AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron ના વધતા કેસ વચ્ચે હવે Delmicron નો ખતરો, જાણો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો

અમેરિકા અને યુરોપમાં કોવિડ-19ના વધતા જતા કેસ પાછળ તેને જવાબદાર માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડેલ્મિક્રોન ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સનું મિશ્રણ છે અને તે વધુ ઝડપથી ફેલાય છે.

Omicron ના વધતા કેસ વચ્ચે હવે Delmicron નો ખતરો, જાણો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો
Delmicron Variant Cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 12:51 PM
Share

ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron Variant) અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. આ વેરિઅન્ટ પહેલાં, ડેલ્ટા તબાહીનું કારણ બની રહ્યું હતું. પરંતુ હવે બીજું વેરિઅન્ટ સામે આવ્યું છે. જેનું નામ ડેલ્મિક્રોન (Delmicron Variant) જણાવવામાં આવી રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં કોવિડ-19ના વધતા જતા કેસ પાછળ તેને જવાબદાર માનવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ડેલમિક્રોન ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સનું મિશ્રણ છે અને તે વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ-19 પર મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે, ‘ડેલ્ટા અને ઓમિક્રોન હોવા છતાં ડેલ્મિક્રોનના કારણે યુરોપ અને અમેરિકામાં સંક્રમણના કેસોની નાની સુનામી આવી છે. વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા લઈ રહ્યું છે.

ડેલ્મિક્રોન વેરિઅન્ટ ઓમિક્રોનથી કેવી રીતે અલગ છે ? ઓમિક્રોન એ SARS-CoV-2 નું અત્યંત પરિવર્તિત B.1.1.1.529 સ્વરૂપ છે, જે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયું હતું. આ પ્રકાર વધુ ઝડપથી ફેલાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ ડેલ્ટા કરતા હળવા લક્ષણો દર્શાવે છે. તેમાં મૃત્યુદર ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછો છે. જ્યારે ડેલ્મિક્રોન એ ડેલ્ટા અને ઓમિક્રોનનું મિશ્રણ છે. જે ઝડપથી ફેલાઈ જવાની શક્યતા છે. ડેલ્મિક્રોનમાં, ડેલ્ટા અને ઓમિક્રોન બંને સ્ટ્રેન એક સાથે કોવિડ-19ના કેસોમાં વધારો કરી રહ્યા છે.

યુકેમાં કોરોના વાયરસ(Corona Virus)ના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના કારણે રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. એક દિવસ પહેલા 24 કલાકમાં રેકોર્ડ એક લાખ 19 હજાર કેસ નોંધાયા છે. અમેરિકામાં પણ લગભગ દરેક રાજ્યમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે. દરમિયાન, નવા વેરિઅન્ટ્સ સામે રક્ષણ આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ માટે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. ઓક્સફર્ડ યુનિવર્સિટી(Oxford University Study)ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19ની એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર-બાયોએનટેક રસીઓએ ઓમિક્રોન વેરિઅન્ટ્સ સામે પ્રતિરક્ષામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

અભ્યાસમાં, એન્ટિબોડીના સ્તરની સરખામણી એવા લોકોના લોહીના નમૂનાઓમાં કરવામાં આવી હતી જેમણે રસીના બંને ડોઝ લીધા હતા અને જેમણે ત્રીજો ડોઝ લીધો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે ડોઝએ કોરોના વાયરસના જૂના પ્રકાર કરતાં ઓમિક્રોન સામે નોંધપાત્ર રીતે ઓછું રક્ષણ પૂરું પાડ્યું હતું, જ્યારે ત્રીજા ડોઝ પછી એન્ટિબોડીઝ ઝડપથી વધી હતી.

આ પણ વાંચો : પહેલા અપમાન અને હવે બ્લાસ્ટ, CM અરવિંદ કેજરીવાલે રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી, મુખ્યપ્રધાન ચન્ની પર સાધ્યું નિશાન

આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા, લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ અને ચૂંટણીની વ્યૂહરચના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">