DELHI ELECTION RESULT LIVE
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે તમામ 70 સીટ પર મતદાનની ગણતરી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સતત જીતનો દાવો કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામની તમામ અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો- https://tv9gujarati.com/deupdate/
15:57:48
| Delhi Election Result 2020: સિલમપુર સીટથી આપના ઉમેદવાર અબ્દુલ રહેમાનની 27,887 મતથી જીત |
15:55:21
| Delhi Election Result 2020: CM અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાનો આભાર માન્યો. |
15:30:37
| Delhi Election Result 2020: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, DMKના એમ.કે.સ્ટાલિન, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા સહિત દેશભરમાંથી મુખ્યપ્રધાન કેજરીવાલને શુભેચ્છાઓ મળી રહી છે. |
15:21:47
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 63 સીટ પર અને ભાજપ 7 સીટ પર આગળ ચાલી રહી છે. |
14:57:54
| Delhi Election Result 2020: દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ પટપડગંજ સીટથી ચૂંટણી જીતી લીધી છે. |
14:55:08
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 62 સીટ પર અને ભાજપ 8 સીટ પર આગળ ચાલી રહી છે. |
14:34:04
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 59 સીટ પર અને ભાજપ 11 સીટ પર આગળ ચાલી રહી છે. |
13:51:03
Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 57 સીટ પર અને ભાજપ 13 સીટ પર આગળ ચાલી રહી છે. ![]() |
13:48:04
| Delhi Election Result 2020: પટપડગંજ સીટ પરથી આપના ઉમેદવાર મનોજ સિસોદિયા આગળ ચાલી રહ્યા છે. |
13:41:03
હું દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામનો સ્વીકાર કરૂ છું પણ હાર નહીં : કોંગ્રેસ નેતા અલકા લાંબા ![]() |
13:37:22
| Delhi Election Result 2020: ઉપરાજ્યપાલે દિલ્હી વિધાનસભાનો ભંગ કર્યો. |
13:24:55
| Delhi Election Result 2020: પટપડગંજ સીટ પર AAPના ઉમેદવાર મનીષ સિસોદીયા 1,288 મતથી પાછળ ચાલી રહ્યા છે. |
13:22:33
Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીની જીત પર હવે શુભેચ્છાઓ મળવાની શરૂ થઈ ગઈ છે. DMK નેતા એમ.કે.સ્ટાલિને ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપી છે. ![]() |
13:06:54
| Delhi Election Result 2020: ચૂંટણી અધિકારીઓ મુજબ ત્રિનગર અને શાલીમાર બાગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ. |
12:46:49
| Delhi Election Result 2020: ઓખલા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન 70,514 મતથી આગળ ચાલી રહ્યા છે. |
12:34:08
Delhi Election Result 2020: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલને ફોન પર જીતની શુભેચ્છાઓ આપી છે.![]() |
12:31:01
Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના કાર્યાલય પર જીતની ઉજવણી શરૂ થઈ છે. પાર્ટીના નેતા સંજય સિંહ સભાને સંબોધિત કરી રહ્યા છે.![]() |
12:22:45
| Delhi Election Result 2020: શાહદરા સીટ પર AAPના ઉમેદવાર રામનિવાસ ગોયલ પાછળ, શકુરબસ્તી સીટ પર મંત્રી સત્યેન્દ્ર જૈન આગળ |
12:05:51
| મહારાષ્ટ્ર: આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અંધેરીમાં ઉજવણી કરી. |
11:42:06
| Delhi Election Result 2020: ચૂંટણીપંચના આંકડા મુજબ AAP 57 સીટ પર અને BJP 13 સીટ પર આગળ |
11:25:05
| Delhi Election Result 2020: ચાંદનીચોક સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા 12,000 મતથી પાછળ |
11:22:44
| Delhi Election Result 2020: ચૂંટણીપંચના આંકડા મુજબ AAP 55 સીટ પર અને BJP 15 સીટ પર આગળ છે. |
11:17:04
| Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદીયા પાછળ ચાલી રહ્યા છે. |
11:02:45
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 52 અને ભારતીય જનતા પાર્ટી 18 સીટ પર આગળ |
10:53:08
| Delhi Election Result 2020: નજફગઢ સીટ પર દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત 85 મતથી આગળ |
10:48:51
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો નાનો ‘ફેન’ આમ આદમી પાર્ટીની ઓફિસ પર પહોંચ્યો. ![]() |
10:45:57
Delhi Election Result 2020: ચાંદની ચોક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા 5,800 મતથી પાછળ ![]() |
10:42:31
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 50 સીટ પર અને ભારતીય જનતા પાર્ટી 18 સીટ પર આગળ છે. |
10:36:10
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 47 સીટ પર અને ભારતીય જનતા પાર્ટી 19 સીટ પર આગળ છે. |
10:35:25
| Delhi Election Result 2020: આપના ઉમેદવાર મનીષ સિસોદિયા પટપડગંજ સીટ પર 74 મતથી આગળ |
10:24:58
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટીને 51.57 ટકા મત અને ભાજપને 40.53 ટકા મત મળ્યા છે. |
10:14:52
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 41 સીટ પર અને ભાજપ 19 સીટ પર આગળ છે. |
10:13:27
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 33 સીટ પર અને ભાજપ 19 સીટ પર આગળ છે. |
10:08:23
| Delhi Election Result 2020: મોડલ ટાઉન સીટ પર ભાજપના નેતા કપિલ મિશ્રા 98 મતથી આગળ ચાલી રહ્યા છે. |
10:06:40
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ આમ આદમી પાર્ટી 32 બેઠક પર અને ભારતીય જનતા પાર્ટી 16 બેઠક પર આગળ |
10:03:00
| Delhi Election Result 2020: નવી દિલ્હી સીટના ઉમેદવાર અને CM કેજરીવાલ 2026 મતથી આગળ |
09:54:29
| Delhi Election Result 2020: ચૂંટણી પંચના આંકડા મુજબ AAP 22 બેઠક અને BJP 14 બેઠક પર આગળ |
09:46:22
| Delhi Election Result 2020: અત્યાર સુધી ભાજપને 43 ટકા મત અને AAPને 50 ટકા મત |
09:45:14
| Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદીયા પાછળ ચાલી રહ્યા છે. |
09:43:50
| Delhi Election Result 2020: દિલ્હીની બલ્લીમારાન સીટ, બવાના સીટ અને જનકપુરી સીટ પર ભાજપ આગળ, ગોકલપુર સીટ અને ગ્રેટર કૈલાશ સીટ પર AAP આગળ ચાલી રહી છે. |
09:41:32
| Delhi Election Result 2020: ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી 10-10 સીટ પર આગળ છે. |
09:37:41
| Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કાર્યકર્તાઓ ઉમટ્યા. |
09:36:03
| Delhi Election Result 2020: દિલ્હીની ગ્રેટર કૈલાશ સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૌરભ ભારદ્વાજ આગળ ચાલી રહ્યા છે. તેઓ 1505 મતથી આગળ ચાલી રહ્યા છે. |
09:19:40
| Delhi Election Result 2020: કોંગ્રેસના ઉમેદવાર હારૂન યુસુફ બલિમરન સીટ પર આગળ ચાલી રહ્યા છે. |
09:17:13
| Delhi Election Result 2020: રાજેન્દ્રનગરથી AAPના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા આગળ તથા લક્ષ્મીનગરથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વર્મા અને પટેલ નગરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ રત્ન આગળ ચાલી રહ્યા છે. |
09:13:47
| Delhi Election Result 2020: મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો. |
09:11:34
| Delhi Election Result 2020: AAP 49 બેઠક અને ભાજપ 20 બેઠક પર આગળ તથા કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. |
09:09:12
| Delhi Election Result 2020: દિલ્હીના શાસ્ત્રી પાર્ક મતગણતરી કેન્દ્ર પર મતગણતરી ચાલી રહી છે. |
09:08:33
| Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ કરી. |
09:05:55
| Delhi Election Result 2020: ઉત્તર દિલ્હીના 3 સ્થળ શકુર બસ્તી, આદર્શનગર અને મોડેલ ટાઉન પર મતગણતરી અટકી ગઈ છે. |
09:00:08
| Delhi Election Result 2020: 4 વખત ધારાસભ્ય રહેલા કોંગ્રેસના મુકેશ શર્માએ હાર સ્વીકારી લીધી છે. તેમને ટ્વીટ કરીને તમામ મતદાતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
|
08:53:54
| Delhi Election Result 2020:નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અક્ષરધામના કાઉન્ટિંગ સેન્ટર પર હાજર છે. |
08:51:09
| Delhi Election Result 2020: આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ |
08:50:08
| Delhi Election Result 2020: આપ 56 અને ભાજપ 14 બેઠક પર આગળ |
08:47:49
| Delhi Election Result 2020: હરિનગર સીટથી ભાજપના ઉમેદવાર તેજેન્દ્રપાલસિંહ બગ્ગા પાછળ ચાલી રહ્યા છે. |
08:44:08
| Delhi Election Result 2020: ઓખલાથી અમાનતુલ્લાહ ખાન આગળ ચાલી રહ્યા છે. ત્યારે ચાંદની ચોકથી અલકા લાંબા અને મોડલ ટાઉનથી કપિલ મિશ્ના પાછળ ચાલી રહ્યા છે. |
08:43:38
| Delhi Election Result 2020: દિલ્લીમાં નવી સરકાર કોણ બનાવે છે ? તેનું પરિણામ આજે જાહેર થઈ જશે. વહેલી સવારે 8 કલાકે તમામ બૂથ કેન્દ્રો ઉપર મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેના પર દેશવાસીઓની પણ નજર રહેશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાશે. ગત 8 ફેબ્રુઆરીના રોજ 70 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં કુલ 62.59 ટકા મતદાન નોંધાયું હતું. મહત્વનું છે કે ભાજપ માટે આજનું પરિણામ પ્રતિષ્ઠાના જંગ સમાન છે તો કેજરીવાલ માટે સત્તા બચાવી રાખવાનો પડકાર છે. જો કે જે રીતે એગ્ઝિટપોલ સામે આવ્યા છે. તેમાં કેજરીવાલ સરકાર હેટ્રિક નોંધાવી શકે છે તેવું તારણ સામે આવ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે દિલ્લીવાસીઓ સત્તાનો તાજ કોના માથે પહેરાવે છે. |
08:40:51
| Delhi Election Result 2020: ગોલ માર્કેટ મતગણતરી કેન્દ્રમાં મત ગણતરી ચાલુ છે. |
08:31:07
| Delhi Election Result 2020: બાબરપુરથી આમ આદમી પાર્ટીના ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે. તિમારપુરથી પણ AAPના ઉમેદવાર દિલીપ પાંડે આગળ છે. |
08:25:38
| Delhi Election Result 2020: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. |
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં 70 સીટ પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં ત્રિકોણીય મુકાબલો મુખ્યત્વે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રહેશે. ચૂંટણીને લઈને દિવસભર તમામ અપડેટ મેળવો અમારા વેબસાઈટ પેજ અને અમારી ટીવીચેનલ પર. તમામ અપડેટ મેળવવા માટે ક્લિક કરો – https://tv9gujarati.com/deupdate/
દિલ્હી ચૂંટણી વિશે અગત્યની માહિતી
- કુલ પોલિંગ બૂથ – 13750
- 90 હજાર કર્મચારી ચૂંટણીમાં સેવા આપશે
- દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો
- પુરુષ મતદારોની સંખ્યા 80 લાખ 55 હજાર 686
- મહિલા મતદારોની સંખ્યા 66 લાખ 35 હજાર 635
- થર્ડ જેન્ડરની સંખ્યા 815
- NRI મતદારોની સંખ્યા 489
- સર્વિસ મતદારની સંખ્યા 11556
18:16:49
|
Delhi Election 2020: દિલ્હીમાં કુલ મતદાનની ટકાવારી 54.65 ટકા નોંધાઈ છે.
|
17:57:06
|
Delhi Election 2020: મદીપુરના રાજશાહી કોલેજના મતદાન મથકે 100થી વધારે વયના શિલા દેવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
|
15:51:50
| Delhi Election 2020: બપોરે 3 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન નોંધાયું |
13:44:45
Delhi Election 2020: રેસલર સુશીલ કુમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ![]() |
13:26:15
Delhi Election 2020: પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ પ્રથમ વખત મતદાન કર્યુ. ![]() |
13:17:46
Delhi Election 2020: 1 વાગ્યા સુધી 19.37 ટકા મતદાન નોંધાયું.![]() |
13:03:38
| Delhi Election 2020: કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પર કથિત રીતે પૈસા વહેંચવાના આરોપ અંગે ચૂંટણી પંચ ગંભીર બન્યું છે, ચૂંટણી પંચે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. |
12:19:57
| Delhi Election 2020: 12 વાગ્યા સુધી 15.68 ટકા મતદાન નોંધાયું. |
12:18:41
Delhi Election 2020: ચીફ ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ નિર્માણ ભવન ખાતે મતદાન કર્યુ. ![]() |
12:05:50
Delhi Election 2020: ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા અને તેમની પત્ની નીલુ ચંદ્રાએ મતદાન કર્યુ. ![]() |
12:03:16
Delhi Election 2020: પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે રાજેન્દ્ર નગર વિધાનસભામાં મતદાન કર્યુ. ![]() |
11:55:09
Delhi Election 2020: ગુજરાતી મતદારોએ ફાફડા, જલેબી સાથે લોકશાહીનો તહેવાર ઉજવ્યો. ![]() |
11:33:32
Delhi Election 2020: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઔરંગજેબ લેન સ્થિત અટલ આદર્શ વિદ્યાલયમાં મતદાન કર્યુ.![]() |
11:19:18
| Delhi Election 2020: દિલ્હીના ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ AAPના એક કાર્યકર્તાને થપ્પડ માર્યો છે. અલકા લાંબાનો આરોપ છે કે તે શખ્સે તેમના પુત્રની વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે. |
11:18:06
Delhi Election 2020: સવારે 11 વાગ્યા સુધી 6.96 ટકા મતદાન નોંધાયું.![]() |
11:08:51
| Delhi Election 2020: અભિનેત્રી તાપસી પન્નુએ પરિવાર સાથે મતદાન કર્યુ. |
11:03:46
Delhi Election 2020: દિલ્હી વિધાનસભા માટે મતદાન ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ![]() |
10:55:44
| Delhi Election 2020: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મતદાન કરવા માટે પહોંચ્યા. |
10:54:26
| Delhi Election 2020: દક્ષિણ દિલ્હીના ચિતરંજન પાર્કમાં 110 વર્ષની વૃદ્ધ મહિલાએ મતદાન કર્યુ. |
10:53:45
| Delhi Election 2020: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ અને તેમની પત્નીએ નિર્માણ ભવન ખાતે મતદાન કર્યુ. |
10:48:01
| Delhi Election 2020: ઉત્તર પૂર્વ દિલ્હીના બાબરપુરમાં ડ્યુટી દરમિયાન એક ચૂંટણી અધિકારીનું મોત થયું છે. આ ઘટના મતદાન મથકની અંદર બની છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ગુરૂ તેગ હોસ્પિટલ મોકલી દીધી છે. |
10:18:26
| Delhi Election 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્ની સવિતા કોવિંદની સાથે મતદાન કર્યુ. |
10:15:53
| Delhi Election 2020: નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા અને તેમની પત્ની સિમા સિસોદીયાએ મતદાન કર્યુ.
|
10:13:02
| Delhi Election 2020: સવારે 10 વાગ્યા સુધી 4.33 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં મતદાન મથક પર લાંબી-લાંબી લાઈન લાગેલી છે.
|
09:57:35
Delhi Election 2020: ઔરંગજેબ રોડ બૂથ પર વ્હીલ ચેયર પર વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતા મતદાન કરવા માટે પહોંચ્યા.![]() |
09:55:15
Delhi Election 2020: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યુ. ![]() |
09:40:41
| Delhi Election 2020: AAPના ઉમેદવાર રાઘવ ચઠ્ઠાએ મતદાન કર્યુ. |
09:32:44
| Delhi Election 2020: ભાજપ સાંસદ મિનાક્ષી લેખીએ મતદાન કર્યુ. |
09:32:20
| Delhi Election 2020: EVMમાં ખરાબીના કારણે યમુના વિહાર કે સી-10 બૂથ પર અત્યાર સુધી મતદાન શરૂ થયું નથી. ચૂંટણી પંચની ટેક્નિકલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. તે સિવાય નવી દિલ્હી વિધાનસભાના સરદાર પટેલ વિદ્યાલયમાં પણ EVM ખરાબ છે. |
09:23:52
Delhi Election 2020: લક્ષ્મીનગર વિધાનસભામાં વરરાજા તેમના વરઘોડા પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યા.![]() |
09:20:15
| Delhi Election 2020: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને સંઘના વરિષ્ઠ નેતા રામલાલે નિર્માણ ભવનમાં મતદાન કર્યુ. આ સીટ પરથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ભાજપના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સભરવાલ ચૂંટણી લડી રહ્યા છે.
|
09:03:39
| Delhi Election 2020: દિલ્હી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ મતદાન કર્યુ. અલકા લાંબા AAPના પ્રહલાદ સિંહ સૈની અને ભાજપના સુમન ગુપ્તાની સામે ચૂંટણી લડી રહ્યા છે.
|
08:59:31
| Delhi Election 2020: દિલ્હીના LG અનિલ બૈજલ અને તેમની પત્ની માલા બૈજલે ગ્રેટર કૈલાશના મતદાન મથકમાં મતદાન કર્યુ. આ સીટ પર AAPના ઉમેદવાર સૌરભ ભારદ્વાજ અને ભાજપના ઉમેદવાર શિખા રાય તથા કોંગ્રેસના સુખબીર પવાર મેદાનમાં છે.
|
08:54:03
| Delhi Election 2020: કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન તેમની માતા રતન દેવીની સાથે કૃષ્ણાનગરના પબ્લિક સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા. |
08:53:09
| Delhi Election 2020: જસ્ટિસ આર.ભાનુમતીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. |
08:51:50
| Delhi Election 2020: દિલ્હીમાં લગભગ 50 ટકા યુવા મતદાતા છે. જેમની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે. જે યુવાઓ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમની સંખ્યા લગભગ 2 લાખ છે. |
08:34:46
| Delhi Election 2020: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને દિલ્હીના લોકોને અપીલ કરી કે દિલ્હીને જૂઠ અને વોટબેંકની રાજનીતિથી મુક્ત કરવા માટે મત આપો.
|
08:32:03
| Delhi Election 2020: દિલ્હીના શાહીનબાગમાં મતદાતાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. શાહીન પબ્લિક સ્કૂલ ઓખલામાં મોટી સંખ્યામાં મતદાતાઓ જોવા મળી રહ્યા છે.
|
08:28:27
| Delhi Election 2020: મતદાન કર્મચારીઓ અને મતદાતાઓને સમય પર પોતાના સ્થળે પહોંચાડવાની સુવિધા માટે સવારે 4 વાગ્યાથી મેટ્રો સેવા શરૂ થઈ ગઈ છે. |
08:25:15
| Delhi Election 2020: દિલ્હીના સાંસદ અને ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્મા મટિયાલા મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા.
|
08:22:27
Delhi Election 2020: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને મતદાન કરવાની અપીલ કરી.![]() |
08:17:38
Delhi Election 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીના યુવાઓને અપીલ કરી કે તે મોટી સંખ્યામાં મતદાન કરે અને મતદાનનો એક નવો રેકોર્ડ બનાવે.![]() |
08:15:04
| Delhi Election 2020: વિદેશ મંત્રી એસ.જયશંકરે મતદાન કર્યુ. |
08:09:06
Delhi Election 2020: દિલ્હીના લોકો સારા શિક્ષણ અને પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે મતદાન કરશે- DyCM મનીષ સિસોદીયા![]() |
08:07:30
| Delhi Election 2020: દિલ્હી વિધાનસભાની 70 સીટ પર મતદાન શરૂ |
20:16:02
|
Delhi Election 2020 : મતદારો જાૃગત થાય અને પોતાના મતાધિકારની તાકાત સમજીને ચૂંટણી સમયે મતદાન કરવા જાય તે માટે નુક્કડ નાટક દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં ડ્રામાની મદદથી લોકોને સમજાવવામાં આવ્યા.
|
20:02:48
|
Delhi Election 2020 : દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો 70 સીટ પર દિલ્હીમાં કોની સરકાર બનશે તે રાજનીતિક ભાવિ નક્કી કરશે. હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે તેમની સરકાર બની રહી છે. 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા બાદ 11મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
|





























