Hyundai Motor IPO: ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી, 3.5 બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારી

Hyundai Motor IPO : દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ લોન્ચ કરવાની દિશામાં તેના પગલાં ઝડપી બનાવ્યા છે. કંપનીએ IPO લોન્ચ કરવા માટે સૂચનો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને હાયર કરી છે. જેપી મોર્ગન, સિટી અને એચએસબીસીને આઈપીઓ માટે સલાહકાર રહશે.

Hyundai Motor IPO: ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી, 3.5 બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 7:36 AM

Hyundai Motor IPO : દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ લોન્ચ કરવાની દિશામાં તેના પગલાં ઝડપી બનાવ્યા છે. કંપનીએ IPO લોન્ચ કરવા માટે સૂચનો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને હાયર કરી છે. જેપી મોર્ગન, સિટી અને એચએસબીસીને આઈપીઓ માટે સલાહકાર રહશે. Hyundai Motor 3.5 બિલિયન ડોલરનો મેગા IPO લાવવાની તૈયારી કરી રહી છે જે ભારતીય શેરબજારમાં સૌથી મોટો IPO રહશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ હ્યુન્ડાઈ મોટર્સે પ્રસ્તાવિત IPO માટે સલાહકાર તરીકે JP મોર્ગન, Citi અને HSBC ને હાયર કર્યા છે. આગામી દિવસોમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની ભરતી કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે IPO લોન્ચ કરવા માટે મંજૂરી મેળવવા માટે જૂન 2024માં શેરબજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવામાં આવી શકે છે. જો કંપનીને લિસ્ટ કરવાની યોજના સફળ થાય છે તો તે ભારતીય ઈક્વિટી માર્કેટના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ હશે.

Hyundai Motors આ વર્ષે દિવાળીની આસપાસ કંપનીને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરી શકે છે. Hyundai Indiaનો પ્રસ્તાવિત IPO 3.3 બિલિયન ડોલર એટલે કે રૂપિયા 27,390 કરોડનો હોઈ શકે છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનું વેલ્યુએશન 22 બિલિયનથી 28 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. કંપની IPOમાં 15 થી 20 ટકા હિસ્સો વેચી શકે છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 2023 માં પેસેન્જર વાહનોના વેચાણના સંદર્ભમાં મારુતિ સુઝુકી પછી બીજા ક્રમે છે. કંપનીનો માર્કેટ શેર લગભગ 15 ટકા છે. સૂચિત IPO સંબંધિત મૂલ્યાંકન મુજબ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા સ્થાનિક શેરબજારમાં અન્ય લિસ્ટેડ ઓટોમોબાઇલ કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સને પાછળ છોડી દેશે.

અગાઉ મે 2022 માં LIC એ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO લોન્ચ કર્યો હતો, જ્યારે કંપનીએ IPO દ્વારા 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તે પહેલા, Paytm નો IPO સૌથી મોટો હતો જે નવેમ્બર 2021 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને કંપનીએ 18,300 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
g clip-path="url(#clip0_868_265)">