જાણો બટાકાની આધુનિક ખેતી પદ્ધતિ, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન અને વધારે નફો
બટાકાનાની આગોતરી જાતોની વાવણી 15 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. જ્યારે સામાન્ય જાતોનું વાવેતર 15-25 ઓક્ટોબર સુધીમાં થાય છે.
શાકભાજીના રાજા બટાકાના (Potato) ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં પણ ઘણા ભાગોમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠાના ડીસામાં બટાકાની ખેતી મોટા પાયે કરવામાં આવે છે.
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો કંપનીઓ સાથે મળી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાની ખેતી કરી રહ્યા છે. બટાકામાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને સોડિયમ જેવા તત્વો હોય છે. બટાકાનો ઉપયોગ ખોરાક સિવાય ઘણા ઉદ્યોગોમાં વ્યાપકપણે થાય છે.
બટાકાનાની આગોતરી જાતોની વાવણી 15 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. જ્યારે સામાન્ય જાતોનું વાવેતર 15-25 ઓક્ટોબર સુધીમાં થાય છે. બટાકા ઠંડી ઋતુનો પાક છે. આ પાકનું સરેરાશ તાપમાન 16 થી 21 ડિગ્રી સે. હોય છે. ઘઉં, ડાંગર અને મકાઈ પછી બટાકા સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, બટાકા મૂળ પેરુથી આવ્યા હતા અને તેના ગુણધર્મોને કારણે, તેનો વ્યાપ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચાલો તેની ખેતી વિશે જાણીએ.
બટાકા માટે કઈ પ્રકારની જમીનની જરૂર છે ?
બટાકા મધ્યમથી હળવા કાંપવાળી જમીનમાં સારી રીતે ઉગાડી શકાય છે. જમીન સારી રીતે સુકાયેલી હોવી જોઈએ. ખેતરમાં ખેડ 20 થી 25 સેમી કરવી જોઈએ. જમીનમાં છાણિયું ખાતર ફેલાવીને બે થી ત્રણ પાળી કરીને જમીનને ફળદ્રુપ બનાવવી જોઈએ.
વાવણી કરવાની સાચી રીત
કૃષિ વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બટાકાની વાવણી કરતી વખતે, હંમેશા તેમની વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખો. જેના કારણે છોડને પ્રકાશ, પાણી અને પોષક તત્વો સરળતાથી મળે છે. નિષ્ણાતોના મતે, બટાકાની બે ક્યારી વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 50 સેમી અને બે છોડ વચ્ચેનું અંતર 20-25 સેમી હોવું જોઈએ.
બટાકાના છોડ જમીનના ઉપરના સ્તરોમાં ઉગે છે, તેથી વાવેતર પછી આ પાકને પ્રથમ પિયત આપવું જોઈએ. સામાન્ય રીતે 6 થી 8 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. પાકની વૃદ્ધિ પૂર્ણ થયા બાદ પિયત આપવાનું ઓછું કરવું જોઈએ.
બટાકાનો બીજ દર
બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ. હેક્ટર દીઠ 15 થી 20 ક્વિન્ટલ બીજ વાવણી માટે પૂરતા છે. વાવણી કરતા પહેલા બીજને કેપ્ટન 30 ગ્રામ અને બાવિસ્ટન 10 ગ્રામ 10 લિટર પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખો અને પછી રોપણી કરો.
બટાકાનું ઉત્પાદન
તમામ અદ્યતન તકનીકોના ઉપયોગથી, આગોતરી પાકતી જાતોની ઉપજ 200 ક્વિન્ટલ/હેક્ટર અને મોડી પાકતી જાતો 250 થી 300 ક્વિન્ટલ/હેક્ટર સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો : સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય
આ પણ વાંચો : Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી