AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI દેશમાં Digital Currency ચલણમાં મૂકી શકે છે , જાણો શું કહ્યું રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે

ડિજિટલ ચલણનો વિચાર અમલીકરણની નજીક છે. ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ આરબીઆઈ પણ લાંબા સમયથી ડિજિટલ ચલણ(Digital Currency)ના વિવિધ પાસાઓ તરફ ધ્યાન આપી રહી છે.

RBI દેશમાં Digital Currency ચલણમાં મૂકી શકે છે , જાણો શું કહ્યું રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 7:28 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે(T. Rabi Sankar) કહ્યું છે કે RBI તબક્કાવાર રીતે પોતાની ડિજિટલ કરન્સી ચલણમાં લાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. અને તે પાયલોટ આધારે જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રમાં રજૂ કરવાની પ્રક્રિયામાં છે.

તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અંગેની વિચારસરણી ઘણી આગળ પહોંચી ગઈ છે અને વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો આ સંદર્ભે કામ કરી રહી છે. શંકરે કહ્યું કે CDDC હેઠળ ગ્રાહકોને કેટલીક ડિજિટલ કરન્સીમાં જોવા મળેલી ભયંકર સ્તરની અસ્થિરતા થી બચાવવાની જરૂર છે જેમાં સરકારની કોઈ ગેરંટી નથી. તેમણે કહ્યું કે જુદા જુદા દેશોની સેન્ટ્રલ બેંકો સીબીડીસીની સંભાવનાની શોધ કરી રહી છે અને કેટલાક દેશો આવા વિચાર સાથે આગળ આવ્યા છે.

ડિજિટલ ચલણ અમલીકરણની નજીક ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા તેમણે કહ્યું કે ડિજિટલ ચલણનો વિચાર અમલીકરણની નજીક છે. ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ આરબીઆઈ પણ લાંબા સમયથી ડિજિટલ ચલણના વિવિધ પાસાઓ તરફ ધ્યાન આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય સમિતિએ નીતિ અને કાનૂની માળખાની તપાસ કરી છે અને દેશમાં સીબીડીસીને ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાની ડિજિટલ ચલણ લાગુ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે અને તેને એવી રીતે લાગુ કરાશે કે તેની અસર બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય નીતિને ન પડે.

કાયદામાં ફેરફારની જરૂર પડશે  ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે આ માટે કાયદાકીય ફેરફારોની જરૂર રહેશે કારણ કે ભારતીય રિઝર્વ બેંક એક્ટ હેઠળ હાલની જોગવાઈઓ ચલણની ભૌતિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરિણામે સિક્કા એક્ટ, ફેમા અને આઈટી એક્ટમાં પણ સુધારાની જરૂર પડશે.

ડિજિટલ ચલણ સાથે કેટલાક જોખમો સંકળાયેલા છે શંકરે ડિજિટલ કરન્સી સાથે સંકળાયેલા કેટલાક જોખમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. દબાણ હેઠળ અચાનક બેંકમાંથી પૈસા ઉપાડવાની જેમ. “તેમાં જોખમો શામેલ છે પરંતુ સંભવિત લાભોને ધ્યાનમાં રાખીને તેનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂર છે” તેમ તેમણે ઉમેર્યું હતું.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">