31 october 2024

સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

Pic credit - gettyimage

આજકાલ લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે આથી વજન ઘટાડવા અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે.

Pic credit - gettyimage

તેના માટે વેઈટ લોસ ડાયટ ફોલો કરે છે, પરંતુ ક્યારેક એવું બને છે કે તમે કંઈપણ ન કરો તો પણ તમારું વજન અચાનક ઘટવા લાગે

Pic credit - gettyimage

જો કે બહારથી તમે ફિટ દેખાશો, પણ તમારું વજન સતત ઘટતું જાય છે. તો આ પરિસ્થિતિને અવગણશો નહીં.

Pic credit - gettyimage

અચાનક વજન ઘટવા પાછળ ઘણા ગંભીર કારણો હોઈ શકે છે.

Pic credit - gettyimage

કેન્સરનું પહેલું લક્ષણ અને ચિહ્ન એ છે કે ઝડપથી વજન ઘટવું. તમને સતત વજન હદથી વધારે ઘટતુ દેખાય કે ડોક્ટરનો સંપર્ક કરો

Pic credit - gettyimage

ડાયાબિટીસ થાય તો પણ વજન ઘટવા લાગે છે. જો ડાયાબિટીસને કાબૂમાં ન રાખવામાં આવે તો શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

Pic credit - gettyimage

થાઈરોઈડમાં પણ વજન સતત ઘટવા લાગે છે. થાઇરોઇડ ગ્રંથિની ઓવરએક્ટિવિટીને કારણે વજનમાં ઘટાડો થાય છે.

Pic credit - gettyimage

ઘણી વખત ડિપ્રેશન, તણાવ અને ચિંતાના કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે. જ્યારે ડિપ્રેશન હોય છે, ત્યારે વ્યક્તિ ઉદાસ અને એકલુ રહેવા લાગે છે.

Pic credit - gettyimage

ઘણી વખત હૃદય રોગને કારણે પણ વજન ઘટે છે. કાર્ડિયાક કેચેક્સિયા એ હૃદય સંબંધિત સમસ્યાનો એક પ્રકાર છે જેમાં શરીર મોટી માત્રામાં ચરબી, સ્નાયુ અને હાડકાં ગુમાવે છે.

Pic credit - gettyimage