુકા મૂળનો અંદાજીત ભાવ 400 પ્રતિ કિ.ગ્રા મળે છે. આ પ્રકારે આ ઔષધીયોની માગ અને ભાવ રહે છે.

આ પણ વાંચો: Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

આ પણ વાંચો: હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">