Home Loan Updates: અગર હોમ લોન બંધ કરાવવા માટે જાવ છો તો આ 5 મુદ્દાને ધ્યાનમાં રાખો, નહિંતર થઈ શકે છે નુક્શાન
લોન લેતી વખતે નક્કી કરવામાં આવેલા EMI ઘણી વખત ભારે પડતા હોય છે તેને લઈને જલ્દી અથવા પ્રિ પેમેન્ટ કરવા માગતા લોકો માટે આ વાંચવું ખાસ જરૂરી છે કેમકે જરૂરી નોલેજ વગર પુરી લોન એડવાન્સમાં ભરી દેતા લોકોને આવું નુક્શાન ઉઠાવવું પડી શકે છે એટલે જ અને આપને સુઝવી રહ્યા છે એ 5 મુદ્દા કે જેને જાણી લેવા જરૂરી છે.
ઘરના ઘરનું સપનું જોવું અને ઘર કરવા માટે તેમા હોમલોનની ભૂમિકા ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. વિવિધ બેંકોમાંથી મળતી હોમ લોન અને અમુક અલગ પડતા કાયદાને લઈ આવી હોમ લોન મદદરૂપ તો ઘણી થાય છે પરંતુ જ્યારે તેને સમય અવધી કરતા વહેલા ચૂકવવા માટે ગ્રાહક જ્યારે છે ત્યારે પ્રોપર જ્ઞાન ન હોવાને લઈ એવી ભઊલ કરે છે કે જેને લઈને નુક્સાન થાય છે.
લોન લેતી વખતે નક્કી કરવામાં આવેલા EMI ઘણી વખત ભારે પડતા હોય છે તેને લઈને જલ્દી અથવા પ્રિ પેમેન્ટ કરવા માગતા લોકો માટે આ વાંચવું ખાસ જરૂરી છે કેમકે જરૂરી નોલેજ વગર પુરી લોન એડવાન્સમાં ભરી દેતા લોકોને આવું નુક્શાન ઉઠાવવું પડી શકે છે એટલે જ અને આપને સુઝવી રહ્યા છે એ 5 મુદ્દા કે જેને જાણી લેવા જરૂરી છે.
ફાયનાન્સિયલ સંસ્થાઓની અલગ અલગ શરતો હોય છે કે જેમાં છુપાયેલા ચાર્જ સામેલ હોય છે જેને લઈને અગર આપ પ્રિ પેમેન્ટ કરવા માટે જાવ છો તો તે તમને ફાયદાકારક રહેતા નથી. એટલે જ હોમલોનની ચૂકવણી અગર જલ્દી કરવા માગો છો તો આ ધ્યાન રાખવું જરૂરી છે.
હોમ લોન બંધ કરતા પહેલા આ 5 વાતનું ધ્યાન રાખો
- ફોરક્લોઝર: ઘણા બધાને આ ટેકનિકલ ટર્મની ભાષા ખબર જ હશે, હોમ લોનને અગર સમય કરતા પહેલા તમારે બંધ કરાવવી છે તો તેના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. હવે RBI ના નિયમ કહે છે કે ફ્લોટિંગ રેટ રાખનારા ઉપભોક્તા પાસેથી તમે ફોરક્લોઝર જે પણ ફી છે તે વસુલી નથી શકાતી. અગર વેરિયેબલ વ્યાજ દર સાથે સિલેક્શન રાખવામાં આવ્યું હોય તો પણ પેનલ્ટી કે ફી વસુલી નથી શકાતી, સિવાય કે અગર ફિક્સ હોમ લોન રેટ રાખવામાં આવ્યા હોય તો 4 કે 5% જેટલી ચૂકવણી કરવી પડી શકે છે.
- બેંકને 21 દિવસ પહેલા જણાવી દો: એક અગત્યની વાત એ પણ છે કે જો તને સમય કરતા વહેલા તમારી હોમલોનનું ચુકવણુ કરવા જતા હોવ છો તો તમારી બેંક કે NBFCને આશરે 21 દિવસ એટલે કે ત્રણેક અઠવાડિયા પહેલા જાણ કરી દો
- NOC ખાસ લઈ લો: હોમલોનને જલ્દી બંધ કરાવતા હોવ ત્યારે બેંક પાસેથી NOC લઈ લેવી જરૂરી છે. ઘણીવાર આવા કેસમાં પાછળથી ટેકનિકલ કોઈ કારણ ઉભા થઈ શકે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે તમે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ મેળવવામાં જેટલી વાર કરો છો તો તે તમારા CIBIL સ્કોર પર પણ એટલું જ અસર કરે છે, કેમકે તે તમારી જવાબદારી તરીકે દેખાતુ રહે છે.
- મોર્ગેજ સ્ટેટસને પણ ક્લોઝ કરી દો: આ પણ એક એવી પ્રોસીઝર છે કે જેમાં જો તમે સમય કરતા વહેલા હોમ લોન પુરી દો છો તો ‘લિયન’ સ્ટેટસ પણ રદ કરો. આને લઈને ભવિષ્યમાં અગર મિલકત વેચવાનો સમય આવે છે ત્યારે કોઈ સમસ્યા ઉભી નથી થતી
- અસ્સલ દસ્તાવેજ મેળવી લેવો જરૂરી: આ કિસ્સામાં ઘણીવાર જોવામાં આવે છે કે એપ્લિકન્ટ લોનનું ખાતું તો બંધ કરાવી દે છે પરંતુ અસ્સલ કાગળિયા લેવામાં આળસ કરતા હોય છે જેને લઈને મિસપ્લેસ થવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર બેંકલોન દરમિયાન આપેલા ચેકને લઈને પણ ઈસ્યુ આવી શકે છે એટલે બને ત્યાં સુધી લોન બંધ કરાવતાની સાથે જ અસ્સલ તમામ કાગળિયાને મેળવી જ લેવા જોઈએ.
નોંધ- આ તમામ વિગતો વાચકોને વધારે સારી રીતે સમજાવવા માટે અને મદદરૂપ થવા માટે લખવામા આવી છે. આ સિવાય આ ક્ષેત્રના તજજ્ઞની સલાહ લેવી જોઈએ