Kaynes Tech નો શેર બની ગયો રોકેટ, મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE થયો શાનદાર વધારો, જાણો કારણ
Kaynes એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) પ્રોજેક્ટ રૂ. 76,000 કરોડના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ પાંચમો સેમિકન્ડક્ટર યુનિટ છે
Kaynes Tech Share: Kaynes Tech ઇન્ડિયાનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર રૂ. 396 અથવા 8.4 ટકા વધીને રૂ. 5,052.25 થયો હતો જોકે બાદમાં તેમાં ઘટાડો થયો હતો આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર 3.91% ટકા વધીને રૂ. 4,845 થયો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે કંપનીનો શેર 4656.95 રૂપિયા પર બંધ થયો હતો. શેરના આ વધારા પાછળ એક મોટી મંજૂરી છે. હકીકતમાં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સૂચિત એકમ રૂ. 3,300 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રતિદિન 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા હશે.
શું છે ડિટેલ
સૂચિત એકમ રૂ. 3,300 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રતિદિન 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા હશે. આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન્સ અને મોબાઈલ ફોન વગેરે સહિતની વિવિધ એપ્લિકેશનોને પૂરી કરશે.
IPO 2022માં આવ્યો હતો
Kaynes એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) પ્રોજેક્ટ રૂ. 76,000 કરોડના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ પાંચમો સેમિકન્ડક્ટર યુનિટ છે. સરકારે ગુજરાતમાં માઇક્રોન, ટાટા અને સીજી પાવરની સવલતો અને આસામમાં ટાટા જૂથના અન્ય પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ Kynes ના ફેબ યુનિટને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં, Kynes Technologiesના શેર તેમના IPOની કિંમત રૂ. 587 પ્રતિ શેર કરતાં 761 ટકા વધુ ટ્રેડ કરી રહ્યાં છે. કંપનીના શેરોએ 22 નવેમ્બર, 2022ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો.