AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા

SBI ના Cash Withdrawal ના નિયમો 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગું રહેશે. એટલે કે આ નિયમ કાયમી ફેરફાર નહી પણ માત્ર હંગામી છે.

SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા
સાંકેતિક તસ્વીર
| Updated on: May 29, 2021 | 11:58 PM
Share

કોરોનાકાળમાં દેશની સૈથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે. રોકડ ઉપાડના આ નવા નિયમ અંગે SBI એ કહ્યું કે આ મહામારીમાં ગ્રાહકોને ટેકો આપવા માટે SBIએ ચેક અને રોકડ ઉપાડની સ્લીપ દ્વારા નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી રોકડ ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે.

25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકાશે SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ હવે SBI ના ગ્રાહકો નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી 25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકશે. આ નવા નિયમ મુજબ એકાઉન્ટ હોલ્ડર રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર ઉપાડી શકાશે, સેલ્ફના ચેક દ્વારા રૂ.1 લાખ રોકડ ઉપાડી શકશે અને થર્ડ પાર્ટી રૂ.50 હજાર ઉપાડી શકશે.

નવા નિયમ સાથે શરતો પણ SBI એ Cash Withdrawal ના નિયમો સાથે કેટલીક શરતો પણ મુકી છે. એકાઉન્ટ હોલ્ડરે રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર રોકડ ઉપાડ માટે પાસબુક રજૂ કરવી પડશે. આ ઉપરાંત થર્ડ પાર્ટી વ્યક્તિ રોકડ ઉપાડની સ્લીપ ભરીને રોકડા નાણા નહિ ઉપાડી શકે. આ ઉપરાંત થર્ડ પાર્ટી માટે KYC ડોકયુમેન્ટ્સ હોવા પણ જરૂરી છે. SBI ના રોકડ ઉપાડનો આ નિયમ 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગું રહેશે, એટલે કે આ નિયમ કાયમી ફેરફાર નહી પણ માત્ર હંગામી છે.

SBI એ આ માટે બદલ્યો નિયમ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કરવાનું કારણ આપતા એસબીઆઈ એ કહ્યું કે કોરોનાકાળમાં ગાઈડલાઈનનું પાલન કરતા બેંકનું કામકાજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ શરૂ રહે છે. આ ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે એ માટે 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવામાં આવે છે. આના કારણે બેંકના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. આ મુશ્કેલીઓના નિવારણ માટે જ બેન્કે રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી ઓછા સમયમાં વધારે કામ થઇ શકે.

આ પણ વાંચો : હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે Toll Tax

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">