AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ આ બે સહકારી બેંકો પર લગાવ્યા નિયંત્રણો, આગામી 6 મહિના સુધી ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકાય

જો કોઈ બેંક ડૂબી જાય છે અથવા તેના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવે છે તો ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

RBI એ આ બે સહકારી બેંકો પર લગાવ્યા નિયંત્રણો, આગામી 6 મહિના સુધી ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકાય
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:03 AM
Share

રિઝર્વ બેંકે (Reserve Bank of India)બે બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ બંને સહકારી બેંકો(Co-operative Bank)ના ગ્રાહકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેંક(RBI)ના પ્રતિબંધ બાદ ખાતામાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે બે સહકારી બેંકો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કર્ણાટકના મુસ્કીમાં શ્રી મલ્લિકાર્જુન પટ્ટન સહકારી બેંક રેગ્યુલર અને નાસિક મહારાષ્ટ્રમાં સ્થિત નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંકનો સમાવેશ થાય છે. આ બંને બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા રિઝર્વ બેંકે નિયંત્રણો લાદ્યા છે.

રિઝર્વ બેંકની સૂચના અનુસાર શ્રી મલ્લિકાર્જુન પટ્ટન સહકારી બેંક અને નાસિક જિલ્લા ગિરણા સહકારી બેંકના ગ્રાહકો આગામી છ મહિના સુધી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેંકે આ બંને બેંકો પર છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. રિઝર્વ બેંકે આ અંગે સૂચનાઓ જાહેર કરી છે. બંને બેંકો સામેનો પ્રતિબંધ આગામી છ મહિના સુધી ચાલુ રહેશે. આમાં એક સહકારી બેંક કર્ણાટકની છે જ્યારે બીજી મહારાષ્ટ્રની છે. જો કે, આ બેંકોના ગ્રાહકો માટે સારી બાબત એ છે કે તેમની થાપણો સુરક્ષિત છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા કો-ઓપરેટિવ બેંકના 99.87 ટકા ગ્રાહકોની થાપણોનો વીમો લેવામાં આવ્યો છે. તેથી આ ગ્રાહકોની 5 લાખ સુધીની રકમ વીમા ગેરંટી કાયદા હેઠળ પરત કરવામાં આવશે.

5 લાખ સુધીની જમા રકમ સુરક્ષિત

ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને અને બેંકોમાં થાપણોને સુરક્ષિત રાખવા માટે સરકારે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન સ્કીમ (DICGC) ચલાવી છે. આ યોજના હેઠળ જો કોઈ બેંક ડૂબી જાય છે અથવા તેના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવે છે તો ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકાર દ્વારા આવા ગ્રાહકોને 5 લાખ રૂપિયા પરત કરવામાં આવે છે. આ નિયમ સહકારી બેંકોને પણ લાગુ પડે છે. આ યોજનાનો લાભ પીએમસી બેંકના ગ્રાહકોને આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંક અનુસાર શ્રી મલ્લિકાર્જુન પટ્ટન સહકારી બેંકના નિયમિત ગ્રાહકોના 99.53 ટકા નાણા DICGC યોજના હેઠળ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 5 લાખ સુધીની રકમ પણ આ બેંકોના ગ્રાહકોને પરત કરવામાં આવશે.

રિઝર્વ બેંકે શું કહ્યું?

કર્ણાટક સ્થિત શ્રી મલ્લિકાર્જુન પટ્ટન સહકારી બેંક રેગ્યુલર અંગે, રિઝર્વ બેંકે કહ્યું છે કે, “બેંકની નાણાકીય સ્થિતિને જોતા, તમામ બચત ખાતાઓ અથવા ચાલુ ખાતાઓ અથવા અન્ય ખાતાઓના કુલ બેલેન્સમાંથી નાણાં ઉપાડવામાં આવશે નહીં. પરંતુ જમા થયેલી રકમ પર લોનની પતાવટ કરવાની મંજૂરી આપવામાં આવશે. મહારાષ્ટ્રની નાસિક સ્થિત બેંક માટે પણ બરાબર આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંકની મંજૂરી વિના કોઈ નવી લોન આપવામાં આવશે નહીં, કોઈ રોકાણ કરવામાં આવશે નહીં, કોઈ જવાબદારી પૂરી કરવામાં આવશે નહીં. તેમજ કોઈ ફંડ લેવામાં આવશે નહીં અને નવી ડિપોઝીટ પણ લેવામાં આવશે નહીં.

બેંકો તેમનો વ્યવસાય ચાલુ રાખશે

બંને કિસ્સાઓમાં, આરબીઆઈએ કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ આપવામાં આવેલા નિર્દેશોને જારી કરાયેલ બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે સમજવામાં ન આવે. બંને બેંકો જ્યાં સુધી તેમની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. એટલે કે, આ બંને બેંકો પર પ્રતિબંધ રહેશે, પરંતુ બંને બેંકો પહેલાની જેમ જ તેમનો વ્યવસાય ચાલુ રાખશે. ગ્રાહકોને બચત, ચાલુ અથવા અન્ય ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">