નમ્રતા જૈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'નક્સલવાદીઓએ તેના નગરમાં એક પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઘટના પછી જ્યારે ચારે બાજુ ડરનું વાતાવરણ હતું, નમ્રતાએ તેમાંથી પ્રેરણા લીધી અને વિકાસ લાવવાનું નક્કી કર્યું. નમ્રતાએ તેનું પ્રારંભિક શિક્ષણ દંતેવાડાના કાર્લીની નિર્મલ નિકેતન સ્કૂલમાંથી કર્યું. પરંતુ 10 પાસ કર્યા પછી તે મુશ્કેલ બન્યું કારણ કે, તેના પરિવારના સભ્યોએ તેને વધુ અભ્યાસ માટે બહાર મોકલવાનો ઇનકાર કર્યો હતો. જોકે, નમ્રતાની માતાએ તેને ટેકો આપ્યો અને પરિવારના સભ્યોને નમ્રતાનો અભ્યાસ કરવા સમજાવ્યા હતા આ પછી, નમ્રતાએ 5 વર્ષ ભિલાઈમાં અભ્યાસ કર્યો અને 3 વર્ષ દિલ્હીમાં રહી.