ગૃહિણીઓ માટે સારા સમાચાર ! દાળના ભાવ થશે સસ્તા, વાંચો આ અહેવાલ
વેપારીઓનું કહેવું છે કે રાજમાના ભાવમાં એક મહિનામાં સૌથી વધુ વધારો થયો છે. તેની કિંમતમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે અન્ય કઠોળના ભાવમાં 5 રૂપિયાથી 10 રૂપિયાનો વધારો થયો છે.
સરકારે સોમવારે ચાલુ નાણાકીય વર્ષમાં મ્યાનમારથી 2.5 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર દાળની આયાત માટેની પ્રક્રિયા અને પદ્ધતિ નક્કી કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દાળની આયાત માત્ર મુંબઈ, તૂતીકોરિન, ચેન્નઈ, કોલકાતા અને હજીરાના પાંચ બંદરો દ્વારા કરવામાં આવશે.
દાળની આયાત અંગે ભારત અને મ્યાનમાર વચ્ચે એમઓયુ (MOU) પર હસ્તાક્ષર થયા છે. ડીજીએફટીએ સૂચનામાં જણાવ્યું છે કે, “કરાર હેઠળ મ્યાનમારથી 2.5 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેર દાળની આયાત માટે પ્રક્રિયા અને પદ્ધતિ નક્કી કરવામાં આવી છે.”
મોંઘા ભાવની દાળથી રાહત મળશે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના છૂટક બજારોમાં કઠોળના ભાવ નવી ઉંચાઈએ છે. જેમાં રાજમાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે રાજમાના ભાવમાં એક મહિનામાં સૌથી વધુ વધારો થયો છે. તેની કિંમતમાં પ્રતિ કિલો 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે અન્ય કઠોળના ભાવમાં 5 રૂપિયાથી 10 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી કિંમતોમાં ઘટાડો થવાની ધારણા છે.
સરકાર ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી દાળ ખરીદશે
કર્ણાટકમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ખરીફ સિઝનની શરૂઆતમાં મગ અને અડદ જેવી દાળની જાહેર ખરીદી ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્ર સરકારે MSP પર વાજબી સરેરાશ ગુણવત્તાના 30,000 ટન મગ અને 10,000 ટન અડદની ખરીદીને મંજૂરી આપી છે.
કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આંકડા મુજબ ડાંગર હેઠળનો વિસ્તાર 400 લાખ હેક્ટરનો આંકડો પાર કરી ગયો છે. ખરીફ સિઝનની શરૂઆતમાં, ચોમાસાને કારણે ઘણા રાજ્યોમાં ડાંગરની રોપણીમાં વિલંબ થયો હતો, કારણ કે ડાંગરની ખેતી માટે પૂરતું પાણી ન હતું. બાદમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે ખેડૂતોએ ડાંગરનું વાવેતર ઝડપથી કર્યું.
મધ્ય પ્રદેશમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં 10.69 લાખ હેક્ટર, તેલંગાણામાં 8.19 લાખ હેક્ટર અને ઝારખંડમાં 1.73 લાખ હેક્ટરમાં વધારો થયો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને હરિયાણામાં પણ ડાંગરનો વાવેતર વિસ્તાર વધ્યો છે. કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં દાળનું વધારે વાવેતર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં તેમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન, તલ અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
આ પણ વાંચો : ગાજરની આ જાતોનું ખેડૂતો વાવેતર કરશે તો ઉત્પાદનની સાથે નફો પણ વધશે