MONEY9: ડિફેન્સ શેરમાં શું હોવી જોઇએ રોકાણની રણનીતિ?

ભારતની ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની ઝુંબેશનો સીધો ફાયદો આ સેક્ટરમાં કામ કરી રહેલી કંપનીઓને મળવાનો છે. ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેર ગરજવા લાગ્યા છે.

MONEY9: ડિફેન્સ શેરમાં શું હોવી જોઇએ રોકાણની રણનીતિ?
how will perform defence sector
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 07, 2022 | 6:52 PM

MONEY9: આ વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા (RUSSIA) અને યૂક્રેન (UKRAINE) વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતનું સંરક્ષણ મંત્રાલય (DEFENSE MINISTRY) પણ ચિંતામાં પડી ગયું. પેટ્રોલની મોંઘવારી અને અન્ય વસ્તુઓથી અલગ સરકાર અને સેનાના માથા પર પરસેવાનું બીજું પણ કારણ હતું. હકીકતમાં, ડિફેન્સ સેકટરમાં ભારતના રશિયા અને યૂક્રેન બન્ને સાથે સંબંધો છે. બન્ને દેશ ભારતને ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને આર્મ્સ સપ્લાય કરે છે. આવા સંજોગોમાં જ્યારે બન્ને દેશ ટકરાયા તો ભારત માટે S400 એર ડિફેન્સ સિસ્ટમથી લઇને ટેંકો, હેલીકૉપ્ટરો અને સબમરીન્સનો સપ્લાય અને મરામત ખર્ચ પર પણ સવાલો ઉભા થઇ ગયા. આ ક્રાઇસિસે ભારતની ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની પ્રતિજ્ઞાને વધુ પાકી કરી નાંખી.

ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાનો લાભ લો

હવે ભારતે ડિફેન્સમાં આયાતમાં કાપ કરવા અને હથિયાર, ટેક્નોલોજી દેશમાં જ બનાવવાનો નિર્ણય કર્યો તો બજારમાં પૈસા લગાનારાના ચહેરા પર પણ ચમક આવી ગઇ. કારણ એ છે કે ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની ઝુંબેશનો સીધો ફાયદો આ સેક્ટરમાં કામ કરી રહેલી કંપનીઓને મળવાનો છે. પરંતુ, શેરો પર આવતા પહેલા ચાલો દેશના ડિફેન્સ સેક્ટર અને સરકારના આ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાના અભિયાનની કહાનીને સમજી લઇએ..

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

કારણ કે છેવટે અહીંથી નક્કી થશે કે તમારે આ સેક્ટર પર દાવ લગાવવો જોઇએ કે નહીં. તો સૌથી પહેલા તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયા અને યૂક્રેન પર ભારતની નિર્ભરતાને જોઇ લઇએ. સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના આંકડા જણાવે છે કે 2016 થી 2020ની વચ્ચે ભારતના 49.4% હથિયારોની આયાત રશિયા અને 0.5% યૂક્રેનથી થઇ.

દુનિયાભરમાં શસ્ત્રોની આયાતના આંકડા

2015 થી 2019 દરમિયાન ભારતની રક્ષા આયાત દુનિયાની કુલ આયાતના લગભગ 10 ટકા બેસે છે. 2017-21ની વચ્ચે દુનિયાના ટૉપ 5 ઇમ્પોર્ટર્સ ભારત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઑસ્ટ્રેલિયા અને ચીન હતા. જો કે, 2011-15 અને 2016-20 દરમિયાન દેશમાં હથિયારોની આયાત 33 ટકા ઘટી છે.

હવે સંરક્ષણ માટે અન્ય દેશો પર આધાર રાખવો એ દેશની તિજોરી અને સુરક્ષા બંને માટે ફાયદાકારક નથી. આવામાં સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમ કે, મે 2020માં ડિફેન્સ સેક્ટરમાં FDIની લિમિટ 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેવામાં આવી છે. હવે આ વર્ષના બજેટ એટલે કે 2022-23ની વાત કરીએ લઇએ. ચાલુ ફિસ્કલની વાત કરીએ તો ભારતનું ડિફેન્સ બજેટ ઉપર જતુ રહ્યું છે. તેમાં ડિફેન્સ પેન્શનના પૈસા સામેલ નથી. આ પૈસા મોટી સંખ્યામાં આર્મ્ડ ફોર્સિસના મૉડર્નાઇઝેશન માટે વાપરવામાં આવશે. 2022-23ના કેપિટલ આઉટ-લેને 12.82 ટકા વધારવામાં આવ્યું છે અને તેના માટે એક લાખ બાવન હજાર કરોડથી વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. કેપિટલ આઉટ-લે મોટી સંખ્યામાં આર્મ્ડ ફોર્સિસના મૉડર્નાઇઝેશનમાં ઉપયોગમાં આવે છે.

સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 7 એપ્રિલના રોજ 101 ઇક્વિપમેન્ટ અને પ્લેટફૉર્મનું ત્રીજું પૉઝિટિવ ઇન્ડિજેશન લિસ્ટ જાહેર કર્યું હતું. જેની ખરીદી ફક્ત સ્વદેશી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી જ કરવાની છે. આ યાદીમાં નેવીના યૂટિલિટી હેલીકૉપ્ટર્સ, લાઇટ ટેન્ક, નાના અનમેન્ડ એરિયલ વ્હીકલ અને એન્ટી શિપ મિસાઇલ સામેલ છે. જેનાથી ભારતીય સેનાઓની જરૂરિયાતો પૂરી થઇ શકે છે. એટલે કે સરકારના હથિયારો અને ઉપકરણોના લોકલ મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવાનો સીધો ફાયદો કંપનીઓને થવાનો છે. આમાં તમામ કંપનીઓ લિસ્ટેડ પણ છે અને આવા સંજોગોમાં તેમના ઇન્વેસ્ટર્સ પણ આગામી દિવસોમાં તગડો ફાયદો ઉઠાવી શકે છે. એક્સપર્ટ પણ આને લઇને બુલિશ છે.

નિષ્ણાતનો મત

ICICI સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ અભિજીત મિત્રાએ કહ્યું કે આવતા પાંચ વર્ષમાં ત્રીજી યાદી હેઠળ સામેલ આઇટમ્સ માટે જ સ્વદેશી ડિફેન્સ કંપનીઓને 21 હજાર કરોડ રૂપિયાથી વધુના ઑર્ડર મળી શકે છે. ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. 6 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન આ શેરોમાં 32 ટકાની જબરજસ્ત તેજી આવી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે આવતા છ વર્ષમાં સ્થાનિક કંપનીઓ માટે 6.1 લાખ કરોડ રૂપિયાની સ્વદેશીકરણની તકો પ્રાપ્ત થશે.

આ તકને ઝડપવા માટે નાની મોટી બંધી કંપનીઓએ ભારે રોકાણ કરવું પડશે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSAનું માનવું છે કે 101 પ્રકારના ડિફેન્સના સામાનની આયાત પર લગાવેલા પ્રતિબંધોથી HAL, L&T, BEL અને Bharat Dynamics જેવી સક્ષમ સ્થાનિક કંપનીઓને લૉંગ ટર્મમાં અંદાજે 2.14 લાખ કરોડ રૂપિયાની બિઝનેસ તકો પ્રાપ્ત થશે.

CLSAનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024થી ઑર્ડર મળવના શરૂ થઇ જશે અને સૌથી મોટી તક HALની સામે છે જેને અંદાજે 21,500 કરોડ રૂપિયાના નેવી યૂટિલિટી હેલીકૉપ્ટરના ઓર્ડર મળી શકે છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ અને ભારત ડાયનેમિક્સ મોટાભાગના બ્રોકરેજ હાઉસના પસંદગીના શેરોમાં છે. આ કંપનીઓ ડિફેન્સ સેક્ટરમાં આગળપડતું સ્થાન ધરાવે છે.

મની9ની સલાહ

  1. ડિફેન્સ શેરોમાં ઘણો ઉત્સાહ દેખાઇ રહ્યો છે તેમાં હાલના દિવસોમાં ઘણી તેજી આવી છે.
  2. હવે તેના ઉંચા લેવલે તમારા માટે એન્ટ્રી કરવી મુશ્કેલ સાબિત થઇ શકે છે અને તેમાં સમજદારી પણ નહીં હોય.
  3. તમે કોઇ નાણાકીય સલાહકારની સલાહ લો અને શેરોમાં જ્યારે ઘટાડો આવતો દેખાય તો તેમાં લોંગ ટર્મ રોકાણની રણનીતિ બનાવીને રોકાણ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">