બેંક એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ જાળવવા માટે અપનાવો આ રીત, તમારે નહીં ચૂકવવો પડે નોન મેન્ટેનન્સ ચાર્જ
બેંકમાં બચત ખાતું ખોલવામાં આવે છે, ત્યારે એવરેજ મંથલી બેલેન્સનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. બેંક ગ્રાહકોને તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ રકમ રાખવા માટે જણાવે છે. જો તમે તમારા એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ રાખવામાં નિષ્ફળ થાઓ છો, તો બેંક નોન મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલે છે.
કોઈપણ બેંકમાં બચત ખાતું ખોલવામાં આવે છે, ત્યારે એવરેજ મંથલી બેલેન્સનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. બેંક ગ્રાહકોને તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ રકમ રાખવા માટે જણાવે છે. જો તમે તમારા એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ રાખવામાં નિષ્ફળ થાઓ છો, તો બેંક કસ્ટમર પાસેથી નોન મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આજે કેટલીક ખાસ ટીપ્સ વિશે જાણીશું જે ઉપયોગી સાબિત થઈ શકે છે.
નોન મેઈન્ટેનન્સ ચાર્જ ચૂકવવો પડશે
તમારી પાસે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ જેમાં તમે સરળતાથી બેલેન્સ જાળવી શકો. જુદી-જુદી બેંક તેમના ગ્રાહકો માટે મેટ્રો, શહેરી વિસ્તારો, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધારે એવરેજ બેલેન્સ રકમ નક્કી કરે છે જે ગ્રાહકોએ મેઈન્ટેન કરવાની હોય છે. જો બેલેન્સ રાખવામાં ન આવે તો ગ્રાહકોએ નક્કી કરેલો નોન મેઈન્ટેનન્સ ચાર્જ ચૂકવવો પડશે.
સ્વીપ ઈન સુવિધાનો વિકલ્પ પસંદ કરો
બેંક કેટલાક બચત ખાતાઓ પર ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સ્વીપ ઈન અને સ્વીપ આઉટ સુવિધાઓ આપે છે. HDFC બેંકના જણાવ્યા અનુસાર આ સુવિધા સાથે તમારી એફડી આપમેળે બચત ખાતામાં એવરેજ મંથલી બેલેન્સની જરૂરિયાતને પૂર્ણ કરે છે.
ચોક્કસ રકમનું ઓટો ટ્રાન્સફર સેટ કરી શકો
તમે તમારા બચત ખાતામાં ભંડોળના ટ્રાન્સફર માટે સ્થાયી સૂચનાઓ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે બીજી બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય, તો તમે તમારી પસંદગીની તારીખ માટે ચોક્કસ રકમનું ઓટો ટ્રાન્સફર સેટ કરી શકો છો અને બચત ખાતાના બેલેન્સ જાળવી શકો છો.
આ પણ વાંચો : અજય દેવગને કરી શેરબજારમાં એન્ટ્રી! આ કંપનીના ખરીદ્યા 1 લાખ શેર, 6 મહિનામાં આપ્યું 270 ટકાનું મલ્ટીબેગર રિટર્ન
નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ તમને જ્યારે પણ અને ગમે ત્યાં તમારા એકાઉન્ટ બેલેન્સને ટ્રેક કરવા દે છે. આ રીતે તમારું એકાઉન્ટ બેલેન્સ ઓછું હોય ત્યારે એવરેજ માસિક બેલેન્સ જળવાઈ રહે તેની ખાતરી કરી શકો છો.