Stock Tips : ડિફેન્સ સેકટરની કંપનીનો નફો 3 ગણાથી વધુ વધ્યો, 1 વર્ષમાં 270% રિટર્ન આપ્યું

|

Jan 28, 2024 | 7:18 AM

Defence Stock: એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની સ્મોલ કેપ કંપની ઝેન ટેક્નોલોજીએ ત્રીજા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં ત્રણ ગણાથી વધુનો ઉછાળો આવ્યો છે.31 ડિસેમ્બર 2023ના રોજ કંપનીની કુલ ઓર્ડર વેલ્યુ 1434.38 કરોડ રૂપિયા હતી.

Stock Tips : ડિફેન્સ સેકટરની કંપનીનો નફો 3 ગણાથી વધુ વધ્યો, 1 વર્ષમાં 270% રિટર્ન આપ્યું

Follow us on

Defence Stock: એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની સ્મોલ કેપ કંપની ઝેન ટેક્નોલોજીએ ત્રીજા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં ત્રણ ગણાથી વધુનો ઉછાળો આવ્યો છે.

Q3 માં કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 30.57 કરોડ હતો જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 15.27 કરોડ હતો અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 9.43 કરોડ હતો. આ અઠવાડિયે આ સ્ટોક રૂપિયા 725 ના સ્તરે બંધ થયો હતો. આ શેરે એક વર્ષમાં 270 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

Zen Technologies ના Q3 પરિણામો

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર Zen Technologyની એકીકૃત આવક રૂપિયા 99.51 કરોડ હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 66.50 કરોડ હતી અને એક વર્ષ અગાઉ રૂપિયા 52.48 કરોડ હતી. તે લગભગ બમણું થઈ ગયું છે. EBITDA રૂપિયા 42.4 કરોડ હતો જે Q2 માં રૂપિયા 19.7 કરોડ હતો અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 17 કરોડ હતો. વાર્ષિક ધોરણે લગભગ 154 ટકા વૃદ્ધિ થઈ છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

EBITDA માર્જિનમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ

ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ EBITDA માર્જિન 42.7 ટકા હતો જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 30 ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 31.8 ટકા હતો. શેર દીઠ મૂળભૂત કમાણી (EPS) Q3 માં રૂપિયા 3.67 હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 1.83 અને એક વર્ષ અગાઉ રૂપિયા 1.19 હતી.

Zen Technologies ની રૂપિયા 1435 કરોડની ઓર્ડર બુક

31 ડિસેમ્બર 2023ના રોજ કંપનીની કુલ ઓર્ડર વેલ્યુ 1434.38 કરોડ રૂપિયા હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે QIP દ્વારા રૂપિયા 1000 કરોડ એકત્ર કરવાનું પણ નક્કી કર્યું છે. ઝેન ટેક્નોલોજીનો શેર 725 રૂપિયાના સ્તરે છે. 52 સપ્તાહની ઊંચી કિંમત રૂપિયા 911 છે જે તેની સર્વોચ્ચ કિંમત પણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષનું રિટર્ન 270 ટકા અને ત્રણ વર્ષનું વળતર 750 ટકા છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article