Bhavnagar : સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત, 2 મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ સુરતમાં કરી હતી આત્મહત્યા
પરિવારના સભ્યોના મોત બાદ એકલતા અનુભવતા અન્ય બે સંતાન ઋષિતા અને પાર્થે પણ વતનમાં મોતને વ્હાલું કર્યું છે. એક જ પરિવારના છ સભ્યોએ ગણતરીના દિવસોમાં જ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
Bhavnagar : સિહોરના પાડાપાણ ગામે ભાઈ અને બહેને આપઘાત (Suicide) કરીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ જ પરિવારના 4 સભ્યોએ લગભગ 2 મહિના પહેલા સુરતમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મુળ ભાવનગરના અને સુરતમાં રહેતા વિનુ મોરડિયાએ થોડા દિવસો પહેલા પત્ની અને બે સંતાનો સાથે આપઘાત કર્યો હતો. આ સમયે તેના 2 સંતાન બહાર હતા.
પરિવારના સભ્યોના મોત બાદ એકલતા અનુભવતા અન્ય બે સંતાન ઋષિતા અને પાર્થે પણ વતનમાં મોતને વ્હાલું કર્યું છે. એક જ પરિવારના છ સભ્યોએ ગણતરીના દિવસોમાં જ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
પરિવારના 4 સભ્યોએ 2 મહિના પહેલા કર્યો હતો આપઘાત
મળતી માહિતી અનુસાર મુળ ભાવનગરના અને સુરતમાં સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુભાઇએ તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એક સાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ત્યારે સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતા ઘરે હાજર ન હોવાથી બચી ગયા હતા. જ્યારે આ બંને ભાઈ-બહેને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પુત્રી રૂચિતાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
અગાઉની ઘટનામાં ઝેરી દવા ગટગટાવનાર 4 સભ્યો પૈકી આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયા હતા. ત્યારે પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. તે સમયે રૂચિતાને બચાવી લેવામાં આવી હતી. પરંતુ આ વખતે બંને ભાઈ-બહેને આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો