EPFO : તમારા પછી PF ખાતામાં જમા નાણાં ઉપર કોનો હક? આ રીતે તમારો નોમિની રજીસ્ટર્ડ કરો
નોમિની કોઈપણ પીએફ ખાતાધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.
કર્મચારીઓના પીએફ ફંડ મેનેજ કરતું ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના લાખો સબસ્ક્રાઈબર્સને એક ખાસ સુવિધા આપી છે. આ સુવિધાનો ઉપયોગ EPF સબ્સ્ક્રાઇબર્સ તેમના ખાતામાં નોમિની બદલવા માટે કરી શકે છે. નોમિની કોઈપણ પીએફ ખાતાધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.EPFO એ ટ્વિટ કર્યું છે કે “EPF સભ્યો વર્તમાન EPF/EPS નોમિનેશનને બદલવા માટે નવું નોમિનેશન ફાઇલ કરી શકે છે.EPFOએ આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે “જો કોઈ EPF સભ્ય તેના અગાઉના EPF/EPS નોમિનેશનને બદલવા માંગે છે તો તે નવું નોમિનેશન ફાઇલ કરી શકે છે. નવું EPF/EPS નોમિનેશન જૂના નોમિનેશનને ઓવરરાઇટ કરશે.”
#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.
ईपीएफ सदस्य मौजूदा ईपीएफ/ईपीएस नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPFO #Services #Pension #ईपीएप #पीएफ #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/sBfHhMjLbp
— EPFO (@socialepfo) March 1, 2022
આ રીતે ઈ-નોમિનેશન કરી શકાય છે
- તમારા મોબાઈલ અથવા લેપટોપ બ્રાઉઝરમાં https://www.epfindia.gov.in/ ખોલો.
- હવે ‘Services’ મેનુમાં જાઓ
- ડ્રોપ ડાઉન લિસ્ટમાં બીજા નંબર પર ‘Employees’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
- આ પેજના નીચેના ભાગે સેવા વિભાગમાં ‘Member UAN/ Online Services (OCS/OTCP)’ પર ક્લિક કરો.
- આ પછી તમે યુનિફાઇડ મેમ્બર પોર્ટલ જોશો.
- આ પેજ પર UAN અને પાસવર્ડ પછી કેપ્ચા કોડ દાખલ કરો.
- હવે સાઇન ઇન પર ક્લિક કરો.
- હવે ‘Manage’ વિભાગ પર ક્લિક કરો.
- ડ્રોપ ડાઉન યાદીમાંથી ‘E-Nomination’ સિલેક્ટ કરો.
- આ પછી તમને નોમિનેશન સ્ટેટસ મળશે.
- જો તમે નવું ઈ-નોમિનેશન કરવા માંગતા હો, તો તમારે ‘Enter New Nomination’ પર ક્લિક કરવું પડશે અને પછી આપેલ પ્રક્રિયાને અનુસરીને ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ઈ-નોમિનેશન(E-nomination)ની કેમ જરૂરી ?
EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. આમાં જે લોકોએ નોમિનેશન નથી કર્યું તેમને તક આપવામાં આવી રહી છે. આ સુવિધા સાથે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે.
આ પણ વાંચો : PAN-આધાર લિંકથી લઈને ITR ફાઇલિંગ સુધી, માર્ચ મહિનામા આ 5 મહત્વપૂર્ણ કામો પતાવી દો, નહીં તો થઈ શકે છે નુકસાન
આ પણ વાંચો : રશિયા-યુક્રેન સંકટની ભારત પર થશે ઊંડી અસર, 30 ટકા સુધી ઘટી શકે છે શેર બજાર