Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ
Padmashree Rahibai Soma Popre, popularly known as Bijamata (file photo)

રાહીબાઈ સોમા પોપરે એક મહિલા ખેડૂત છે. તેમને કૃષિ વિશેના તેમના જ્ઞાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહીબાઈ એક અભણ મહિલા છે, પરંતુ તેમણે પોતાની સફળતાના માર્ગમાં પોતાની નબળાઈને ક્યારેય સામે આવવા દીધી નથી.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 13, 2021 | 4:03 PM

દુનિયાભરમાં સીડમધર (Seedmother)ના નામથી પ્રખ્યાત રાહીબાઈ (Rahibai) સોમા પોપરે એક મહિલા ખેડૂત છે. તેમને કૃષિ વિશેના તેમના જ્ઞાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહીબાઈ એક અભણ મહિલા છે, પરંતુ તેમણે પોતાની સફળતાના માર્ગમાં પોતાની નબળાઈને ક્યારેય સામે આવવા દીધી નથી.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા રાહીબાઈ પોપ્રેને તેમના કામના કારણે બિજમાતાની ઓળખ મળી છે. એક વર્ષ અગાઉ, હાઇબ્રિડ સીડ્સ સામેના તેમના અભિયાનની વાર્તા પર શહેર-આધારિત ફિલ્મ નિર્માતા દ્વારા રાહીબાઈ પોપ્રેની ત્રણ મિનિટની ટૂંકી ફિલ્મને 72મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નેસ્પ્રેસો ટેલેન્ટ 2019ના આંતરરાષ્ટ્રીય વિભાગમાં ત્રીજું ઇનામ મળ્યું હતું.

રાહીબાઈ ક્યારેય શાળાએ ગયા નથી

રાહીબાઈ, જે ક્યારેય શાળાનો ઉંબરો ઓળંગ્યા નથી, તે સ્વદેશી બીજના સંરક્ષણ અને પ્રચાર માટે કામ કરે છે. વૈજ્ઞાનિકો પણ તેમના બીજના જ્ઞાનને લોખંડ સમાન માને છે. પોતાની મહેનતથી તેમણે દેશી બિયારણોની બેંક બનાવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. જ્યારે તેનો પૌત્ર ઝેરી શાકભાજી ખાધા પછી બીમાર પડ્યો ત્યારે તેઓએ દેશી બિયારણ તરફ ભાર મુક્યો હતો. પદ્મશ્રી (Padma Shri) રાહીબાઈ ઓર્ગેનિક ખેતીની સાથે સ્વદેશી બિયારણોના ઉપયોગ અને સંરક્ષણને પ્રાથમિકતા આપે છે. આ સાથે તે લોકોને ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

મળી ચુક્યું છે નારી શક્તિ સન્માન

આજે પરંપરાગત બિયારણની માંગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. આ સિવાય આ બિયારણોની માંગ વધી રહી છે. આજે બિયારણોની માંગ પૂરી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. નહિંતર, વધુ ઉપજની લાલસામાં દેશી બીજ લગભગ લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. જેના કારણે પાકમાં અનેક પ્રકારના રોગો થાય છે.

સીડ મધર તરીકે ઓળખાતી, રાહી બાઈ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતી છે. હાલમાં રાહીબાઈ 50 એકર જમીનમાં 17 થી વધુ પ્રકારના પાક ઉગાડે છે. તેણીને નારી શક્તિ સન્માન પણ મળ્યું છે. અને બીબીસીએ તેને 100 શક્તિશાળી મહિલાઓમાં પણ સામેલ કરી છે.

રાહીબાઈની સાદગીથી હર કોઈ પ્રભાવિત

પદ્મશ્રી પુરસ્કાર સમારંભ દરમિયાન જેણે પણ તેમની તસવીર જોઈ તેઓ તેમની સાદગીથી પ્રભાવિત થયા કારણ કે આટલા મોટા સન્માન સમારોહમાં તે તેના પરંપરાગત ડ્રેસમાં ખાલી પગે જ જોડાઈ હતી. 56 વર્ષની રાહી બાઈ સોમ પોપરે આજે પ્રાચીન પરંપરાઓમાંથી કૌટુંબિક જ્ઞાન અને તકનીકો સાથે ઓર્ગેનિક ખેતીને એક નવો આયામ આપી રહી છે. આદિવાસી પરિવારથી આવતા રાહી બાઈ બીજને બચાવવાનું કામ પૈતૃક હતું અને રાહી બાઈએ તેને આગળ વધાર્યું અને ઈતિહાસ રચ્યો છે.

લોકોને દેશી બિયારણ વિશે જાગૃત કર્યા

રાહીબાઈએ સ્વદેશી બીજને સાચવવા માટે રાજ્યોમાં પ્રવાસ કર્યો અને આવા સ્વદેશી બીજના મૂલ્ય વિશે જાગૃતિ પણ લાવી. તે લોકોને ઓર્ગેનિક ખેતી, કૃષિ-જૈવવિવિધતા અને જંગલી ખાદ્ય સંસાધનો વિશે શિક્ષિત કરે છે. રાહીબાઈએ ખેત તલાવડી અને પરંપરાગત વોટરકોર્સ સહિતની પોતાની જળ સંચયની રચનાઓ બનાવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

તેણે સફળતાપૂર્વક બે એકર બંજર જમીનને નફાકારક ખેતરમાં ફેરવી અને ત્યાં ઉગાડેલા શાકભાજીમાંથી કમાણી શરૂ કરી. રાહીબાઈએ ગ્રામીણ વિસ્તારો માટે મહારાષ્ટ્ર ટેક્નોલોજી ટ્રાન્સફર ઈન્સ્ટિટ્યૂટની મદદથી ઓર્ગેનિક ખેતી(Organic farming)ની તકનીકો પણ શીખી છે.

આ પણ વાંચો: આ સમુદાયે વરરાજાને દાઢી વધારવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય !

આ પણ વાંચો: ખેડૂતો આ વખતે કરો ભાલીયા ઘઉંની ખેતી, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા આ ઘઉંની મોટા પાયે ભારતમાંથી થાય છે નિકાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati