આગામી 6 મહિનામાં Nifty 21,000ના સ્તરે આવી શકે છે, જાણો શું છે કારણ
1 ઓગસ્ટ, 2024ના રોજ Nifty 25,000ના સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ, 5 ઓગસ્ટના રોજ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો અને Nifty લગભગ 1000 પોઈન્ટ ડાઉન થઈ હતી. ત્યારે આગામી સમયમાં માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે અને આ દરમિયાન નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે.
છેલ્લા થોડા દિવસોથી Niftyમાં તેજી જોવા મળી રહી હતી અને 1 ઓગસ્ટ, 2024ના રોજ Nifty 25,000ના સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ, 5 ઓગસ્ટના રોજ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો અને Nifty લગભગ 1000 પોઈન્ટ ડાઉન થઈ હતી. ત્યારે આગામી સમયમાં માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે અને આ દરમિયાન નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે.
આગામી 6 મહિનામાં જો મિડલ ઈસ્ટ યુદ્ધ અથવા અન્ય કોઈ મોટી ઘટના જેમકે યુએસએ ક્રાઈસિસ સર્જાય છે, તો નિફ્ટી 21,700ના સ્તરે પહોંચી શકે છે અથવા તેને તોડીને 21,000 પર પણ અટકી શકે છે. તેથી આ તક માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે આ સમયે રોકાણ કરવાનો યોગ્ય મોકો આવશે. તેથી તે સમયે રૂપિયાની જરૂર પડશે તેથી અત્યારે FD કરાવવી હિતાવહ છે.
Nifty 21,000ના સ્તરે કેમ આવી શકે છે ? આ છે કારણો
હમાસના વડાની હત્યા બાદથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું વાતાવરણ સતત ગરમ થઈ રહ્યું છે. જો મિડલ ઈસ્ટ યુદ્ધ સીધી રીતે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થાય છે, તો ઓઈલ ક્રાઇસિસ આવી શકે છે. મિડલ ઈસ્ટ યુદ્ધમાં અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં છે, જ્યારે રશિયા અને ચીન ઈરાનને સમર્થન આપી રહ્યા છે. આ યુદ્ધના કારણે યુરોપ જવાના રસ્તો બંધ થઈ જશે જેના કારણે સમગ્ર દુનિયા પર તેની અસર પડશે. જેના કારણે Nifty સાથે વિશ્વના અન્ય બજારો પણ તૂટવાની શક્યતા છે.
અમેરિકા પર વધી રહેલું આર્થિક સંકટ પણ Nifty ઘટવાના સંકેત છે. કારણ કે અમેરિકામાં સંભવિત મંદીના ડરથી 5 ઓગસ્ટે સમગ્ર વિશ્વના શેરબજારો પ્રભાવિત થયા હતા અને મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યારે જો અમેરિકાની સ્થિતિ 2008ની વૈશ્વિક મંદી જેવી થાય છે. તો તેની અસર પણ Nifty પર પડી શકે છે અને Niftyનું સ્તર ઘટીને 21,700 અથવા તો 21,000ની સપાટીએ આવી શકે છે.
જાપાન દ્વારા આપવામાં આવતી લોન પર જો વ્યાજના દરમાં ઘટાડો કરવામાં નહીં આવે તો, તો પણ Nifty ઘટવાના સંકેત છે. કારણ કે જાપાન વિવિધ દેશો, કંપનીઓ કે મોટી સંસ્થાઓને 0.1 ટકાના વ્યાજ દરે લોન આપતું હતું, પરંતુ 31 જુલાઈ, 2024ના રોજ આ વ્યાજ દર વધારીને 0.25 ટકા કરાયો હતો. જો આ વ્યાજમાં ઘટાડો કરવામાં નહીં આવે તો, જે દેશોએ જાપાન પાસેથી લોન લીધી છે, તેમને વધારે રકમ ભરપાઈ કરવી પડશે, જેની દેશના અર્થતંત્ર પર અસર પડશે, જેના કારણે તેના શેરબજારો પર અસર પડશે. ભારતે પણ ઘણા પ્રોજેક્ટ માટે જાપાન પાસેથી લોન લીધી છે. ભારતના શેરબજાર પર અસર પડી શકે છે, જેના પરિણામે Nifty ઘટી શકે છે.