Farming: દેશભરમાં આગામી 1 વર્ષમાં 75 હજાર હેક્ટર વિસ્તારમાં ઔષધિની ખેતી થશે, સરકાર આપી રહી છે મફતમાં છોડ

મહારાષ્ટ્રમાં (Maharahtra) ખેડૂતોને 7500 અને ઉત્તરપ્રદેશમાં 750 ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયે અભિયાન શરૂ કર્યું અને નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ અભિયાનનું નેતૃત્વ કરશે.

Farming: દેશભરમાં આગામી 1 વર્ષમાં 75 હજાર હેક્ટર વિસ્તારમાં ઔષધિની ખેતી થશે, સરકાર આપી રહી છે મફતમાં છોડ
File Photo

આયુષ મંત્રાલય (Ministry of Ayurveda) અંતર્ગત નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડે (NMPB) આઝાદીના અમૃત મહોત્સવને પગલે દેશભરમાં ઔષધીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. આ પગલાથી ખેડૂતોની આવક વધશે અને ગ્રીન ઈન્ડિયાનું સ્વપ્ન પૂર્ણ થશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં આગામી એક વર્ષમાં 75 હજાર હેક્ટર વિસ્તારમાં ઔષધિની ખેતી કરવામાં આવશે. આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશના સહારનપુર અને મહારાષ્ટ્રના પૂણેથી શરૂ કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલય દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજિત કાર્યક્રમોની શ્રેણીમાં આ બીજો કાર્યક્રમ છે.

 

સરકારે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કર્યું

પૂણેમાં ખેડૂતોને ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું. જેઓ પહેલાથી જ ઔષધિની ખેતી કરી રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેમદનગર જિલ્લાના પારનેરના ધારાસભ્ય નિલેશ લંકે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન યુનાની મેડિસિન (સીસીઆરયુએમ)ના ડાયરેક્ટર જનરલ ડો. અસીમ અલી ખાન અને એનએમપીબીના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. ચંદ્રશેખર સવાલ, વિવિધ સ્થળોએથી કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું હતું.

 

ડો.સાવલે આ પ્રસંગે કહ્યું હતું કે 75 ખેડૂતોને કુલ મળીને 7,500 ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય 75 હજાર રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો હતો. સહારનપુરમાં આયુષ રાજ્ય મંત્રી ડો.ધરમ સિંહ સૈની, NMPBના સંશોધન અધિકારી સુનીલ દત્ત અને આયુષ મંત્રાલયના અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે જ જડીબુટીની ખેતી કરતા ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ સાથે જ આસપાસના જિલ્લાના આવેલા 150 ખેડૂતોને રોપાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

 

વિવિધ પ્રકારના 5 ઝાડનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પારિજાત, બીલીપત્ર, લીમડો, અશ્વગંધા અને જાંબુના છોડનો સમાવેશ થાય છે. 750 જાંબુના રોપાઓ ખેડૂતોને મફતમાં આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે દેશમાં ઔષધીય છોડની દેશમાં અપાર ક્ષમતા છે અને 75,000 હેક્ટર વિસ્તારમાં ઔષધિઓની ખેતી દેશમાં દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

 

 

આ પગલાથી જડીબુટ્ટીઓની ખેતી ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બનશે. દવાઓની ઉપલબ્ધતાની બાબતમાં પણ દેશ આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષમાં માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ઔષધીય છોડની માંગમાં ભારે વધારો થયો છે. આ જ કારણ છે કે અશ્વગંધા અમેરિકામાં ત્રીજી સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ બની છે.

 

આ સિવાય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, વાય-બ્રેક એપ લોન્ચ, રોગોની સારવાર માટે આયુષ દવાઓનું વિતરણ, ‘આયુષ આપકે દ્વાર’ અને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાનોનું આયોજન. 5 સપ્ટેમ્બરે વાઈ-બ્રેક એપ પર વેબિનાર અને પ્રવચનોનું આયોજન કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો : Afghanistan Crisis : પહેલા તાલિબાનીઓનાં હાથમાં આવી પડ્યા અને હવે ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થવા તરફ

 

આ પણ વાંચો  :Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત

Click on your DTH Provider to Add TV9 Gujarati