VADODARA : બાજવાના વકીલ અને માતાએ કેનાલમાં ઝંપલાવ્યું, સ્યુસાઇડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ

VADODARA : ગૃહ કંકાસથી કંટાળીને વડોદરા બાજવા વિસ્તારના વકીલે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી. મૃત યુવકે સ્યુસાઈડ નોટમાં પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.

VADODARA : બાજવાના વકીલ અને માતાએ કેનાલમાં ઝંપલાવ્યું, સ્યુસાઇડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ
Follow Us:
| Updated on: Mar 09, 2021 | 9:34 PM

VADODARA : ગૃહ કંકાસથી કંટાળીને વડોદરા બાજવા વિસ્તારના વકીલે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી. મૃત યુવકે સ્યુસાઈડ નોટમાં પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. મૃતકની પત્ની પાછલા 9-10 મહિનાથી પિયર જતી રહી હતી. અને પોતાના બાળકને પણ મળવા દેતી ન હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું. મૃત યુવક પત્નીને મનાવવા સાસરે ગયો ત્યારે તેની સાથે સાસરિયાઓએ મારઝૂડ કર્યાનો પણ આક્ષેપ થયો છે. આ યુવક સાથે તેની માતાએ પણ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. પરંતુ આસપાસના લોકોએ યુવકની માતાને બચાવી લીધી. મૃતક યુવકની સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સ્વજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

g clip-path="url(#clip0_868_265)">