ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમો જેવા મરીમસાલાના પાકોમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
મરીમસાલાના પાકો – વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમો
મોલો અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે
1. થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ / કિગ્રા બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડીયા સામે રક્ષણ છે.
2. સર્વે દરમ્યાન આ જીવાતોનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીનું મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ ૨૦ મિલી (૧ ઈસી) થી ૪૦ લેકાનીસીલીયમ લેકાની કે બુવેરીયા નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લી. અથવા કારબોસ્લફાન ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો બીજા છંટકાવની જરૂરીયાત જણાય તો કીટનાશક બદલવી.
જીરૂ
1. પાકને ત્રીજું પિયત વાવણી બાદ ૩૦ દિવસે અને ચોથું પિયત વાવણી બાદ ૪૫-૫૦ દિવસે આપવું.
2. વાદળવાળું વાતાવરણ હોય તો પિયત આપવું નહિ.
3. ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
4. ભુકીછારાના નિયંત્રણ માટે સલ્ફર ૮૦ ટકા વેટેબલ પાવડર ૩૦ ગ્રામ ઉપરાંત હેક્જાકોનેઝોલ ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ૨ થી ૩ છટકાવ કરવા.
5. જીરૂને પ્રતિકુળ વાતાવરણથી બચવા લો-ટનલ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો.
6. પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો.
ધાણા
1. ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે.
2. જરૂરીયાત મુજબ પિયત આપવા. વાદળવાળા હવામાનમાં પિયત આપવું નહિ તેમ છતાં જરૂર જણાય તો હળવું પિયત આપવું.
3. પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : Rajkot: ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાકમાં રોગના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત
આ પણ વાંચો : પપૈયાના પાકમાં વેલ્યુ એડિશન કરી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો કેવી રીતે
Published On - 2:31 pm, Sat, 11 December 21