મુકેશ અંબાણીએ કરી મોટી ડીલ, રિલાયન્સ અને વોલ્ટ ડિઝનીના મીડિયા બિઝનેસનું થશે મર્જર

રિલાયન્સના શેર 23 ફેબ્રુઆરીના રોજ વધારા સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.78 ટકા અથવા 23 રૂપિયાના વધારા સાથે 2986.35 રૂપિયા પર બંધ થયા હતા. ભાવ વધારા બાદ કંપનીનું માર્કેટ કેપ 20,20,470.88 કરોડ રૂપિયા થયું છે.

મુકેશ અંબાણીએ કરી મોટી ડીલ, રિલાયન્સ અને વોલ્ટ ડિઝનીના મીડિયા બિઝનેસનું થશે મર્જર
Mukesh Ambani
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 7:31 PM

વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં તેમની મીડિયા ઓપરેશન્સને મર્જ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા અહેવાલ મૂજબ આ કેસ સાથે જોડાયેલા લોકો દ્વારા આ જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મર્જ થયેલી કંપનીમાં 61 ટકા હિસ્સો હોઈ શકે છે. ડિઝની સ્પર્ધાને કારણે ભારતમાં તેની વ્યૂહરચનાનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે.

ટાટા પ્લેમાં તેનો 50.2 ટકા હિસ્સો

આ મીડિયા અહેવાલ પર ડિઝની અને રિલાયન્સના અધિકારીઓએ હજુ સુધી મર્જર કરાર અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટાટા પ્લે લિમિટેડના સંપાદન પર પણ વિચારણા કરી રહી છે, જે એક બ્રોડકાસ્ટ સર્વિસ પ્રોવાઇડર છે જેમાં ડિઝની પણ હિસ્સો ધરાવે છે. ટાટા પ્લે હાલમાં ટાટા સન્સની માલિકીની છે. ટાટા પ્લેમાં તેનો 50.2 ટકા હિસ્સો છે. બાકીના શેર ડિઝની અને સિંગાપોરની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટેમાસેક પાસે છે.

રિલાયન્સ 61 ટકા હિસ્સા માટે $1.5 બિલિયનનું રોકાણ કરશે

એક વખત મર્જર પ્રોસેસ પૂર્ણ થયા બાદ ડિઝની અને રિલાયન્સ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા મનોરંજન બજારોમાં એક શક્તિશાળી અને પ્રભાવશાળી મીડિયા જાયન્ટ બનશે. અહેવાલો અનુસાર રિલાયન્સ તેના 61 ટકા હિસ્સા માટે $1.5 બિલિયનનું રોકાણ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 22-10-2024
સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?

રિલાયન્સનું માર્કેટ કેપ 20,20,470.88 કરોડ રૂપિયા

રિલાયન્સના શેર ગયા અઠવાડિયે છેલ્લા ટ્રેડિંગ દિવસે 23 ફેબ્રુઆરીના રોજ વધારા સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.78 ટકા અથવા 23 રૂપિયાના વધારા સાથે 2986.35 રૂપિયા પર બંધ થયા હતા. ભાવ વધારા બાદ કંપનીનું માર્કેટ કેપ 20,20,470.88 કરોડ રૂપિયા થયું છે.

આ પણ વાંચો : ગુજરાતી IT કંપની 1 શેર પર આપશે 2 બોનસ શેર, ભાવ 100 રૂપિયાથી પણ ઓછો, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ

ડિઝનીની સ્ટ્રીમિંગ સર્વિસ Disney+Hotstar એ ઓક્ટોબર અને નવેમ્બરમાં ક્રિકેટ વર્લ્ડ કપ માટે રેકોર્ડ દર્શકોને આકર્ષ્યા હતા. આ ક્રિકેટ પ્રેમી દેશમાં મેચ મફતમાં બતાવવામાં આવી હતી. આવક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ગ્રાહકોને પાછા લાવવાના હેતુથી આ પગલું લીધું હતું. રિલાયન્સે વર્ષ 2023 ની શરૂઆતમાં IPL મેચો વિનામૂલ્યે સ્ટ્રીમ કરી મોટી સંખ્યામાં દર્શકો મેળવ્યા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
g clip-path="url(#clip0_868_265)">