Opening Bell : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં રિકવરી સાથે કારોબારની શરૂઆત, Sensex 55,921 ઉપર ખુલ્યો

બુધવારના કારોબારમાં સેન્સેક્સ 778 પોઈન્ટ ઘટીને 55469 પર અને નિફ્ટી 188 પોઈન્ટ ઘટીને 16606 પર બંધ રહ્યો હતો.

Opening Bell : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં રિકવરી સાથે કારોબારની શરૂઆત, Sensex 55,921 ઉપર ખુલ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:21 AM

Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક કારોબારમાં વધારો દેખાઈ રહ્યો છે. SENSEX 55,921.44 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ બુધવારના કારોબારમાં 778 પોઈન્ટ ઘટીને 55469 પર બંધ થયો હતો. બીજી તરફ NIFTY  બુધવારના 188 પોઈન્ટના ઘટાડાના અંતે 16606 પર બંધ સ્તર બાદ આજે 16,723.20 ઉપર ખુલ્યો હતો. આજે વિશ્વભરના બજારોમાં સારી સ્થિતિમાં કારોબાર દર્જ થયો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.8 અને નિફટી 0.7 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 452 અને નિફટી 117 અંકના વધારા સાથે ખુલ્યા હતા. ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતુ.

વૈશ્વિક સંકેત સારા

રશિયા અને યુક્રેન સતત સાત દિવસથી યુદ્ધ કરી રહ્યાં છે જે ઘટના વૈશ્વિક બજારોને ગંભીર અસર કરે છે. જોકે FEDના ચેરમેન જેરોમ પોવેલના નિવેદને અમેરિકન બજારોમાં જોશ ભર્યો છે. પોવેલના નિવેદન મુજબ માર્ચમાં દર માત્ર 0.25% વધશે જ્યારે બજાર 0.5% વધવાનો અંદાજ હતો. બુધવારના ટ્રેડિંગ દિવસે યુએસ બજારો લીલા નિશાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં લગભગ 600 પોઈન્ટનો વધારો થયો હતો અને ઈન્ડેક્સ 1.79 ટકા વધીને 33891 પર બંધ થયો હતો. આ ઉપરાંત નાસ્ડેકમાં પણ વધારો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 219 પોઈન્ટના વધારા સાથે 13700ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં 23.50 પોઈન્ટનો વધારો થયો છે અને આ ઈન્ડેક્સ પણ લીલા નિશાન સાથે ખુલ્યો છે.

Vedanta Ltd ડિવિડન્ડ આપશે

Vedanta Ltd ના બોર્ડે રૂ.13 પ્રતિ શેરનું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું છે. આ માટે 10 માર્ચ રેકોર્ડ ડેટ હશે. વેદાંતા લિમિટેડના બોર્ડે બુધવારે શેર દીઠ રૂ. 13ના ત્રીજા વચગાળાના ડિવિડન્ડની ચુકવણીની જાહેરાત કરી હતી. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 (FY22) માટે, રૂ 1.ની ફેસ વેલ્યુ સાથે દરેક શેર પર વચગાળાનું ડિવિડન્ડ 1300% હશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મેટલ જાયન્ટ ડિવિડન્ડ ચૂકવવા માટે લગભગ રૂ. 4,832 કરોડનો ખર્ચ કરશે. ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 10 માર્ચ છે જેનો અર્થ છે કે આ તારીખ સુધીમાં કંપનીના દરેક શેરધારક ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે.

FII-DII ડેટા

2 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 4338.94 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 3061.70 કરોડનું રોકાણ કર્યું હતું.

બુધવારે ઘટાડા સાથે બજાર બંધ થયા હતા

નબળા વૈશ્વિક સંકેતોને કારણે બુધવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. રશિયાના યુક્રેન પર વધતા હુમલાને કારણે વિશ્વભરના બજારો સહિત એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી છે. એશિયન બજારોમાં ઘટાડાની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી. બુધવારના કારોબારમાં સેન્સેક્સ 778 પોઈન્ટ ઘટીને 55469 પર અને નિફ્ટી 188 પોઈન્ટ ઘટીને 16606 પર બંધ રહ્યો હતો. બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો અને બીજી તરફ મેટલ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. બજારમાં આજના ઘટાડાનું કારણ ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે મોંઘવારી પર પડેલી અસર છે. જોકે, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના દિગ્ગજ શેરોમાં ઉછાળાની મદદથી માર્કેટ ટ્રેડિંગની શરૂઆતમાં જ થયેલા નુકસાનને ઘટાડવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો : EPFO : તમારા પછી PF ખાતામાં જમા નાણાં ઉપર કોનો હક? આ રીતે તમારો નોમિની રજીસ્ટર્ડ કરો

આ પણ વાંચો : Share Market : હવે IPO માં WhatsApp દ્વારા પણ રોકાણ કરી શકાશે, જાણો કઈ રીતે?

g clip-path="url(#clip0_868_265)">