Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી
આજે અમે તમને યુવા સાહસિક ખેડૂત અભિનવ સિંહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનવ આજે ઘણા ખેડૂતો માટે તેમની પ્રેરણા બની ગયો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અભિનવે બ્રિટનમાં માઈક્રોસોફ્ટ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
જો તમારી પાસે વિદેશમાં લાખો રૂપિયાની નોકરી છે, તો તમે તેને ભાગ્યે જ છોડવા માંગશો. આજના સમયમાં મોટાભાગના યુવાનોનું વિદેશમાં કામ કરવાનું સપનું હોય છે જેના માટે તેઓ સખત મહેનત કરે છે. પરંતુ તેનાથી વિપરીત, એવા ઘણા લોકો છે જે સારી નોકરી છોડીને ખેતી (Farming) કરી રહ્યા છે અને ખેતીમાંથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે યુકેમાં લાખો રૂપિયાની નોકરી છોડીને ભારતમાં ખેતી શરૂ કરી હતી અને આજે તે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તે યુવા સાહસિક ખેડૂતનું નામ છે અભિનવ સિંહ.
80 લાખની નોકરી છોડીને ખેતી શરૂ કરી
અમે તમને ઉત્તર પ્રદેશના આઝમગઢના ચિલબીલા ગામના રહેવાસી અભિનવ સિંહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનવ આજે ઘણા ખેડૂતો માટે તેમની પ્રેરણા બની ગયો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અભિનવે બ્રિટનમાં માઈક્રોસોફ્ટ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં અભિનવ પાસે 80 લાખનું પેકેજ હતું. પરંતુ અભિનવનું મન ત્યાં લાગ્યું નહીં અને અભિનવ દેશમાં પરત ફર્યો અને ખેતી શરૂ કરી.
દેશમાં પરત ફરી અને ખેતી શરૂ કરી
દેશમાં પરત ફર્યા બાદ અભિનવે જરબેરા ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું. આ માટે અભિનવે ઘણી સરકારી યોજનાઓની મદદ લીધી અને એક એકરમાં ખેતી શરૂ કરી. જરબેરા ફૂલોનો ઉપયોગ મોટેભાગે ડેકોરેશન માટે થાય છે. અભિનવે પણ આ ખેતીમાંથી સારો નફો મેળવવાનું શરૂ કર્યું. ખાસ વાત એ છે કે અભિનવે જે જમીન ખેતી માટે યોગ્ય ન હતી તે જમીન પર જરબેરા ફૂલોની ખેતી કરી હતી.
અન્ય લોકોને રોજગારી આપે આવે છે
અભિનવ સિંહ આ કામથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, અભિનવે આ કામ દ્વારા પોતાના ગામના 50 થી વધુ લોકોને રોજગારી પણ આપી છે. જેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. બજારમાં અભિનવ ફૂલોની સારી માગ છે. અભિનવનાં ફૂલો વિદેશમાં પણ મોકલવામાં આવે છે. આજે અભિનવ અન્ય ખેડૂતોને પણ ખેતીની નવી પદ્ધતિઓ જણાવી રહ્યો છે, જેથી અન્ય ખેડૂતો પણ નફો મેળવી શકે.
આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇફકો નેનો યુરિયા ટેકનોલોજી મોટી ક્રાંતિ: સહકાર મંત્રી અમિત શાહ
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે