ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન, તલ અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન, તલ અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Farming Activities

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે સોયાબીન, તલ અને બાજરીના પાકમાં શું કરવું.

સોયાબીન

1. મોલોમશીના નિયંત્રણ માટે ડાયમીથોએટ, ફોસ્ફામીડોન, મીથાઈલ ઓડીમેટોનનો છંટકાવ કરવો.

2. ગર્ડલ બીટલ માટે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી. અથવા થાયોમીથોકઝામ ૧૨.૬ + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪-૫ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

3. લશ્કરી ઇયળના નિયંત્રણ માટે એન.પી.વી. નો છંટકાવ કરો.

4. બેસિલસ થુરેન્જીન્સીસ જીવાણુંનાં પાવડર ૧૫ ગ્રામ અથવા બ્યુવેરીયા બાસિયાના ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.

તલ

1. તલમાં પાન કોકડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી ૫.૦૦ કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

2. ગુચ્છપર્ણનો રોગ ચૂસિયાં પ્રકારની જીવાતથી ફેલાય છે, તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામીથોએટ ૧૦ મિ.લી. અથવા ફોસ્ફામીડોન ૧૦ મિ.લી. કીટક નાશક દવા ૧૦ લીટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

3. પાન વળનારી અથવા માથા બાંધનારી ઇયળ માટે ક્વિનાલફોસ ૨૦ મિ.લી. અથવા કલોપાયરીફોસ ૧૦ મિ.લી. પૈકી કોઇ પણ એક દવા ૧૦ લિટર પાણીમાં મેળવી પ્રથમ ફુલ બેસવાની અવસ્થાએ અને બીજો છંટકાવ ૧૦-૧૫ દિવસે કરવો.

4. તલ પાકમાં બ્લુ કોપર હેક્ઝીક્લોરાઇડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચીંગ કરવું.

બાજરી

1. બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ

Click on your DTH Provider to Add TV9 Gujarati