WHO એ આપી ચેતવણી : Smoking કરનારાઓ માટે જોખમી બની શકે છે કોરોના સંક્રમણ

જેઓ ધૂમ્રપાન (Smoking) કરે છે તેમણે આ વ્યસન છોડવાના કારણ તરીકે કોવિડ મહામારીને જોવી જોઈએ.

WHO એ આપી ચેતવણી : Smoking કરનારાઓ માટે જોખમી બની શકે છે કોરોના સંક્રમણ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 30, 2021 | 5:27 PM

દેશમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ધુમ્રપાન (Smoking) કરનારાઓ માટે એક ચેતવણી જાહેર કરી છે. આ મહામારી સામે જંગ જીતવા માટે ફેફસા મજબૂત હોવા જરૂરી છે. WHO ના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણમાં ધુમ્રપાન કરનારાઓ માટે મૃત્યુનું જોખમ 50 ટકા વધી જાય છે.

મૃત્યુનું જોખમ 50 ટકા વધુ WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus ) એ 28 મી મેના રોજ એક પ્ર્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે ધૂમ્રપાન (Smoking) કરનારાઓમાં કોરોનાની તીવ્રતા અને મૃત્યુનું જોખમ 50 ટકા સુધી છે. તેથી કોરોના વાયરસનું જોખમ ઓછું કરવા માટે ધૂમ્રપાન છોડવું સારું છે. ધૂમ્રપાન કરવાથી કેન્સર, હૃદયરોગ અને શ્વસન રોગોનું જોખમ પણ વધે છે.

સ્વસ્થ ફેફ્સાઓનું મહત્વ સમજો WHO ની આ ચેતવણી અંગે ગુરૂગ્રામની નારાયણ હોસ્પિટલના ડો. શિલ્પી શર્માએ એક મીડિયા રીપોર્ટમાં કહ્યું કે આજે જેઓ ધૂમ્રપાન (Smoking) કરે છે તેમણે આ વ્યસન છોડવાના કારણ તરીકે કોવિડ મહામારીને જોવી જોઈએ. ધુમ્રપાન કરનારાઓએ કોવિડની ગંભીરતા સામે સંઘર્ષ કરી રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ અને ફેફસાંની ક્ષમતા ગુમાવવા વિશેની માહિતીને આધારે સ્વસ્થ ફેફસાના મહત્વને સમજવું જોઈએ, અને ફેફસાંને આ ધીમાં ઝેરથી બચાવવા ધુમ્રપાન છોડવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

એક્શન કેન્સર હોસ્પિટલના ડો.રાકેશ જૈને એક મીડિયા રીપોર્ટમાં કહ્યું કે કોવિડ અથવા ફેફસાંને લગતા કોઈપણ ચેપના સંદર્ભમાં સૌ પ્રથમ એ સમજવું જોઈએ કે ફેફસા જેટલા સ્વસ્થ હશે, સંક્રમિત વ્યક્તિની સાજા થવાની ક્ષમતા એટલી જ વધુ સારી રહેશે.આવી સ્થિતિમાં જો ધૂમ્રપાન (Smoking) કરનાર વ્યક્તિઓના ફેફસા નબળા હોય તો કોરોનાના સંક્રમણ પછી ગંભીર ન્યુમોનિયા થવાનું જોખમ વધારે છે.

વ્યસન છોડવા માટે માનસિક રીતે તૈયાર થવું જરૂરી AIIMS ના માનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડો.સોનાક્ષીએ આ અંગે એક મીડિયા રીપોર્ટમાં કહ્યું કે કોઈ પણ વ્યસન છોડવા માટે વ્યસન કરનાર વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. ડો.સોનાક્ષીએ ધુમ્રપાન (Smoking) નું વ્યસન છોડવા માટેના કેટલાક ઉપાયો બતાવતા કહ્યું કે ધુમ્રપાન કરનારાએ રોજ સિગારેટ પીવાની સંખ્યા દરરોજ ઘટાડવી જોઈએ અને ધુમ્રપાન છોડવા માટે એક તારીખ નક્કી કરવી જોઈએ.

ફેફસા નબળા થવાથી વેન્ટીલેટરની જરૂર પડે છે કોવિડ-19 વધુ ઘાતક બનવાનું મુખ્ય કારણ એ છે કે સંક્રમિત વ્યક્તિનું શરીર વાયરસના હુમલાનો પ્રતિકાર કરવા સક્ષમ નથી અને ફેફસા નબળા હોવાને કારણે અન્ય વ્યક્તિઓ કરતા વધુ ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડે છે. કોરોનાના સંક્રમણથી મુક્ત થયા બાદ પણ ધુમ્રપાન (Smoking) ફેફસામાં થયેલા નુકસાનને સરખું થવાની ગતિ ધીમી પાડી દે છે. ધૂમ્રપાનને કારણે નસો અને સ્નાયુઓ પર કોવિડની અસર વધુ તીવ્ર બની શકે છે, કારણ કે તમાકુ રક્ત વાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">